________________
૧૨
તે અવસર શું વારંવાર આવે ખરે કે? એટલે જેમ તેવી પીઠ અને તે અવસર આ બને વારંવાર મળવા દુર્લભ છે, તેમ મનુષ્યપણું પણ વારંવાર મળવું (તેથી પણ) વધારે દુર્લભ છે. માટેજ સમ્યગ્દષ્ટિ મહદ્ધિક દેવે પણ આ મનુષ્યપણને ચાહે છે. આ દેવામાં કેટલાએક ભાવી તીર્થકરના પણ જી હાય છે. તેમને મનુષ્યપણું પામવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. તેઓ એમ વિચારે છે કે જ્યારે અમે મનુષ્યપણું પામશું? અને સર્વવિરતિ ચારિત્રની સાધના કરતાં કરતાં ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઈ ચારે ઘાતી કર્મો (જ્ઞાનાવરણીયદર્શનાવરણય–મેહનીય અંતરાય) ને નાશ કરીને કેવલજ્ઞાન પામીને પિતાનો ઉદ્ધાર કરવા સાથે બીજા પણ ભવ્ય જીને સંસાર સમુદ્રનો પાર પમાડીશું ! આથી સહજ સમજાય છે કે મનુષ્યપણું દુર્લભ છે. એમાં પણ આર્ય દેશ અને ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. કારણ કે અનાર્ય છે અને નીચ કુલમાં જન્મેલા જ અજ્ઞાન અને મેહને લઈને માનવ જન્મ પામ્યા છતાં પણ તેને હારી જાય છે.
૨ શ્રતિ–શ્રી જિનેશ્વર પ્રભુની દેશના સાંભળવાથી મનુષ્ય જન્મને સફળ કરવા માટે આપણે કઈ કઈ ફરજ બજાવવી જોઈએ, એ બધું સમજી શકાય છે. અને તે પ્રમાણે વર્તીને માનવભવ સફલ કરી શકાય છે. આ મુદ્દાથી એમ કહ્યું કે મનુષ્યપણામાં શ્રી તીર્થકર પ્રભુની દેશના સાંભળવી એ દુર્લભ છે.
૩ શ્રદ્ધા–પુણ્યના ઉદયે કેઈકે છેમનુષ્યપણું પામીને શ્રીતીર્થકરની દેશના સાંભળે ખરા, પણ તે પ્રભુદેવને વચન ઉપર શ્રદ્ધા ન હોય તે તે સાંભળવું નકામું છે. એટલે જે ભવ્ય જીવે શ્રદ્ધા પૂર્વક પ્રભુની દેશના સાંભળે, તેઓ યથાર્થ શર્મારાધન કરીને માનવ ભવ સફલ કરી શકે છે. આ મુદ્દાથી એમ કહ્યું કે શ્રદ્ધા ગુણ પામવો દુર્લભ છે. પ્રભુ શ્રી તીર્થંકરદેવે કહેલી પદાર્થ તત્વની બીના સાચી જ છે. તેમાં સંદેહ રખાય જ નહિ કારણ કે પ્રભુદેવે અસત્યના બધા કારણેને નાશ કર્યો છે. આવી જે ભાવના તે શ્રદ્ધાં કહેવાય.
૪ સંયમ–પહેલાં ત્રણ વાનની જે દુર્લભતા જણાવી, તે ઉપરથી એ સમજવું કે તે ત્રણે સાધનો સંયમના મદદગાર છે. એટલે મનુષ્ય ભવમાં શ્રી ગુરૂ મહારાજના સમાગમથી પવિત્ર વાણી સાંભળીને શ્રદ્ધા ગુણ પ્રકટ થાય, પણ સંયમની ખામી હોય તે મુક્તિપદ ન પામી શકાય. સંયમ (ચારિત્ર) ગુણ પણ હેજે પમા નથી, પણ સમ્યગ્દર્શન ગુણને પામતી વખતે જે સાત કર્મોની પપમના અસંખ્યાતમા ભાગે કરી ન્યૂન એક કડાછેડી સાગરોપમની સ્થિતિ હતી, તેમાંથી જ્યારે બે થી નવ પલ્યોપમ પ્રમાણ સ્થિતિ ઓછી થાય, ત્યારે દેશવિરતિ ગુણ પ્રકટ થાય છે. અને તે ઉપરાંત જ્યારે સંખ્યાતા સાગરેપમ પ્રમાણ સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિ ચારિત્ર ગુણ પ્રકટ થાય. આ કારણથી
૧. તેટલી સ્થિતિવાલા કર્મદલિકે २ सम्मत्तमि य लध्धे पलियपुहुत्तेण सावओ हुज्जा ॥
चरणोवसमसयाणं-सागरसंखंतरा हुंति ।। १ ॥ प्रथमपंचाशके ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org