________________
અધ્યાય ર૩ મો-સ્વજનપ્રીતિ
૧૫૭
પાસેથી પડાવી લઈને પણ તેને આપવું એવી ભાવના મનુષ્યોને તથા પ્રાણીઓને રહ્યા કરે છે. પુત્રના હિતમાં માતપિતાઓ પિતાનું જ હિત માને છે, અને તેથી ગમે તે રીતે પુત્રનું હિત સાધવા તૈયાર રહે છે. અનેક મનુષ્ય તથા પ્રાણીઓ આવી જ બુદ્ધિથી પ્રેરાઈને કામ કરે છે એમ કહેવાની જરૂર નથી. એટલા માટે અપત્યપ્રીતિની: યથાયોગ્યતા સાચવવા સર્વદા સાવચેત રહેવાની જરૂર છે. શિષ્ય –એવી સાવચેતી કેવી રીતે રાખવી ?
ગુરુ-હિંદુધર્મનું કિંવા પ્રીતિતત્વનું પેલું મૂળ સૂત્ર યાદ કર. “સર્વભૂત પ્રત્યે સમાનભાવ” સમાનપ્રીતિને સમાવેશ જાગતિકપ્રીતિમાં કરી દઈ અપત્યપાલન તથા રક્ષણ એ ઈશ્વરદ્દિષ્ટ કર્મ છે માટે જ તે આચરવા યોગ્ય છે એમ માનીને “જગદીશ્વરની. સેવા બજાવવા ખાતર આ કર્મ-કર્તવ્ય કરું છું, મને તેમાં ઈષ્ટ કે અનિષ્ટ જેવું કંઈજ નથી.” એવી બુદ્ધિ રાખીને કરવાગ્ય કર્મો કરવાં જોઈએ. જો આમ બની શકે તે સંતાનના પાલન તથા રક્ષણનો ધર્મ પણ નિષ્કામધર્મમાં પરિણત થઇ શકે. આવી રીતે નિષ્કામ ધર્મમાં યોજાવાથી મનુષ્ય એક તરફ પિતાનાં કર્તવ્યકર્મોને સુંદરભાવે કરી શકે તેમ બીજી તરફ શોક–મહાદિથી નિર્લિપ્ત રહી પાપ તથા દુષ્ટ વાસનાઓના પંજામાંથી પણ મુક્ત રહી શકે.
શિષ્યઃ-આપ શું આ સંતાનસ્નેહરૂપી વૃત્તિને ઉચ્છેદ કરી તે સ્થળે જાગતિક પ્રીતિને સ્થાપવાને ઉપદેશ કરે છે ?
ગુર–નહિ. હું કોઈ પણ વૃત્તિને ઉચછેદ કરવાનો ઉપદેશ કરતું નથી. એ વાત મારે પુનઃ પુનઃ ભાર મૂકીને જણાવવી જોઈએ. છતાં પાશવવૃત્તિ સંબંધે મેં જે કાંઈ કહ્યું છે તેનું ફરી સ્મરણ કર. પાશવવૃત્તિઓનું દમન કરવાને ઉપદેશ તારા સ્મરણમાં હોવા જોઈએ. સંતાનસ્નેહરૂપીવૃત્તિ એક પ્રકારની પરમ રમણીય તથા પવિત્ર વૃત્તિ છે. પાશવવૃત્તિ સાથે તેની સરખામણી કરીએ તો માત્ર એટલું જ મળતાપણું મળી આવે છે તે વૃત્તિ જેમ મનુષ્યોમાં દષ્ટિગોચર થાય છે તે જ પ્રમાણે પશુએમાં પણ દષ્ટિગોચર થાય છે. આવી વૃત્તિઓ સ્વતઃસ્કુર્ત (પિતાની મેળેજ સ્ફરવાવાળી) ખાય છે, એ વાત પુનઃ જણાવવાની જરૂર નથી. એટલા માટે સંતાનસ્નેહરૂપી પ્રીતિવૃત્તિ પણ સ્વતઃસ્કૃત છે, અને તેથી સમસ્ત માનસિક વૃત્તિઓ કરતાં તેનું બળ અતિ દુર્દમનાય છે, એમ પણ કહી દેવું જોઈએ. સંતાનપ્રીતિ ગમે તેટલી રમણીય તથા પવિત્ર હોય તો પણ તેની અનુચિત સ્કૃતિ ઘણીવાર વિક્તરૂપ થઇ પડે છે. સ્વતઃકુર્ત વૃત્તિને સંયમમાં રાખવામાં ન આવે તે તે એકદમ અનુચિતપણે બળવાન થઈ બેસે છે, એટલા માટે તેના ઉપર અંકુશ રાખવાની જરૂર છે. જો તેના ઉપર અંકુશ ન રહે તે તે વૃત્તિના પ્રવાહમાં ઈશ્વરભકિત તથા મનુષ્યપ્રીતિ પણ તણાઈ જાય છે. હું પૂર્વે જ કહી ગયો છું કે ઈશ્વરપ્રત્યે ભક્તિ તથા મનુષ્યો પ્રત્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com