________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
લે અને આપણને ગુજરાતનો ઈતિહાસ નવેસર લખાવીને આપે તે જેમ સમયાનુસાર, ઉચિત તેમ એ સંસ્થાની પ્રતિષ્ઠા વધારનારું થઈ પડશે.
પ્રાચીન ઈતિહાસનું સંશોધન કાર્ય કેવી રીતે થવું જોઈએ તેનો ઉષ્કૃષ્ટ નમુને શ્રીયુત માનશંકર મહેતાનો “મેવાડાના ગુહિલ’ એ પ્રબંધ પૂરું પાડે છે. એક સમય એવો હતો કે નાગરની લાગણી દુઃખાય એ કારણે અમે સાંભળ્યું છે કે રાજકોટ સાહિત્ય પરિષદ માટે પ્રો. દેવદત્ત ભાંડારકરે, “ મેવાડના ગુહિલો અને નાગર ” એ નામને લેખ લખી મોકલ્યો હતો એ મુદત બહાર ઠરાવી સ્વીકાર્યો નહતો. સમયની બલિહારી છે કે એજ હકીકતનું એક નાગર વિદ્વાને અન્ય સુપ્રસિદ્ધ ઇતિહાસકારો રા. બા. ઓઝાનું અને રા.બ. ચિંતામણુ વિનાયક વૈદ્યની દલીલનું સપ્રમાણુ નિરસન કરી, મેવાડના ગુહિલેને મૂળ પુરુષ નાગર હતું એમ પ્રતિપાદન કર્યું છે. ગુર્જર પ્રતિહાર વંશને મૂળ પુરુષ પણ બ્રાહ્મણ હતા, એમ ઐતિહાસિક લેખો પરથી જાણી શકાય છે; અને હમણાં જ ડો. દેવદત્તે ઇન્ડિયન એન્ટીકવરીમાં એક લેખ લખતાં નાગરો ને કાયસ્થનું સામ્ય બતાવ્યું છે.
કેટલાકને આ અભિપ્રાય નહિ રૂચે; એમ છતાં ઐતિહાસિક સત્ય ખાતર લેખકે એ ચર્ચા બહુ વિવેકથી અને પ્રતિસ્પર્ધી પ્રતિ પુરા માનથી કરેલી છે, અને ઐતિહાસિક અન્વેષણમાં એ રીતિ જ અમને અનુકરણીય લાગે છે.
ઐતિહાસિક વિગતો એકત્ર કરવામાં અને મેળવવામાં કેટલો બધે શ્રમ લેવો પડે છે; અને એ માહિતી ક્યાં ક્યાં છુટીછવાયી વિખરાયેલી પડેલી હોય છે, તેને કાંઈક ખ્યાલ એ જ લેખકના “ કાઠિયાવાડનું વડનગર” એ લેખ પરથી આવશે; એવું બીજું બહાનું પુસ્તક “મોડાસા ” વિષે શ્રીયુત જોધાણીએ લખેલું જોવા જેવું છે. એ મોડાસાના બત્તડે મુસલમાની સૈન્ય ગુજરાત પર ધસી આવતું અટકાવવા તેની સામી ટક્કર ઝીલી હતી; પૂર્વે મારવાડમાંથી ગુજરાતમાં ઉતરવાને એ ધોરી માર્ગ હતો. ગુજરાત સાહિત્ય સભાએ “ગુજરાતનું પાટનગર અમદાવાદનું પુસ્તક લખાવેલું છે, અને તેજ લેખકે લખેલું “ખંભાત’નું પુસ્તક ચાલુ વર્ષમાં (સન ૧૯૩૪) બહાર પડવાની વકી છે; એવી રીતે સુરત, ભરૂચ, જુનાગઢ, પાટણ, વડોદરા વગેરે ઐતિહાસિક સ્થળોના ઇતિહાસ લખાવવામાં આવે તે મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસનું લેખન કાર્ય સરસ થાય તેમ કેટલીક વિશેષ માહિતી પણ મળી આવે.