________________
| નમ: વિહિર ! ॥ णमो विमलबंभ वेरधारग सुग्गहियणामधिज-तित्थुद्धारग-छत्तीसगुणपरिकलिय पंच पत्थाणमय-सूरिमंतसमाराहग-परमगुरु-परमोवयारि-परमपुज्ज-पुज्जवरविणारदायरिय
पुरंदर-सिरिविजयणेमिसूरीणं ॥
છે પતાવના |
|રારિવૃત્ત / ठियप्पाणं पोयं भवजलहिमज्ञ समिवरं । सयायाराहारं सयइसयसंपुण्णनिलयं ॥ पमाएणं हीणं दिणयरमिहं तित्थगयणे । णमेमो णेमीसं मविहिययरं सरिपवरं ॥ १ ॥
લકેર કલ્પવૃક્ષ સમાન શ્રી જૈનેન્દ્રશાસન રસિક ધર્મવીર બંધુઓ! માનવજીવન રૂપી અમૃતફલ એ એ ઉત્તમમાં ઉત્તમ પદાર્થ છે કે જેની મીઠાશની આગળ બીજા તમામ મિષ્ટ પદાર્થોની મીઠાશ ઉતરતી કેટીની જ ભાસે છે. પરંતુ તેને યથાર્થ અને પૂરેપૂરો સ્વાદ લેનારા પુણ્યશાલી આ જગતમાં વિરલા જ હોય છે. જે ભવ્ય જીવો કર્મ બંધના કારણેને ધ્યાનમાં રાખીને નિરંતર પરમ ઉલ્લાસથી સંવર ભાવની સાધના કરે છે, તેઓ જ માનવજીવન રૂપી અમૃતફલને સંપૂર્ણ સ્વાદ લઈ શકે છે. આવા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવમાં સૌથી પહેલા નંબરના પ્રભુ શ્રી તીર્થકર દેવે ગણી શકાય. કારણ કે એ દેવાધિદેવ ભગવંતે મુક્તિના જે ચાર પરમ અંગ (કારણ) છે, તેની સંપૂર્ણ સાધના કરીને પિતાને ઉદ્ધાર કરે છે, અને નિઃસ્પૃહ ભાવે દેશના દઈને સંસાર રૂપી સમુદ્રમાં બૂડતા બીજા ભવ્ય જીને પણ તારે છે. મુક્તિપદને દેનારા ચાર પરમ અંગે (મુખ્ય કારણે) ની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી
૧ મનુષ્ય પણું–ચાર ગતિમય સંસારની અંદર ઇંદ્રપણું, ચક્રવત્તિપણું વિગેરે ઘણું વાર પામી શકાય છે, પણ મનુષ્યપણું વારંવાર પામી શકાતું નથી. આપણે વ્યવહારમાં પણ નજરે નજર જોઈએ છીએ કે રૂ કાપડ વિગેરે પદાર્થોના વ્યાપારની પીઠ (મસમ) વારંવાર આવતી નથી, અને સારા વખતમાં જે દાન ધર્માદિની સાધના થઈ ગઈ હેય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org