________________
અધ્યાય ૧૦ મો–મનુષ્યભક્તિ
૭૩
વૃત્તિવિષે વિવેચન કરે તે લક્ષપૂર્વક સાંભળ. જે અર્થમાં વૃત્તિને નિષ્ણ કહેવામાં આવે છે, તેથી છેક જૂદાજ અર્થમાં અમુક વૃત્તિઓને ઉત્કૃષ્ટવૃત્તિ કહેવામાં આવે છે. દાખલાતરીકે ભક્તિ-પ્રીતિ વગેરે. - શિષ્ય –ભક્તિ અને પ્રીતિ એ ઉભય વૃત્તિઓ શું જૂદી જૂદી છે? ઈશ્વરમાં જે પ્રીતિને આરોપ થાય તેને ભક્તિ કહેવાય એમજ હું તો માનું છું.
ગુરુ-તારી એ માનીનતાવિષે મારે વાંધો ઉઠાવવાની જરૂર નથી; પરન્તુ અનુશીલન તત્ત્વ સમજતી વખતે તેને પૃથક્ પૃથક્ એાળખવાથી બહુ સરળતા થાય તેમ છે. ખરું પૂછે તે ઈશ્વરમાં જે પ્રીતિનું આરોપણ થાય તેને જ ભક્તિ કહેવાય એવું પણ નથી. મનુષ્યો--અર્થાત રાજા, ગુરુ, પિતા, માતા તથા સ્વામી વિગેરે પણ ભક્તિને પાત્ર છે. તે સિવાય એમ પણ બનતું જોઈએ છીએ કે અનેકેને ઈશ્વર પ્રત્યે બીલકુલ ભક્તિભાવ નથી હેતે, છતાં પ્રીતિ તે હોય છેજ.
ઈશ્વરભકિતની વાતને હાલ તુર્તમાં રહેવા દે. પ્રથમ મનુષ્યતિવિષે જે કહું તે સાંભળી લે. આપણું કરતાં જે ઉત્કૃષ્ટ હોય અને જેની ઉત્કૃષ્ટતા આપણને ઉપકારક થઈ શકે તેજ આપણી ભકિતને પાત્ર બની શકે છે, એ ભક્તિને એક સામાન્ય નિયમ છે. ભકિતની સામાજીક આવશ્યકતા મુખ્ય બે કારણેને આભારી છે. (૧) ભકિત સિવાય નિકૃષ્ટ મનુષ્ય ઉત્કૃષ્ટ મનુષ્યનું અનુસરણ કરી શકે નહિ. અને (૨) જે નિકૃષ્ટ મનુષ્ય ઉત્કૃષ્ટ મનુષ્યને અનુસરી શકે નહિ તે સમાજમાં ઐકય રહી શકે નહિ. સમાજનાં બંધને તૂટી જાય તો સમાજની ઉન્નતિ થઈ શકે નહિ, એ વાત સહેલાઈથી સમજાય તેમ છે. - હવે મનુષ્યમાં કાણું કોણ ભક્તિને પાત્ર હોઈ શકે તેવિષે વિચાર કરીએ. (૧) પિતામાતા આપણું ભકિતને પાત્ર છે. તેઓ આપણું કરતાં શ્રેષ્ઠ છે, એ વાત સમજાવવામાં બહુ સમય વીતાવવાની જરૂર નથી. ગુરુ આપણું કરતાં જ્ઞાનમાં શ્રેષ્ઠ છે, અર્થાત આપણને જ્ઞાન આપનાર છે, અને તેથી તે પણ ભક્તિને પાત્ર છે. વસ્તુતઃ જે ગુરુ ન હોય તો મનુષ્યો મનુષ્યત્વજ પ્રાપ્ત કરી શકે નહિ. શારીરિકી વૃત્તિનો વિષય ચર્ચતાં પ્રસંગોપાત એ વાત હું તને કહી ગયો છું, એટલા માટે ગુરુ તે ખાસ કરીને ભક્તિને પાત્ર છે, એમ વિસ્તારપૂર્વક સમજાવવાની જરૂર નથી. હિંદુધર્મ સર્વતત્ત્વદર્શ છે, એથી કરીને ગુરુભક્તિ ઉપર ભાર મૂકવામાં હિંદુધર્મ જેટલું અભિમાન લઇ શકે તેટલું અભિમાન બીજો કોઈ ધર્મ લઈ શકે તેમ નથી. પુરોહિતઅર્થાત આપણા કલ્યાણને અર્થ ઈશ્વરની પાસે જે નિત્ય પ્રાર્થના કરે, આપણું હિતને માટે સર્વદા સર્વ પ્રકારના પ્રયત્ન કરે, અને આપણું કરતાં પણ જે અધિક પવિત્ર તથા ધર્માત્મા હોય તે પણ ભકિતને પાત્ર છે. જે મનુષ્ય કેવળ પેટની ખાતરજ પુરોહિતને ધંધો કરતે હોય તે વ્યક્તિને પાત્ર નથી. સ્ત્રીના કરતાં સ્વામી દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com