Book Title: Dharmtattva
Author(s): Bhimji Harjivan
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 236
________________ ૧૮૦ ધર્મતત્વ પ્રમાણે અનુમાનજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ્ઞાનાર્જનીવૃત્તિઓની યોગ્ય સ્મૃર્તિ તથા ખીલવણી થવી જોઈએ. જેને આપણે જ્ઞાનાર્જનીવૃત્તિ કહીએ છીએ તેમાંની કેટલીક વૃત્તિને મન એવું નામ આપણું દર્શનશાસ્ત્રમાં આપવામાં આવ્યું છે, તથા કેટલીક વૃત્તિઓને બુદ્ધિ એવું પણ નામ આપવામાં આવ્યું છે. સંકલ્પવિકલ્પની એટલે કે વિચારક વૃત્તિઓને “મન” એવું નામ અપાયેલું છે અને નિર્ણયાત્મક વૃત્તિ બુદ્ધિ' નામથી ઓળખાય છે. એ પૈકી અનુમાનજ્ઞાનને માટે મનોમય વૃત્તિઓની જ સ્મૃતિ ખાસ કરીને જરૂરની છે. હવે કહે જોઈએ એ સવ્યાપી ચિદ્દને-ચૈતન્યને કેવી રીતે જાણી શકાય ? શિષ્ય:–અનુમાન પ્રમાણારા. ગુચ–એમ કહેવું તે ઠીક નથી. જેને બુદ્ધિ અથવા વિચારવૃત્તિ એવું નામ આપવામાં આવ્યું છે તેહારા–અર્થાત જ્ઞાનદ્વારાજ સતને જાણવું જોઈએ અને ધ્યાનઠારા “ચિતને જાણવું જોઈએ; પરંતુ ત્યારબાદ આનંદને કેવી રીતે જાણું ? શિષ્ય:-આનંદ, એ તે અનુમાનગમ્ય નથી, પણ અનુભવગમ્ય છે. આપણે આનંદને અનુમાનથી જાણી શકતા નથી, પણ અનુભવથી–ભોગથી–જાણી શકીએ છીએ. એ આનંદનો અનુભવ જ્ઞાનાર્જનીવૃત્તિથી એ અશક્ય છે. આનંદની પ્રાપ્ત અર્થે તે કોઇ એક ખાસ પ્રકારની વૃત્તિ જોઈએ. - ગુર–જે વૃત્તિની હું વાત કરવા માગું છું તેજ તે વૃત્તિ, અર્થાત “ ચિત્તરજિની' વૃત્તિ. તેના સમ્યક્ અનુશીલનથી જ આ સચ્ચિદાનંદમય જગત અથવા જગત્મય સચ્ચિદાનંદને સ્વરૂપાનુભવ થઈ શકે છે. જ્યાં સુધી તેવો અનુભવ ન થાય ત્યાંસુધી ધર્મ અપૂર્ણ લેખાય છે. ચિત્તરંજિની વૃત્તિની ખીલવણી ન થાય ત્યાંસુધી સંપૂર્ણ ધર્મની પ્રાપ્તિ થઇ, એમ કહેવાય નહિ. આપણા સર્વાંગસંપન્ન હિન્દુધર્મને ઇતિહાસ જે તું બરાબર લક્ષમાં લેશે તો આ વાત તું બહુ સારી રીતે સમજી શકશે. આપણું ધર્મમાં જેટલા જેટલા ફેરફાર થયા છે તે સર્વ હિંદુધર્મને સંપૂર્ણ બતાવવા માટે જ થયા છે, એમ તને લાગ્યા વિના રહેશે નહિ. આપણી પ્રથમાવસ્થામાં વેદસંહિતાને ધર્મ બહુ પ્રબળ હતું. તે ધર્મની આલોચના કરવાથી તને જણાશે કે જે કાંઇ શક્તિમાન, જે કાંઈ ઉપકારી અથવા જે કાંઈ સુંદર હોય તેની જ ઉપાસના કરવી એ આદિ વૈદિક ધર્મ હતો. તેમાં અલબત્ત આનંદને ભાગ યથેષ્ટ પ્રમાણમાં હતા, પરંતુ સત તથા ચિની ઉપાસનાને કિવા જ્ઞાન તથા ધ્યાનને પ્રાય: અભાવ હતે. એટલાજ માટે ઉપનિષદોએ તેમાં સુધારો કર્યો. ઉપનિષદ્દને ધર્મ પરબ્રહ્મની ઉપાસનાની વિધિ દર્શાવે છે. એટલા માટે તેમાં જ્ઞાન અથવા ધ્યાનને અભાવ નથી, પરંતુ આનંદનો અભાવ છે, x એમ તે મારે કહેવું જોઈએ. * આ બંને કથન યોગ્ય જણાતાં નથી. પરમાત્મા સચ્ચિદાનંદસ્વરૂપ છે, તે પછી આનંદ તે એના પેટામાં જ આવી ગયો. એ સચ્ચિદાનંદની નિત્યપ્રાપ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248