________________
જ્ઞાન જૈનદર્શનમાં સ્વ-પર પ્રકાશક છે. પરંતુ આ સંબંધમાં દ્રવ્યાનુયોગમાં સ્પષ્ટ વર્ણન મળતું નથી. દર્શનગ્રન્થોમાં અને કુંદકુંદાચાર્યએ આનું સ્પષ્ટ વર્ણન કર્યું છે.` કુંદકુંદે ત્યાં જ્ઞાનની જેમ દર્શનને પણ સ્વ-પર પ્રકાશક માન્યું છે. ધવલા ટીકાકાર વીર સેનાચાર્યએ દર્શનને સ્વ-સંવેદન કે અંતરચિત્ પ્રકાશક માન્યું છે તથા જ્ઞાનને બાહ્ય પ્રકાશક સ્વીકાર કર્યો છે.` તેથી દર્શન સ્વ-પ્રકાશક અને જ્ઞાન પર - પ્રકાશક સિદ્ધ થાય છે.
અર્થાત્ જે સામાન્ય ગ્રહણ છે તે દર્શન છે તથા જે વિશેષ ગ્રહણ છે તે જ્ઞાન છે. દ્રવ્યાર્થિકનયથી દર્શન સામાન્યનું ગ્રહણ કરે છે તથા પર્યાયાર્થિક નયથી તે વિશેષનું ગ્રહણ કરે છે. વીરસેનાચાર્યએ આ માન્યતા પર આક્ષેપ કર્યો છે. તેમનું કથન છે કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોય છે. તેમાંથી સામાન્ય અને વિશેષનું ગ્રહણ અલગ-અલગ થતું નથી, પરંતુ એક સાથે થાય છે. વસ્તુને સામાન્ય અને વિશેષમાં વહેંચી ન શકાય. વીરસેનાચાર્યે સામાન્ય ગ્રહણને પણ દર્શન સ્વીકાર કર્યું છે, પરંતુ ત્યારથી સામાન્યનો અર્થ આત્મા કરી તે આત્મગ્રહણને દર્શન કહ્યું છે.ă વીરસેનના આ વિચાર પર પણ પ્રશ્ન ઊભો થાય છે કે જો આત્મગ્રહણને જ દર્શન કહેવામાં આવશે તો દર્શનના ચક્ષુદર્શન, અચક્ષુદર્શન આદિ ભેદ કેવી રીતે ઘટિત થશે.
દર્શન અને જ્ઞાનમાં શું અંતર છે તેને સિદ્ધસેનસૂરિએ આ પ્રમાણે સ્પષ્ટ કર્યું છે
"जं सामण्णगहणं दंसणमेयं विसेसियं नाणं ।
दोह वि णयाण एसो पाडेक्कं अत्थपज्जाओ ||"
જિનભદ્રગણિએ મતિજ્ઞાનનો એક ભેદ અવગ્રહને પરિભાષિત કરતા સામાન્ય ગ્રહણને અવગ્રહ કહ્યું છે. અહિંયા સિદ્ધસેન નિરૂપિત દર્શન-લક્ષણ અને જિનભદ્રગણિના અવગ્રહ લક્ષણમાં કોઈ ભેદ રહેતો નથી. કારણ કે બંનેમાં સામાન્ય ગ્રહણ વિદ્યમાન છે. આગમ તો દર્શન અને જ્ઞાનને ભિન્ન માને છે. માટે બંનેનો અલગ-અલગ પ્રયોગ થયો છે. બીજી વાત એ છે કે દર્શનગુણ દર્શનાવરણ કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રગટ થાય છે તથા જ્ઞાનગુણ જ્ઞાનાવરણકર્મના ક્ષય કે ક્ષયોપશમથી અભિવ્યક્ત થાય છે.
દર્શન અને જ્ઞાનમાં કેટલાક મૌલિક ભેદ છે, જેમકે - (૧) જ્ઞાન સાકાર હોય છે અને દર્શન નિરાકાર હોય છે. (૨) જ્ઞાન સવિકલ્પક હોય છે અને દર્શન નિર્વિકલ્પક હોય છે. (૩) પહેલા દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય છે. (૪) દર્શનાવ૨ણકર્મના ક્ષય કે ક્ષયોપશમથી દર્શન પ્રગટ થાય છે તથા જ્ઞાનાવરણકર્મના ક્ષય કે ક્ષયોપશમથી જ્ઞાન પ્રગટ થાય છે. (૫) વસ્તુના પ્રથમ નિર્વિશેષ સંવેદનને દર્શન કહેવામાં આવે છે તથા જ્ઞાનને સવિશેષ (સાકાર) સંવેદન કહી શકાય છે.
સામાન્ય ગ્રહણનો અર્થ સામાન્યનું ગ્રહણ ન કરી સામાન્યરૂપે ગ્રહણ કરવામાં આવે તો સિદ્ધસેન દ્વારા પ્રદત લક્ષણમાં આક્ષેપ ન રહે. દર્શનમાં વસ્તુનું ગ્રહણ સામાન્યરૂપથી અર્થાત્ નિર્વિશેષરૂપથી થાય છે. આમાં ભેદનું ગ્રહણ થતું નથી.
જ્ઞાનના પાંચ અને અજ્ઞાનના ત્રણ પ્રકાર છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે - (૧) આભિનિબોધિકજ્ઞાન (મતિજ્ઞાન), (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન. અજ્ઞાનના ત્રણ પ્રકાર છે - (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન અને (૩) વિભંગજ્ઞાન.
.
૨.
(૬) “સ્વ-પર વ્યવસાયિ જ્ઞાનું પ્રમાળ" - પ્રમાણ નયતત્વાલોક - ૧/૧
(૬) " अप्पाणं विणु णाणं गाणं विणु अप्पगो ण संदेहो ।
મ્હા સંપરપયાનું જાળું તદ હંસનું હોવિ ।।" - નિયમસાર - ૧૭૧
(अ) “अन्तर्बहिर्मुखयोश्चित्प्रकाशयोर्दर्शनज्ञानव्यपदेशभाजोरेकत्वविरोधात् ॥”
(બ) વિરસેનાચાર્યએ દર્શનને અંતરંગ ઉપયોગ અને જ્ઞાનને બહિરંગ ઉપયોગ કહ્યો છે.
3.
સન્મતિપ્રકરણ - ૨૦૧
૪. ધવલા, પુસ્તક-૧, પૃ. ૧૪૯
Jain Education International
23
For Private
Personal Use Only
- ધવલા, પુસ્તક - ૧, પૃ. ૧૪૬
- દૃષ્ટવ્ય, ધવલા પુસ્તક ૧૩, પૃ. ૨૦૮
www.jainelibrary.org