________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
બીજો માર્ગ જ નથી તેથી તમારી સ્ત્રી તમારા ઉપર વધારે પ્રેમ રાખે છે; તે પછી તમારી પણ સ્ત્રીને મરણ પછી બીજી ગતિ ન થવા પામે એવો જે નિયમ રાખ્યો હેય, તે તમે પણ સ્ત્રી તરફ અધિક પ્રેમ રાખશે એ વાત ખુલ્લી જ છે, અને તેમ છે તે પછી તમારી–પુરુષોની–બાબતમાં પણ તે નિયમ કેમ લાગુ નથી પડતો માત્ર કેવળ અબળા સ્ત્રીઓને માટે જ એ નિયમ શામાટે છે? તમે કાયદાના કર્તા છે, તેથી તમારે લહેર છે. તમારામાં બાહુબળ છે તેથી તમે અત્યાચાર કરી શકો છો; પણ યાદ રાખજો કે તે અન્યાયી કામ છે, મહા ધર્મવિરુદ્ધ કાર્ય છે ”
બંકિમ બાબુ શ્રેષ્ઠ સમાલોચક હતા. તેઓ રદ્દી સાહિત્યની જેવી તીવ્ર વ્યંગપૂર્ણ સમાર્ચના કરતા હતા, તે જ પ્રમાણે ઉપયોગી સાહિત્યની સુવિસ્તૃત અને મર્મસ્પર્શી સમાલોચના કરવામાં પણ પાછા પડતા ન હતા. સમાલોચના કરતાં તેઓ પોતાના પારકાનો વિચાર નહોતા કરતા. છેલ્લાં એક સો વર્ષમાં તે બંગાળામાં બંકિમચંદ્ર જે વિદ્વાન સમાલોચક કોઈ પેદા થયો નથી. તેમનું સમાલોચક પદ હજુયે ખાલી જોઇને શ્રીયુત રવીન્દ્રનાથે બહુ ખેદપૂર્વક “ સાધના” પત્રમાં લખ્યું હતું કે
જ્યારથી બંકિમબાબુ સમાચક પદથી દૂર થયા, તે દિવસથી આજપર્યંત કેાઈ તે પદને અધિકારી પેદા થયો નથી. તે સમયની સાહિત્ય જગતની અરાજકતાનું ચિત્ર હૃદયમાં અંકિત કરવાથી વાચક વર્ગ સમજી શકશે કે અમારો સાહિત્યસમ્રાટ્ કણ હતો ? અને તેના ગયા પછી રાજ્યભાર ગ્રહણ કરવા યોગ્ય કોઈ પણ વ્યક્તિ હાજર નથી.”
બંકિમચંદ્રને તીવ્ર સમાલોચક તરીકે લોકેના અપ્રીતિપાત્ર બનીને કેવી ગાળો ખાવી પડતી હતી તેનું એક દષ્ટાંત આપીશું.
એક નાટક બંગદર્શનમાં સમાલોચના માટે કોઈએ મોકલ્યું. બંકિમે બંગદર્શનમાં તે નાટકની જરા તીવ્ર સમાલોચના કરી. જેણે નાટક લખ્યું હતું તે ખાત્રીપૂર્વક માનતા હતું કે તેનું નાટક અત્યંત સુંદર છે, તેથી બંકિમે કરેલી સમાલોચનાથી તે નાખુશ થયો. બંકિમબાબુને ગાળો દેવાના ઇરાદાથી તે પિતાના એક સગાને શરણે ગયો. તે સગાનું એક માસિક પત્ર ચાલતું હતું, અને તેણે જરા ઠીક પ્રસિદ્ધિ મેળવી હતી. તેમાં વિલાયતના “પંચ' જેવાં વ્યંગપૂર્ણ ચિત્રો પણ આવતાં હતાં. વસંતકના સંપાદકે રડતા સગાનાં આંસુ લુછવા માટે વસંતકમાં એક ચિત્ર છાપ્યું. તેનું નામ “ સાહિત્યક્ષેત્ર” રાખ્યું હતું. તે સાહિત્યક્ષેત્રમાં એક જબરા શરીરવાળો સાંઢ અને થોડાં ઘેટાં ચીતર્યા હતાં. સાંઢની નીચે બંકિમચંદ્રનું નામ લખ્યું અને તે સાંઢ એક નાના ઘેટાની છાતીમાં ખોસેલા શીંગડા ઉપર “બંગદર્શન’ લખ્યું હતું. આ રીતે એક સમાલોચક બંકિમને કર્તવ્ય બજાવતાં ગાળો ખાવી પડતી હતી.
સૂક્ષ્મદશ કવિવર રવીન્દ્રનાથે સાધના પત્રમાં લખ્યું હતું કે “બંકિમચંદ્રના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com