________________
ઉડે ઉડે પણ જમીનમાં હાડકું રહેવું ન જોઈએ. અસ્થિ રહે છે તે જગ્યાએ સુખ-શાંતિ ન મળે. જે જમીનમાં હાડકું રહી ગયું હોય તે તે ઉપર બંધાવેલ ઇમારતમાં સુખ-શાંતિ ન મળે. ભીલડિયાજીના દેરાસરનો કઈ રીતે ઉદ્ધાર થયો ન હતેછેવટે જ્યોતિષના જાણકારના કહેવા મુજબ દેરાસરની બધી જમીન ખેદાવી તે ત્યાં હાડકાંના ઢગલે ઢગલાં નીકળ્યાં. આટલાં બધાં હાડકાં આવ્યાં ક્યાંથી? એક વખત ભીલડિયાજી એક મોટું શહેર હતું. તે આખું સળગી ગયું. તે ગામ સળગી જવાનું હતું તેની ખબર એક આચાર્ય મહારાજને પડી ગઈ. પણું ચાતુર્માસ પૂર્ણ થયા વગર વિહાર થાય કેવી રીતે? પણ સદભાગ્યે તે વખતે બે કારતક માસ હતા. તેમણે બધા આચાર્ય સાધુ-ભગવંતને એકઠા કર્યા. આવી પડનાર આફતની આગાહી કરી. અને તેથી
આપદ્ધર્મ રૂપે પહેલા કારતક સુદ પુનમે ચાતુર્માસની પુર્ણા હૂતિ ગણી લઈને વિહાર કરવાની 8 જરૂર જણાવી. પણ હજુ બીજે કારતક માસ બાકી હતું, તેથી કેટલાકે તે અધિક માસ પૂર્ણ કરે 4 થયા પછી વિહાર કરવાને નિરધાર કર્યો. આથી જે કેટલાક વહેલો વિહાર કરી ગયા તે ઉગરી જી
ગયા. આખા ગામમાં ભયંકર આગ લાગી. ગામ બળીને ખાખ થયું. જે સાધુઓ નીકળી
ગયા તે ઉગરી ગયા. બાકીનાનો આગ્રહ હતું કે બીજા કારતકે ચતુર્માસ પૂર્ણ થયા બાદ 88 વિહાર કર. તેઓ બધા બળી ગયા. ત્યાંથી જે જૈને બહાર નીકળી ગયા તેઓએ રાધનપુર 288