________________
(૧૧) જણાતી હતી. જાણે કે મહાભારત કામ સાધીને આવતો હોય તેમ તે અભિમાનથી ઘેરાઈ ગયું હતું. પ્રચંડસિંહની પાસે આવતાં નમન કરીને તે નીચે બેઠે. તેના મુખની ખુમારી પરથી પ્રચંડસિંહને લાગ્યું કે–તે કારસ્તાન સાધીને પાર ઉતારવાની ચાવીને હાથ કરી લાવ્યા છે. એટલે પ્રચંડસિંહે કંઈક હિંમતમાં આવીને તેને પૂછયું.
કેમ દુઇસિંહ! તમારી મતિને કંઈ ગતિ મળી છે? જે યુકિત હાથ લાગી હોય તે વેળાસર પાર ઉતારી દઈએ.”
વાહ! મને સંપાયેલ કામથી હું ક્યારે પછાત પડયે છું? ગમે તેવું અગમ્ય અને અસાધ્ય કામ હોય, તો પણ આ દુષ્ટસિંહ તે અભિમાન આણને વચન ઉચ્ચાર્યા,”
ધન્ય છે. ધન્ય છે, દુષ્ટસિંહ ! તમે તે મારા જમણા હાથ સમાન છે. તમારી સહાયતાથી દરેક કામ કરતાં મને બહુજ સુગમતા થઈ પડે છે. ખરેખર ! તમને હું જેટલી શાબાશી આપું, તેટલી ઓછીજ છે. ઠીક, હવે કહો તે ખરા, આપણા કામને માટે તમે કેવી યુકિત શોધી લાવ્યા છે? પ્રચંડસિંહ તેની પ્રશંસા કરતાં બેલ્યો.
આથી દુષ્ટસિંહ જરા વધારે ફુલાઈને બોલ્યા–“જુઓ, રાજાજી અને પ્રધાનજી બંને ધમધર્મના વિચારમાં ઉતરતાં એક મત થતા નથી. મહારાજા કેવળ પાપાચરણથી ઉન્નતિ માને છે, જ્યારે મતિસાગર મંત્રી પુણ્યથી જ માણસ સુખ સંપત્તિ પામી શકે છે, આવા વિચારને રજુ કરે છે. મંત્રી ઘણીવાર રાજાને પોતાના વિચારે તરફ ખેંચવાને પ્રયત્ન કરે છે, પણ આપણે પ્રથમથીજ રાજાને પાપના વિચારમાં પ્રવીણ બનાવી દિધે છે, તેથી તે પિતાના વિચારે કદિ ફેરવતું નથી. એ તે આપણે બહુજ વખત જાતે જોઈ બેઠા છીએ હવે આપણે એવી યુકિત રચવી કે રાજસભામાં ઘણું લેકની સમક્ષ રાજાને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org