________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત સદ્દબોધ અને શુભ વિવારે આપવા એજ છે. જે લખાણ દેશબંધુઓ સમજી શકે તેવું ન હોય અથવા જે લખાણુથી દેશને કશે ઉપકાર થાય તેમ ન હોય તે લખવું નકામું છે.” - બંકિમચંદ્ર ગ્રંથલેખનની પ્રવૃત્તિ શરૂ કરી તે સમયે બંગાળી ભાષાની દશા તદ્દન કંગાળ હતી, પરંતુ તેમના સતત પ્રયત્ન અને ઉત્સાહનું પરિણામ એ થયું કે ભારતવર્ષની તમામ ભાષાઓમાં બંગાળી ભાષા સર્વોત્કૃષ્ટ પદ પામી! બંકિમચંદ્રની ભાષા સરળ, રસપૂર્ણ અને મર્મને સ્પર્શ કરનારી હતી. તેઓ પોતાના લેખમાં નવીનતા, સ્વાધીનતા અને સ્વદેશપ્રેમ છલછલ ભરી દેતા. બંકિમચંદ્ર સૈદર્યના પણું ઉપાસક હતા. પિતાના ગ્રંથમાં ભાષાસૌન્દર્ય તથા ભાવસૈન્દર્ય ભરવા ઉપરાંત તેઓ પિતાનાં પાત્રોનાં હૃદયોનું સૌંદર્ય પણ બહુ ઉત્તમતાથી અંકિત કરતા.
ઈ. સ. ૧૮૬૪ માં તેમની “ દુર્ગેશનંદિની” નામની નવલકથા પ્રકટ થઈ માત્ર એ એકજ પુસ્તકથી તેમની યોગ્યતા અને વિચારશીલતાને સારી રીતે ખ્યાલ આવી શકે છે. એ નવલકથાની અગાઉ ભારતવર્ષની તે સમયની પ્રચલિત ભાષાએમાં એવી સરસ નવલકથા એક પણ લખાઈ નહોતી. જો કે તે વખતે એ પુસ્તકનો એટલે બધે આદર થયે નહોતેપણ તેનું કારણ તે સમયના સમાજની અયોગ્યતાજ હતું. આજે પણ એવી નવલકથાઓ ગણી ગાંઠી જ મળી આવશે કે જે દુર્ગેશનંદિનીના જેટલી લોકપ્રિયતા પામી હાય !
સાહિત્ય-ઉદ્યાનના ચતુર માળી થવાનું સુભાગ્ય જેને પ્રાપ્ત થયું છે અથવા જેનું મન સદૈવ સાહિત્ય-સરોવરનાં કમલની મધુર સુગંધીથી મસ્ત બનવા લાગ્યું છે, તેને તે સાહિત્ય સિવાયનાં સ્વર્ગીય સુખ પણ તુચ્છજ લાગે છે. આ નિયમ પ્રમાણે બંકિમબાબુ પણ સરકારી નોકરીથી સદૈવ ઉદાસ રહ્યા કરતા. તેઓ વારેવાર કહેતા કે, “સુખપૂર્વક નિર્વાહ ચાલે એટલી સગવડ થતાંજ હું નેકરી છોડી દઈશ.” છેલે તેમને પોતાની દીર્ઘકાળની મનોવાંછના પૂર્ણ કરવાને વેગ મળ્યો. સરકારી નોકરીમાંથી પેન્શન લઈ તેમણે પોતાને ઇચ્છિત વિષય હાથમાં લીધે.
ઇ. સ. ૧૮૭૨ માં બંગાળીઓનું જીવન સર્વસ્વ “બંગદર્શન’ બંકિમબાબુ તરફથી પ્રકટ થતાંજ બંગાળીઓની મેહનિદ્રાને ભંગ થયો હતો. અંગ્રેજી ભાષા જાણનાર જે જે બંગાળીઓને માતૃભાષામાં ચિત્તને વિનોદ આપે એવી સામગ્રી મળતી નહતી, તેમજ જેઓ માતૃભાષાની ઉપેક્ષા કરતા હતા, તે બધા “બંગર્શન’ નું સરસ મનમોહક સ્વરૂપ જોઈ દંગ થઈ ગયા, અને પોતાના મિથ્યાભિમાનપર તેમને પશ્ચાત્તાપ થવા લાગ્યો. “બગદર્શન” માં આવતા દર્શન, વિજ્ઞાન, -ઇતિહાસ, વાર્તા વગેરે વિવિધ પ્રકારના વિષયે વાંચીને જ રસ્તો ભૂલેલા અનેક લેકે માતૃભાષામાં ગ્રંથસામગ્રી વધારવા–માતૃભાષાની સેવા કરવા તત્પર થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com