________________
સંકલનકર્તાનું નમ્ર નિવેદન આ પુસ્તક સંકલન કરવા પાછળનું એક માત્ર આશય, જે ભગવંતને આ સારાયે જગત ઉપર અને ઉપકાર છે, તેનાથી સર્વ પરિચિત થાય તે જ છે. અનેકાંતવાદના પ્રખર પુરસ્કર્તા શ્રીમદ્ રાજચંદ્રજીના આંતર અનુભવ અને દિવ્યદર્શનમાંથી ઉદ્ભવેલી જિન ભગવંતે તરફની અનન્ય શ્રદ્ધા અને ભક્તિ, જે વાચકોને જિનેશ્વર ભગવંતે પર શ્રદ્ધા છે, તેમની શ્રદ્ધામાં વધારે કરશે, અને જેમને શ્રદ્ધા નથી, તેમને માટે શ્રદ્ધાનું અનન્ય નિમિત્ત થશે, એમ લાગવાથી આ પુસ્તકના સંકલનને મેં પ્રારંભ કર્યો હતે.
આ જન્મમાં કઈ પણ જાતના પરિશ્રમ વિના, જાણે કે ઘણું જન્મની તપશ્ચર્યાના ફળરૂપે, જિનેશ્વર ભગવંતનો અદ્ભુત બેધ શ્રીમને લગભગ ૧૫ વર્ષની લઘુવયે પ્રાપ્ત થયે હતે. અને કેઈ ભવ્ય જૈન સંસ્કારને તેમણે આત્મસાત્ કર્યા હતા, તેમ આ પુસ્તકના વાંચનથી સ્પષ્ટ અનુભવાય તેવું છે. શ્રીમદ્જીના લખવા મુજબ નિગ્રંથના ઉપદેશને અચલાવે અને વિશેષ સમ્મત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં તેમને મધ્યસ્થતા પ્રિય હતી. મ. ગાંધીજીના લખવા મુજબ શ્રીમદ્જીને બીજા ધર્મો પ્રત્યે અનાદર ન હતું. આવા મધ્યસ્થ દ્રષ્ટિ પુરૂષ હોવા છતાં શ્રીમદ્છ જૈન તત્વજ્ઞાનમાં કેવા ઓતપ્રેત થઈ ગયા હતા, અને તેમના સાહિત્યનું જૈન દર્શનમાં કેટલું ભારે મૂલ્ય છે, તેનું દર્શન આપણને ષડ્રદર્શનના પ્રખર અભ્યાસી પંડિતવર્ય શ્રી સુખલાલજીના નીચેના લખાણમાંથી મળી રહેતું હેવાથી ટૂંકાણમાં તેને પ્યું છે – - બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org