________________
' ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
મર્યાદામાં તફાવત પડે છે; એક પ્રાંતીય ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના પુનરુદ્ધાર અને અભિવૃદ્ધિ અર્થે પ્રયાસ આદરી રહી છે, ત્યારે ત્યારે બીજીનું ધ્યેય અખિલ ભારતવર્ષ પરત્વે છે; અને અત્યાર સુધીની કાર્યવાહી જતાં તેનું કામકાજ યશસ્વી જણાયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના એ પ્રકારની પ્રવૃત્તિઓમાં પ્રથમ હતી, પણ તેની પ્રગતિ આપણે ઇછિએ એટલી ત્વરિત અને કાર્યસાધક નિવડી નથી. - સાહિત્ય સંમેલનની બેઠકના દિવસે થડા આઘાપાછા રખાયા હતા તે ગુજરાતમાંથી બહુ સારી સંખ્યામાં સાહિત્ય રસિકે કાઠિયાવાડના એ તીર્થધામના દર્શને જાત.
એ બંને સંમેલનોના પ્રમુખનાં વ્યાખ્યાનમાં એકજ પ્રધાન સૂર સંભળાયો હતો અને તે એ કે આપણા દેશને વા પ્રાંતને, પ્રમાણભૂત અને સવિસ્તર ઇતિહાસ આલેખવાનું કાર્ય તાકીદે હાથ ધરાવું જોઈએ છે.
શ્રી. જયસવાલે “ભારશૈવ વંશનો ઇતિહાસ’ પુનઃ પ્રકાશમાં આપ્યો છે. ડે. સર રામકૃષ્ણના અવસાન પછી હિન્દના ઈતિહાસ વિષે જેમના લેખો જિજ્ઞાસાપૂર્વક વંચાતા હોય અને જેમના અભિપ્રાયનું વજન પડતું હોય તે તે શ્રીયુત જયસવાલ છે. કેટલાક વર્ષો પર હિન્દુ રાજનીતિ (Hindu Polity ) વિષે એક કિંમતી પુસ્તક એમણે લખ્યું હતું. તે હિન્દના પ્રાચીન રાજ્યવહિવટ અને રાજબંધારણ ઉપર અપૂર્વ પ્રકાશ પાડે છે. હિન્દમાં પૂર્વે પ્રજાસત્તાક રાજ્ય જેવું કાંઈ નહોતું એમ ઘણું વિદેશી વિદ્વાને ભારપૂર્વક જણાવતા પણ શ્રીયુત જયસવાલે પ્રાચીન સાહિત્ય ગ્રંથ અને તામ્રપટોમાંથી ઉતારા અને દાખલાઓ આપીને એ ભ્રમનું નિરસન કર્યું છે.
એમના એ ગ્રંથનો ગુજરાતી તરજુમે સન ૧૯૩૩ માં સોસાઈટીએ જુજ કિંમતે બહાર પાડેલ છે અને તે તરજુમો ભાષાંતર કળામાં પ્રવિણ થયેલા, મુંબાઈ ઓરિએન્ટલ ટ્રાન્સલેશન ડિપાર્ટમેન્ટના નિષ્ણાત રા. ચંપકલાલ લાલભાઇએ કરેલો છે. પણ પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ લેતા સિાએ આ પુસ્તક વાંચવા જેવું છે.
દી. બા. કૃષ્ણલાલભાઇએ પણ એમનાં વ્યાખ્યાનમાં આપણી ઐતિહાસિક સાધનસામગ્રીની સમાલોચના કરી, એ વિષયને ગ્ય ન્યાય આપી શકે એવા કેટલાક જાણીતા નામોનો ઉલ્લેખ કર્યો હતો; પરંતુ શ્રી. જયસવાલની પેઠે ઇતિહાસ આલેખતી કોઈ યોજના તુરત ઉપાડી
૧૨