________________
સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ
લેવાને બદલે ગુજરાતમાં કોઈ ઓઝા જેવો વિદ્વાન પાકશે એવી આશા પ્રદર્શિત કરી તે કાર્ય ભાવિ પર છોડયું હતું; એ અમને એગ્ય લાગ્યું નથી.
પ્રસ્તુત વર્ષમાં મિરાતે એહમદી . ૨ એ નામના ફારસી ઇતિહાસ ગ્રંથને દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ કરેલે તરજુમે ગુ. વ. સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થવા માંડ્યા છે.
સન. ૧૭૫૭ થી ૧૮૫૭ સુધીનો આપણા પ્રાન્તનો ઈતિહાસ સાવ અંધકારમાં છે. એ આખું સૈકું અંધાધુનિ અને લુંટફાટભર્યું હતું. એ સમયને કેાઈ સારે ઇતિહાસ પણ ઉપલબ્ધ નથી. એ વિષે ઉપરોક્ત મિરાતે એહેમદીમાંથી સારી માહિતી મળી આવે છે; એ કાળે મરાઠી સત્તાનું પ્રાબલ્ય વિશેષ હતું; અને એ પેશ્વા સરકારનું દફતર બરાબર તપાસાઈ તેમાંથી મહત્વનો રેકર્ડ પુસ્તકાકારે પ્રકટ થવા માંગે છેઅને તેનાં આજસુધીમાં રા. સા. ગોવિંદ સખારામ સરદેસાઈના તંત્રીપદ હેઠળ ૪૧ પુસ્તકો બહાર પડયાં છે. તદુપરાંત ઈંગ્રેજી સાધનો વિપુલ અને વ્યવસ્થિત મળી આવે છે; માત્ર જરૂર છે, તેનો અભ્યાસ થવાની અને તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાની; શ્રી ફાર્બસ સભાના કાર્યકર્તાઓ ઈચછે, તો એ કાર્ય સહેલાઈથી ઉપાડી લઈ શકે એમ છે. અને તે કામમાં “ગુજરાતનું પાટનગર ” ના લેખક શ્રીયુત રત્નમણિરાવની સેવા મદદગાર થઈ પડે.
દી. બા. કૃષ્ણલાલભાઇએ મન પર લીધું હોત તે ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો એક વિભાગ, હિન્દુરાજ્યનો ઈતિહાસ, ચાવડાવંશથી તે વાઘેલાવંશના અંત સુધીનો રા. બા. ગૌરીશંકર ઓઝાની સહાયતા મેળવી અથવા તેમના સામાન્ય તંત્રીપદ હેઠળ, લખાવવાની યોજના રજુ કરી શકત. ' ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું એ એક ઉજજવળ પ્રકરણ છે; અને તે માટે સાધનસામગ્રી પુરતી તેમ સમકાલીન સુભાગ્યે મળી આવે છે; અને વધારામાં તે યુગના ઇતિહાસના સારા અભ્યાસીઓ પણ મળી શકે એમ છે.
રા. બા. ગૌરીશંકરે એ યુગના સાધનોનું સારી રીતે અધ્યયન કરેલું છે, એટલું જ નહિ પણ કુમારપાળના સમય સુધીનો ઇતિહાસ-રેખાત્મક પણ વિશ્વસનીય લખી ચૂકેલા છે; અને દક્ષિણના ચાલુક્યનો ઇતિહાસ એમણે ઘણાં વર્ષો પૂર્વે રચેલો ઈતિહાસ રસિકોને સુપરિચિત છે.
* It is not too much to say that no future history of India can be correct or complete unless “it utilised these Marathi documents, which the Bombay Government have now made accessible to the students.”—Times of India, Ioth Sep. 1934.