Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
3.
ઈતિહાસની પૂર્વભૂમિકા
પાસે થઈ મોટા રણમાં પડે છે. આ નદી લગભગ ૪૮ કિ. મી. (૩૦ માઈલ) લાંબી છે. એના પર કલ્યાણપર પાસે બંધ બાંધી તળાવ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ રૂદ્રમાતા પાસે મોટો બંધ બાંધી ત્યાંથી નહેર કરવામાં આવી છે. આ ઉપરાંત કાળી, નારા, ધુરૂડ, ભૂખી, નિરળાવાળી, કાયલે, ખારી, ચાંગ, સારણ, માલણ વગેરે નાની નદીઓ કચ્છના મેટા રણ તરફ વહે છે. દક્ષિણવાહિની નદીઓમાં રફમાવતી નદી ચાડવા ડુંગરમાંથી નીકળી માંડછી આગળ કચ્છના અખાતને મળે છે. આ નદી પર કેજાએરા આગળ બંધ બાંધી “વિજયસાગર તળાવ કરવામાં આવ્યું છે ને એમાંથી નહેરે કાઢવામાં આવી છે. અહીં આંબા, નાળિયેરી, ચીકુ વગેરેની વાડીઓ આવેલી છે. બીજી દક્ષિણવાહિની નદીઓમાં કુલી, ખારી, તેરાવાળી, નાયરે, કનકાવતી વગેરે અરબી સમુદ્રમાં અને ખારેડ, નાગમતી, ભૂખી, બેચી વગેરે કચ્છના અખાતને મળે છે, જ્યારે વાગડની નાની નદીઓ મોટે ભાગે નાના રણમાં લુપ્ત થાય છે. કેરીનાળમાં સિંધુ નદીનાં જળ આવતાં બંધ થયાં ને કચ્છની ઉત્તરે તથા પૂર્વે આવેલી છીછરી ખાડી ખારાપાટના રણમાં ફેરવાઈ ગઈ ત્યારથી કચ્છમાં ધાન્યસંપત્તિ ઘણી ઘટી ગઈ નદીઓના બંધને લઈને ખેતીની પેદાશમાં હવે કંઈક વધારો થવા પામ્યો છે. કચ્છમાં જુવાર, બાજરી, કઠોળ, મગફળી અને તેલીબિયાં થાય છે. સિંચાઈની સગવડ હોય ત્યાં ઘઉં, શેરડી વગેરે થાય છે. વાગડમાં કપાસ થાય છે. કચ્છમાં વનસ્પતિનું વિપુલ વૈવિધ્ય રહેલું છે, એમાં શીંગવર્ગ તથા તૃણવર્ગની વનસ્પતિ વિશેષ પ્રમાણમાં થાય છે. બની અને વાગડ વિભાગમાં ઉનાળામાં ગરમીનું અને શિયાળામાં ઠંડીનું પ્રમાણમાં ઘણું રહે છે. ત્યાં વનસ્પતિ મેટે ભાગે કાંટાળી કે રૂક્ષ હોય છે, જ્યારે વચલાં વાંઘાંઓમાં સુંદર વાડીઓ છે. બની વિભાગમાં ઘાસ સારું થતું હોવાથી ત્યાં ગાય, બળદ, ભેંસ, ઘેટા, બકરાં, ઘોડા, ઊંટ વગેરે ઉછેરવાને ધંધે સારો ચાલે છે. રણમાં કેટલેક ઠેકાણે ઘુડખર' (જંગલી ગધેડા) નામે જાનવર થાય છે.૨૩ કચ્છમાં વનસ્પતિની જેમ પક્ષીઓની પણ વિપુલ વિવિધતા રહેલી છે. વિદેશથી ભારતમાં આવતાં યાયાવર પક્ષીઓ માટે કચ્છ એક અગત્યનું મથક છે. ૪ ભારતભરમાં કચ્છનું મોટું રણ હંજ” અથવા “સુરખાબ” નામે સુંદર પંખીઓની એકમાત્ર પ્રજનનભૂમિ છે. આ મોટાં પંખી રણના છીછરા પાણીમાં થતી ઝીણું છવાત તથા બારીક વનસ્પતિ ખાઈને રહે છે. ક્ષારવાળા વેરાન પ્રદેશમાં મીઠાના અગર છે. કચ્છમાં વરસાદ આખા વર્ષમાં સરેરાશ ૧૫ થી ૩૦ સે. મી. (૬ થી ૧૨ ઇંચ) જેટલો જ પડે છે. આબોહવા વિષમ છે. ઠંડી સારા પ્રમાણમાં પડે છે. ગરમીનું પ્રમાણ ઠીક ઠીક