________________
પ્રકાશકનું નિવેદન - મ જિનેશ્વરને મહિમા એટલે જગતના ઉદ્ધારની મહાકરુણાની લહાણું કરનાર પૂર્ણ આત્મા–પરમ આત્માને-મહિમા. આ દ્રષ્ટિએ વિચારતાં શ્રી તીર્થકર દેવના મહિમા અને ઉપકારનું મૂલ્ય કેણુ આંકી શકે ભલા?" આમ છતાં આત્મલક્ષ્મી અને ધર્મભાવનાશીલ મહાનુભાવ આત્માઓ સૌના ઉપકારી ઈષ્ટદેવને મહિમા સ્વયં સમજવાને અને બીજાઓને સમજાવવાને વિનમ્ર પ્રયત્ન છેક પ્રાચીન કાળથી કરતા આવ્યા છે, અને શુભ નિષ્ઠાથી કરવામાં આવેલા આવા પ્રયત્નનું ધમપ્રભાવનાની દ્રષ્ટિએ. કંઈક ને કંઈક સારું પરિણામ પણ આવતું રહ્યું છે.
આત્મતત્ત્વના જિજ્ઞાસુ અને ધર્મપાલનના અનુરાગી ભાઈશ્રી જયંતીલાલ પિપટલાલ શાહે સંકલિત કરેલ આ પુસ્તક પણ આવું જ એક અદને પ્રયાસ છે. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાની અનુભવપૂર્ણ વાણમાં તીર્થકર ભગવાનને જે મહિમા વર્ણવ્યું છે તે શ્રી જિનેશ્વર દેવ તરફની ભક્તિનો પ્રેરક બનવાની સાથે સાથે શ્રીમની વ્યાપક ધર્મભાવનાને સમજવામાં પણ ઉપયોગી બનશે, એમ અમે માનીએ છીએ. અને તેથી આ પુસ્તકનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સમસ્ત જૈન સંઘના આરાધ્યદેવ છે; અને સૂમમાં સૂક્ષ્મ અને વ્યાપકમાં વ્યાપક અહિંસા ભાવનાના શેધક, પાલક અને પુરસ્કર્તા તરીકે તેઓની વિશ્વમાં નામના છે. આવા પરમ ઉપકારી ઈષ્ટદેવના પચીસમા નિર્વાણ કલ્યાણકને અવસર એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org