________________
૧૩૮
ધર્મતસવ
જીવન બંધાય છે, એમ કહું તો અયોગ્ય નથી. આ પરિવાર એજ આપણી પ્રીતિ વૃત્તિને કેળવવાનું પ્રથમ અને મેગ્ય શિક્ષાસ્થળ છે; કારણ કે જે ભાવને આપણે વશીભૂત થઈ અન્યની ખાતર આત્મત્યાગ કરવાને તૈયાર થઈએ તેનું નામજ પ્રીતિ. એવી પ્રીતિની સામાન્ય વ્યાખ્યા છે. પુત્રાદિને અર્થે આપણે આત્મત્યાગ કરવા નિત્ય તૈયાર રહીએ છીએ, એટલામાટે સંસારમાં આપણી પ્રીતિવૃત્તિને ખીલવાનો પ્રથમ પ્રસંગ ત્યાં જ પ્રાપ્ત થાય છે. ધાર્મિક પુરુષો પારિવારિક જીવનની મહત્તા ગાય છે, તેનું પણ એજ કારણ છે. હિંદુશાસ્ત્રકારોએ વિદ્યાર્થી અવસ્થામાંથી પસાર થયા પછી ગૃહસ્થાશ્રમમાં જોડાવાનું ફરમાવ્યું છે, તેનું પણ એજ કારણ છે. - જે પારિવારિક જીવનમાં 5 અંશે પ્રીતિવૃત્તિનું અનુશીલન (ખીલવણી) થાય છે તે તે પ્રીતિવૃત્તિ પરિવારની સીમાબહાર વિસ્તરવાનો રવાભાવિક રીતે પ્રયત્ન કરે છે. હું પૂર્વે કહી ગયો છું કે અન્યાયશ્રેષ્ઠ વૃત્તિઓની માફક પ્રીતિવૃત્તિ પણ અતિશય કુરણક્ષમ એટલે કે અધિક વિસ્તાર પામવાના સ્વભાવવાળી હોય છે, અને તેથી તે ગૃહ અથવા પરિવારની નાની નાની દીવાલને તેડી નાંખી બહાર નીકળવાને પ્રબળ પ્રયત્ન કરે છે. આવી રીતે આ પ્રીતિવૃત્તિ જ્યારે વિશેષ વિકસીત થતી જાય છે, ત્યારે તે ક્રમે ક્રમે બંધુવર્ગ, નેહીવર્ગ, અનુચરવર્ગ તથા આશ્રિતવર્ગ પ્રત્યે પણ ગતિમાન થાય છે અને તે પ્રસંગે પણ જે તેનું બરાબર અનુશીલન (ખીલવણી) થાય તો તે સ્વાભાવિક રીતે ગામનાં મનુષ્યો, પ્રાંતનાં મનુષ્યો અને છેવટે દેશનાં મનુષ્યો ઉપર પણ ફરી વળે છે. આ પ્રમાણે પ્રીતિવૃત્તિ જ્યારે સમસ્ત દેશનાં મનુષ્યો ઉપર વિસ્તાર પામે છે, ત્યારે તેને “દેશવાત્સલ્ય” ના નામથી ઓળખવામાં આવે છે. આ અવસ્થામાં એ પ્રીતિ બહુજ બળવાન બને છે, અને બનાવી પણ જોઈએજ. આ પ્રીતિવડે દેશની પ્રજાનાં અનેક માંગલિક તથા કલ્યાણુકારક કાર્યો થયાં છે તથા થાય છે. યુરોપિયન પ્રજામાં આ પ્રીતિવૃત્તિનું બહુજ પ્રાબલ્ય જોવામાં આવે છે, અને એજ પ્રબળતાને લીધે તે પ્રજા આજે ઉન્નતિના શિખરે પહોંચી છે.
શિષ્ય યૂરોપમાં એવી પ્રબળ સ્વદેશપ્રીતિ જોવામાં આવે છે અને આપણું દેશમાં નથી જોવામાં આવતી તેનું શું કારણ હશે ? | ગુસ–મેં એ વિષે બહુ ગંભીરતાપૂર્વક વિચારે કરી જોયા છે. યૂરોપને ધર્મ વિશેષ કરીને આધુનિક યુરોપને ધર્મ-આપણું હિંદુધર્મ એટલે ઉન્નત નથી; એમ મને વિચાર કરતાં લાગ્યું છે. આ વાત તારી બુદ્ધિમાં ઉતરે તેટલા માટે મારે જરા વિસ્તારથી બેલિવું પડે તેમ છે.
પ્રીતિવૃત્તિની સ્કૃતિ (ખીલવણી) દેશવાત્સલ્યપર્યત પહોંચે એટલે તેને પ્રીતિની અંતિમ સીમારૂપે માની લેવી એ એક ગંભીર ભૂલ છે. દેશવાત્સલ્યની ઉપર પણ પ્રીતિને માટે એક પગથીઉં ચડવાનું બાકી હોય છે. સમસ્ત જગત ઉપર પ્રીતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com