________________
અપૂર્વ, ઉત્તમ અને ધર્મપ્રભાવના માટે વિશિષ્ટ અવસર ગણાય. એટલે આવા પવિત્ર પ્રસંગે પ્રત્યેક ભાવનાશીલ વ્યક્તિના અંતરમાં, પિતાના આરાધ્ય દેવને ચરણે પિતાની ભાવનાની પુ૫ પાંખડી અર્પણ કરવાની શુભેચ્છા જાગે એ સ્વાભાવિક છે. અમારું ટ્રસ્ટ પણ આવા સેનેરી અવસરે ભગવાનના ચરણની, એકાદ ભાવના પુષ્પથી પૂજા કરવા ઈચ્છતું હતું. ભાઈશ્રી જયંતીલાલે અભ્યાસપૂર્વક મહેનત લઈને તૈયાર કરેલ આ પુસ્તકથી અમારી આ ભાવના સફળ થઈ શકી છે, તેને અમને આનંદ છે. આ માટે અમે ભાઈ શ્રી જયંતીલાલને આભાર માનીએ છીએ, એમને ધન્યવાદ આપીએ છીએ અને એમના તરફથી અવાર નવાર આવું તંદુરસ્ત સાહિત્ય આપણને મળતું રહે એવી શુભેચ્છા દર્શાવીએ છીએ. નીતિ–સદાચાર અને ધર્મરુચિની બાબતમાં પાછા પડતા જતા આ કાળમાં આવા સાહિત્યની કેટલી જરૂર છે, એ કહેવાની જરૂર નથી.
શ્રી જયંતીભાઈએ, જ્યારે પણ સમય મળે ત્યારે તાત્વિક પુસ્તક વાંચવાની, અવાર નવાર સાધુ-મુનિરાજોને સત્સંગ કરવાની અને ગુણશોધક દ્રષ્ટિ કેળવીને જે કંઈ વાંચન સામગ્રી પિતાના જીવન ઘડતરમાં ઉપયોગી લાગે એની ને કરવાની ટેવ પાડી છે, તેથી એમની પરિણતી વિશેષ ધર્માભિમુખ બની શકી છે, એ જોઈને વિશેષ આનંદ થાય છે.
સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના અનન્ય ઉપાસક શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતે પૂર્વભવમાં કરેલી અપૂર્વ સાધનાના પરિણામે ખૂબજ નાની ઉંમરે આગમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org