Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૩: અનાગમિક પાંચ રને પ્રાચીન અને પ્રૌઢ શ્વેતાંબરીય કૃતિઓ–જન અનામિક સાહિત્યમાં દાર્શનિક કૃતિઓ મહત્ત્વનું સ્થાન ભેગવે છે અને એમાં પણ કર્મસિદ્ધાન્તને અંગેની કૃતિઓ આ સિદ્ધાન્તની જૈન દર્શનમાં વ્યાપકતા અને વિશિષ્ટતાને લઈને ઉચ્ચ સ્થાને છે. આવી વેતાંબરીય કૃતિઓ તરીકે શિવશર્મસરિત બન્ધસયગ અને કમ્મપયડસગહણી, ચિરંતનાચાર્યકુત સત્તરિયા, સંતકમ્મપાહુડ, કસાયપાહુડ, ચન્દ્રર્ષિકૃત "પંચસંગહ-પગરણ, અને ચાર પ્રાચીન કર્મગ્રંથ ગણાવી શકાય. આ પૈકી પહલી પાંચ કૃતિઓનો હું અત્ર “અનાગમિક પાંચ રત્નો” તરીકે નિર્દેશ કરું છું.
૧-૨ "કમ્મપયડિ અને (બંધ)સયગ (અનામિક સાહિત્યનાં બે અમૂલ્ય ર)'' નામને મારે લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૪૮, અ. ૧-ર)માં છપાય છે.
૩. આને અંગે મારે લેખ નામે "સત્તરિયા અને એનું વિવરણાત્મક સાહિત્ય” “જૈન ધર્મ પ્રકાશ” (પુ. ૬૭, અ. ૯ અને ૧૧)માં છપાયો છે.
૪. જિનરત્નકોશ (વિ. ૧, પૃ. ૨૨૯)માં કહ્યું છે કે કાંતિવિજયજીના સંગ્રહમાંની એક હાથપથીમાં પંચમુત્તના કર્તા તરીકે ચદ્રષિને ઉલ્લેખ છે. આ પોથી તપાસવી ઘટે.
૫. "પંચસંગપગરણનું પર્યાલચન” નામને મારે લેખ જ. ધ. પ્ર.” (૫૭૬, એ. ૨ અને ૩-૪)માં બે કટકે છપાય છે,