________________
સન ૧૯૩૩ નો સાહિત્ય પ્રવાહ
એ વર્ષમાં “ સાહિત્યકાર ” મટુભાઇનું અચાનક અને દુઃખદ મૃત્યુ થયું એની નેંધ લેવી ઘટે છે. એમનાં “સાહિત્ય” માસિકે એકવીસમા વર્ષમાં પ્રવેશ કરતાં, આપણું બે સમર્થ વિવેચકે શ્રી વિજયરાય અને પ્રો. બલવન્તરાય ઠાકરનાં અભિનંદન તેની યશસ્વી કારકીર્દિ માટે તેઓ મેળવવા શક્તિમાન થયા હતા એ ઓછું ગૌરવભર્યું નહોતું. એ બંને વિવેચકની પ્રકૃત્તિ તોળી તોળીને અભિપ્રાય દર્શાવવાની છે અને એ કપરી કસોટીમાંથી ભટુભાઈ ઉત્તિર્ણ થયા એમાં એમની સાહિત્યસેવાની સફળતા હતી.
સાહિત્ય ”ના કેટલાંક અંગો એવી સરસ રીતે એમણે ખિલાવ્યાં હતાં કે તેને લઈને ગુજરાતી વાચક વર્ગમાં તે માસિક લોકપ્રિય થઈ પડયું હતું. પ્રથમ તો એ માસિકનું પુઠું એક જ રંગનું ચાલુ રહે, એવી ચિવટ એમણે રાખી હતી. બાવીસ વર્ષના અંકનાં પુંઠાં એકસરખા આછા ગુલાબી રંગનાં જોવામાં આવશે; બીજું દર માસની પહેલી તારીખે તે નિયમિત રીતે મળતું હતું. એ એાછું શ્રમસાધ્ય કાર્યું નહોતું. ત્રીજું, પુસ્તકને અવલોકન વિભાગ. એ પત્રમાંની સમાલોચનાથી આખા વર્ષમાં કેટલાં અને કેવાં પુસ્તક પ્રસિદ્ધ થયાં તેની નોંધ અલ્પ પ્રયાસે જાણું શકાતી; અને એમાં વિશિષ્ટતા એ હતી કે જેવું પુસ્તક બહાર પડે કે તરત તેની નોંધ તેમાં આવતી, અને જે કાંઈ અભિપ્રાય, કાંઈ પણ ડંશ વિના, પિતાને જે લાગે તેમ, સ્પષ્ટતાથી અને દઢતાપૂર્વક, પણ નિખાલસપણે દર્શાવાતે; અને તેમાં એમનું વ્યક્તિત્વ વિશેષ રીતે ખીલી ઉઠતું, અને એમના તે અભિપ્રાયનું વજન પડતું હતું. પાંચમું, પ્રાચીન કાવ્યના સંસ્કાર એમના પિતાશ્રી કાંટાવાળા પાસેથી એમને વારસામાં ઉતર્યા હતા, અને પ્રાચીન કાવ્યનું પ્રકાશન એ સાહિત્યનું એક સ્થાયી અને મહત્વનું અંગ થઈ પડયું હતું.
ભટુભાઈ જતાં ગુજરાતી સાહિત્યે એક સારો સેવાભાવી “સાહિત્યકાર” બોલે છે અને કેટલોક સમય સાહિત્ય રસિકોને એમની ઉણપ જરૂર સાલશે. | ગુજરાતી પત્રકારિત્વમાં એવું બીજું દુઃખદ મૃત્યુ “પિજામ’નું હતું.
જામે જમશેદ” દૈનિકના તંત્રી તરીકે એમની સેવા મહત્વની હતી, પણ ગુજરાતી વાચનારી આલમ એમને એક પ્રભાવશાળી નવલકથાકાર તરીકે પીછાનતી હતી; એમણે એમના પિતા મરઝબાનની સાહિત્યકાર તરીકેની
ખ્યાતિને વિશેષ ઉજજવળ કરી હતી. ગુજરાતી અને ગુજરાતી પારસી લેખકો વચ્ચે સાંધનારી સેનેરી સાંકળ રૂપે તેઓ હતા; તે કારણે તેમની ઑટ આપણને વધુ માલુમ પડશે.