________________
ધર્મતત્વ
શિષ્ય પહેલાં મને એ વાત કહો કે શું ચિરકાળથી જ ભકિતવાદને હિંદુધર્મના એક અંશરૂપે માનવામાં આવ્યો છે ?
ગુ –ના, તેમ નથી. વૈદિક ધર્મમાં ભક્તિ નથી. હું ધારું છું કે વૈદિક ધર્મથી તું પરિચિત હઈશજ. સાધારણ ઉપાસકોની સાથે ઉપાસ્ય દેવનો જે સંબંધ આજકાલ આપણી નજરે પડે છે તેવો જ સંબંધ વૈદિક યુગમાં હતા. “ હે પ્રભુ ! મારા અર્પણ કરેલા આ સોમરસનું આપ પાન કરો, હવિ ભજન કરો અને મને ધન આપે, સંપત્તિ આપે, પુત્ર આપ, ગાય અપ, ધાન્ય આપે, તથા મારા શત્રુઓને પરાભવ કરે. " વિગેરે. આગળ વધીને બહુ બહુ તો તેઓ એટલે સુધી પ્રાર્થના કરતા કે–“ હે પ્રભુ! મારાં પાપનો ધ્વંસ કરે.આ પ્રમાણે દેવને પ્રસન્ન કરવાની ઇચ્છાથી વૈદિક યુગમાં લોકે યજ્ઞો વિગેરે કરતા. એવી રીતે કામ્ય વસ્તુની પ્રાપ્તિ અર્થે જે યજ્ઞાદિ કરવા તેને કામ કર્મ કહેવામાં આવે છે. જે ઉપાસનામાં કામ્ય કર્મોની મુખ્યતા હોય તેને સાધારણ રીતે “ કર્મ ” કહેવામાં આવે છે. “ તમે અમુક કામ કરશે તે તમને અમુક ફળ મળશે, માટે તમારે અમુક જ કર્મ કરવું,” એવી રીતની ધર્મ કરવાની પદ્ધતિને કર્મ કહેવાય. વૈદિક યુગના છેલા સમયમાં આવી રીતના કર્માત્મક ધર્મનું બળ બહુ વધી પડયું હતું. માયાની પ્રબળતા એટલે સુધી વધી પડી હતી કે ધર્મના યથાર્થ મર્મને છેક લોપ થઈ જાય એ પ્રસંગ આવી પહોંચ્યો હતો. બરાબર એ જ સમયે કેટલાક પ્રતિભાશાળી પવિત્ર પુર
ને વિચાર થયો, કે આ કર્માત્મક ધર્મ એજ યથાર્થ ધર્મ હોય એમ બને નહિ. તેઓએ વિચાર કર્યો કે વૈદિક દેવ-દેવીઓની કલ્પનામાત્રથી જ આ જગતનું અસ્તિ– બરાબર સમજાય નહિ. આ સર્વ કલ્પનાઓની પાછળ એક અનંત અને અય કારણ અવશ્ય હોવું જોઇએ. આ કારણની તપાસ કરવા તેમણે પ્રયત્નો શરૂ કર્યા. લોકોની શ્રદ્ધા પણ ધીમે ધીમે કર્મ ઉપરથી ખસવા લાગી. છેવટે ત્રણ પ્રકારના વિપ્લવ (યુગાંતર–અથવા ઉથલપાથલ) આ દેશમાં ઉપસ્થિત થયા, કે જે વિપ્લવની સત્તા હજી પણ આપણા દેશમાં પ્રચલિત છે. એ ત્રણ પ્રકારના વિપ્લવેમાં એક વિલવ ચાર્વાકદ્વારા ઉપસ્થિત થયો. તેમણે એવા ઉપદેશની શરૂઆત કરી કે સઘળા કર્મકાંડો મિથ્યા છે. બસ, ખાઓ, પીઓ અને મોજ-મજા ભોગ. બીજે સંપ્રદાય બુદ્ધ અથવા શાક્યસિંહે ઉત્પન્ન કર્યો. તેણે કહ્યું કે-કર્મનું ફળ અલબત્ત માનવા યોગ્ય છે, પરંતુ કર્મ એજ દુઃખના કારણભૂત છે. કર્મને લીધે જ પુનર્જન્મો લેવા પડે છે, માટે કર્મનેજ નાશ કરે. વિવિધ તૃષ્ણાઓને શાંત કરી ચિત્તસંયમપૂર્વક અષ્ટાંગધર્મના માર્ગે પ્રવૃત્તિ કરી નિર્વાણ પ્રાપ્ત કરે. ત્રીજો વિપ્લવ દાર્શનિકેદારા ઉપસ્થિત થયે. તેઓ પ્રાયઃ બ્રહ્મવાદી હત્તા. તેમને જણાયું કે તેઓએ જગતના અનંત કારણભૂત જે ચૈતન્યની શોધ કરવા માંડી હતી તે તત્ત્વ અતિશય દુય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com