Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
ખંડ ૧ તાંબરીય કૃતિઓ પ્રકરણ ૧: આગમ અને એના અંશે વિશિષ્ટ મંતવ્ય – પ્રત્યેક દર્શનનાં ઓછેવત્તે અંશે વિશિષ્ટ મંત હોય છે અને એ સ્વાભાવિક છે. આવાં મંતવ્યોમાંથી એકાદ તે એ દર્શનમાં ઘણું મહત્ત્વનું સ્થાન પણ ભેગવે છે અને એને લઈને એના નિરૂપણુથે જાતજાતની રુચિને અને કક્ષાને પિષતાં પુસ્તકો – લેખની રચના કરાયેલી જવાય છે. કર્મનો સિદ્ધાંત એ જૈન ધર્મને એક અગ્રગણ્ય સિદ્ધાંત છે અને આમ તે એને ચાવકી જેવા દર્શનને બાદ કરતાં વિવિધ ભારતીય દર્શનમાં પણ સ્થાન અપાયેલું છે, જો કે કેટલીક વાર એને કર્મને નામને બદલે અન્ય નામે વિચાર કરાય છે
ચાર અનુગે માં નિરૂપણ – જૈન સાહિત્યમાં મોટે ભાગ કર્મસિદ્ધાંત રજૂ કરે છે. એને મુખ્ય સંબંધ દ્રવ્યાનુયોગ અને ચરણકરણનુયોગ સાથે છે. તેમ છતાં ધર્મકથાનુયોગમાંના ગ્રંથમાં જયાં જયાં પૂર્વ ભવને ચિતાર અપાય છે ત્યાં ત્યાં આ કર્મસિદ્ધાંતની આછી રૂપરેખા તો જરૂર આલેખાયેલી જોવાય છે. ગણિતાનુયોગ પણ કર્મ સિદ્ધાંતના નિરૂપણથી સર્વીશે અલિપ્ત નથી. આમ હાઈ કમસિદ્ધાંત જૈન સાહિત્યના ચારે અનુયોગને વિષય છે.
કમ સાહિત્યની વ્યાપકતા–જૈન દર્શનમાં કર્મને સર્વાગીણું સ્વરૂપનું નિરૂપણ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે દાર્શનિક સાહિત્યમાં તો એને લગતા ગ્રંથે હોય એ સ્વાભાવિક છે. કર્મને શુભ