________________
ગ્રંથ અને ગ્રંથકાર- પુ. ૫
એ આખી જવાબદારી ઉપાડી લેવાની અશક્તિ અવસ્થાને લઈને તેઓ કદાચ દર્શાવે પણ એમના તરફથી પૂરી સહાયતા-માર્ગદર્શક તેમ વ્યવહારોપયોગી -જરૂર સાંપડે. તેઓ એક ગુજરાતી જ છે, અને નડિયાદ સાહિત્ય પરિષદના ઈતિહાસ વિભાગનું અધ્યક્ષ સ્થાને સ્વીકારી તેને દીપાવ્યું હતું. એટલે એમની પાસે થોડી ઘણી મદદની આપણે આશા રાખી શકીએ.
એવા સમર્થ વિદ્વાન બીજા મુનિશ્રી જિનવિજયજી છે. એમણે પ્રબંધ ચિંતામણિ” નું સંપાદન કાર્ય નવેસર હાથ ધરેલું છે અને તેનું પહેલું પુસ્તક આપણને પ્રસ્તુત વર્ષમાં મળી ગયું છે. એમાં દર્શાવેલી એમની વિસ્તૃત યોજના લક્ષમાં લેતાં તે સવ ભાગો પ્રસિદ્ધ થયે ગુજરાતના ઇતિહાસ પર બહુ સારો પ્રકાશ પડશે, અને જેમણે એમના વસનજી માધવજી ઠક્કર વ્યાખ્યાને સન ૧૯૩૩ માં મુંબઈ યુનિવરસિટી તરફથી આપેલાં સાંભળ્યાં હશે તેઓ કહી શકશે કે સોલંકી અને વાઘેલા રાજ્ય વિષે તેમનું વાચન અને જ્ઞાન બહાળું છે.
એમની સહાયતામાં શ્રીયુત દુર્ગાશંકર કેશવરામ શાસ્ત્રી જેવા વિદ્વાનની મદદ મેળવવામાં મુશ્કેલી નડે નહિ.
એ વિદ્વાને સન ૧૯૩૩ માં શ્રી ફેબસ સભાને પ્રબંધ ચિંતામણિ અને ચતુર્વિશંતિ પ્રબંધ એ બે સંસ્કૃત પુસ્તકો નવેસર સંપાદન કરી આપ્યાં હતાં; અને તે યુગના ઇતિહાસમાં તેઓ કેટલા ઉંડા ઉતરેલા છે, તેને
ખ્યાલ એમનું “ ગુજરાતના મધ્યકાલીન હિન્દુ-રાજપુત યુગના ઇતિહાસમાં પ્રબંધાત્મક સાધને” એ વ્યાખ્યાન વાંચેથી આવશે.
- ઇતિહાસ ગ્રંથ અને ઐતિહાસિક સાધનો અભ્યાસીઓને ઉપલબ્ધ થાય એ હેતુથી તેના પુનઃ પ્રકાશન કાર્યનું શ્રી ફોર્બસ સભાએ શરૂ કરેલું છે; પણ તે અમને સંતોષકારક જણાયું નથી મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પ્રબંધ ચિંતામણિ અને શાસ્ત્રી દુર્ગાશંકરભાઈ સંપાદિત પ્રબંધ ચિંતામણિ તેમ Tawney ટોની અનુવાદિત અંગ્રેજી ભાષાંતર સટીક, એ પુસ્તકોની સરખામણી કરે તે દરેકનું મૂલ્ય તરત સમજાશે.
એથી વધારે અસંતોષ “ગુજરાતી અતિહાસિક લેખ સંગ્રહ” ભા. ૧ એ જોઈને થયો છે. તે કાર્ય કાંઈ પણ ઉત્સાહ કે રસ વિના, સાવ યંત્રવત-mechanical-થયેલું અમને લાગ્યું છે. તેના સંપાદક શ્રીયુત ગિરિજાશંકર આચાર્ય એ વિષયના આરૂઢ અભ્યાસી છે, અને એમનું સમગ્ર જીવન એ વિષયના અભ્યાસમાં અને તે જ કાર્યમાં વ્યતીત થયેલું છે.
૧૪