________________
અધ્યાય ૧૨ મો-ઈશ્વરભક્તિ-શાંડિલ્ય
સગુણવાદને પ્રથમ પ્રવર્તક જે કઈ હોય તે તે શાંડિલ્યજ હેવા યોગ્ય છે, અને બીજી વાત એ કે ઉપાસનાને પ્રથમ પ્રવર્તક જો કોઈ હોય તે તે પણ શાંડિલ્યજ હો જોઇએ. ભક્તિ સગુણવાદ વિના ટકી શકે નહિ, એ વાત તો બહુ સરળતાથી. સમજાય તેવી છે. શિષ્ય:-તે શું સમસ્ત ઉપનિષદે નિગુ ણવાદી હશે ?
ગુરુ – ઈશ્વરવાદીઓમાં કોઈ યથાર્થ નિર્ગુણવાદી હશે કે નહિ તે માટે મને શકે છે. વસ્તુતઃ યથાર્થ નિગુણુવાદીઓને નાસ્તિક કહીએ તોપણ ખોટું નથી. જ્ઞાનવાદીઓએ માયાનામક એક ઈશ્વરી શકિત હોવાની કલ્પના કરી છે, અને. જગતની ઉત્પત્તિમાં તેને જ કારણભૂત માની છે. તેઓ કહે છે કે આ માયાને લીધે જ આપણે ઇશ્વરને જાણી શકતા નથી, માયાથી મુકત થઈ શકાય તે જ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય અને બ્રહ્મમાં તલ્લીન બની શકાય. મતલબ કે જ્ઞાનવાદીઓ પાસે ઈશ્વર એક માત્ર ય–જાણવાયેગ્ય વસ્તુ જ બની રહે છે. બ્રહ્મવિષયક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધનાની અગત્ય તેઓએ સ્વીકારી છે. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એ રીતે છ પ્રકારની સાધના * તેઓએ પ્રબોધી છે. ઇશ્વર સંબંધી શ્રવણ, મનન અને નિદિધ્યાસન સિવાય અન્ય વિષયનું ચિંતન ત્યજી દઈ અન્તરિન્દ્રિયોનો નિગ્રહ કરવો તેને શમ કહેવામાં આવે છે. ત્યાર પછી બાહ્ય ઇન્દ્રિ, યોના નિગ્રહને દમ કહેવામાં આવે છે. વિષયોમાંથી પાછી વાળેલી બાહ્ય ઇન્દ્રિયોના દમનપૂર્વક અને વિધિપુર:સર વ્યાવહારિક ધર્મોને પરિત્યાગ કરે તેને ઉપરતિ કહેવામાં આવે છે. ટાઢ-તડકે વિગેરે કષ્ટ સહન કરવાં તેને તિતિક્ષા કહેવામાં આવે છે. દમનની દઢતાને સમાધાન અને ગુરુવાજ્યાદિમાં વિશ્વાસ રાખવો તેને શ્રદ્ધા કહેવામાં આવે છે. પ્રત્યેક શાસ્ત્રમાં આ પ્રમાણે જ છ સાધનાઓનું નિરૂપણ કર્યું છે એમ માની લેવાનું નથી. તથાપિ ધ્યાન-ધારણું અને તપસ્યાદિને જ્ઞાનવાદીઓએ પ્રાયઃ પ્રાધાન્ય આપ્યું છે એમ કહેવામાં હરકત નથી. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાનવાદીઓ પણ ઉપાસનાનો સ્વીકાર કર્યા વિના રહી શક્યા નથી. સાધારણ રીતે જેને ઉપાસના કહેવામાં આવે છે તેને એક રીતે અનુશીલન કહીએ તો તે અયોગ્ય નથી, પરંતુ તે ઉપાસનાને સંપૂર્ણ તે નજ લેખી શકાય એ વાત હું તને પૂર્વે કહી ચૂક્યો છું. ભક્તિદ્વારા પ્રકટેલી ઉપાસના એજ યથાર્થ ઉપાસના છે. ભક્તિત
ત્ત્વની વિસ્તૃત વ્યાખ્યા કરતાં જ્યારે ગીતકત ભકિતતત્વ તને સમજાવીશ ત્યારે આ વિષય બની શકશે તેટલે સ્પષ્ટ કરીશ.
* બ્રહ્મજ્ઞાનમાં પ્રવેશવા ઇચછનાર માટે વિવેક, વૈરાગ્ય, સંપત્તિ અને મોક્ષેચ્છા એ ચાર સાધનોથી સંપન્ન હોવાની આવશ્યક્તા કહેલી છે તે પૈકી ષટ સંપત્તિ નામક સાધનને જ આ છ પ્રકારની સાધનારૂપે આ સ્થળે વર્ણવેલું જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com