________________
૧૭ર
.
ધમતા
:
ચડીયાતા નથી, પરંતુ જેઓ એવું દાન કરતા હોય તેઓએ તેમાં પોતાની દાનવીરતા અથવા બહાદૂરી સમજી લેવી એ પણ ભૂલ છે. એવી દાનવૃત્તિથી દયાનું યથાર્થ અનુશીલન (અનુસરણ અને ખીલવણી) થઈ શકતું નથી. પોતે કષ્ટ સહીને પણ પરોપકાર કરે તે જ ખરૂં દાન છે. - શિષ્ય –જે આપણને કષ્ટ સહન કરવું પડે તે પછી શુભ વૃત્તિના અનુશીલનમાં સુખ રહેલું છે, એમ આપે કહ્યું તેને શું અર્થ ?
ગુ––શુભ વૃત્તિનું અનુશીલન (અનુસરણ અને વિકાસ) થવાથી તે કન્ટજ સુખના રૂપમાં ફેરવાઈ જાય છે. શ્રેષ્ઠ વૃત્તિઓ ભક્તિ-પ્રીતિ–દયા વિગેરેનું આ એક ખાસ લક્ષણ છે કે તેને અનુશીલનથી દુ:ખ પણ સુખરૂપે જ અનુભવાય છે. ઉક્ત વૃત્તિઓ સર્વ પ્રકારના દુ:ખને સુખમાં ફેરવી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. ધર્મ એજ સુખનો એકમાત્ર ઉપાય છે, એમાં શંકા રાખવા જેવું નથી. સંસારી મનુષ્યો જેને કષ્ટ કહે છે તેની ઉત્પત્તિ “આ મારું અને આ પારકું” એવા ભેદજ્ઞાનમાંથી જ થાય છે. ધર્માનુકૂળ આત્મ-પ્રીતિની સાથે યોગ્ય પ્રમાણમાં આત્મત્યાગ રહેલે હોય તે પછી તેમાં કષ્ટ કે દુ:ખ જેવું કશું જ જણાતું નથી. એટલું ખરું કે એવું પ્રત્યેક અનુષ્ઠાન-કર્તવ્ય કર્મ કે ઈશ્વરાનુદિત કર્તવ્ય નિષ્કામ ભાવથી કરવું જોઇએ.
હિંદુ શાસ્ત્રકારોએ દાનધર્મની જે સ્થાપના કરી છે, તેવિશે મને આ પ્રસંગે બોલવાનું પ્રાપ્ત થાય છે. હિંદુધર્મના કેટલાક સાધારણ દર્શનકારો કહે છે કે “દાન કરવાથી પુણ્ય થાય માટે દાન કરે.” કહેવાની જરૂર નથી કે આ સ્થળે પુણ્યને સ્વર્ગાદિ કામ્ય વસ્તુઓના ઉપાયરૂપે સૂચવવામાં આવ્યું છે. દાન કરવાથી અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય એટલા માટે દાન કરવું એવોજ સાધારણ હિંદુશાસ્ત્રકારોને મત હોય છે. આવા દાનને હું ધર્મનું નામ આપી શકતો નથી. સ્વર્ગની પ્રાપ્તિ માટે ધનનું દાન કરવું તેનો અર્થ માત્ર એટલો જ કે સ્વર્ગમાં રહેવાની સારી જગ્યા મળે એટલા માટે અત્યારથી જ મૂલ્ય આપીને ત્યાં જમીન ખરીદી લેવી. આ દાનને ધર્મ કહી શકાય નહિ. એ તે એક પ્રકારનો વેપાર અથવા વિનિમય છે. એવા વાણિજ્યવ્યાપારને ધર્મનું નામ આપવું ઠીક કહેવાય નહિ. ૪
દાન કરવું તે નિષ્કામપણેજ કરવું ઉચિત છે. નિષ્કામ દાન કરવાથી જ દયાવૃત્તિનું અનુશીલન થાય છે, અને દયાવૃત્તિના અનુશીલનથી પ્રીતિવૃત્તિનું પણ અનુશીલન થાય છે, તથા પ્રીતિના અનુશીલનથી ભકિતનું અનુશીલન થાય છે
* પરંતુ સ્વર્ગ સુખના હેતુથી પણ દાન કરવામાં આવે, એ કાંઇ પણ દાન ન કરવા કરતાં તે સારું જ છે. એટલું જ નહિ પણ એવાં દાન પણ વધતે વધતે નિસ્કામ કર્મમાં દેરવનારાં થઈ રહે છે, એ પણ ભૂલવું જોઇયે નહિ.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com