________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
११७८
तस्यैव तथाभवनायोगात्, योगेऽप्यभ्युपगमप्रकोपादिति ॥
(३०) अथ तुलोन्नामावनामवद्धेतुविनाशकाले कार्योत्पादान्नायं दोष इति समाधिरास्थीयते । तत्रापि वक्तव्यम्-कोऽयं हेतुविनाशः ? किं हेतुस्वभाव एव, यथाऽऽहुः
- ચીરહ્યા છે .... कारणस्य तथा-कार्यतया भवनायोगात्, योगेऽपि तत्तत्स्वभावतया अभ्युपगमप्रकोपाવિતિ |
___ अथ तुलोन्नामावनामवदिति निदर्शनम् । हेतुविनाशकाले कार्योत्पादात् कारणात् नायं दोषः-अनन्तरोदित इति समाधिरास्थीयते । तत्रापि-समाधौ वक्तव्यं भवता-कोऽयं हेतुविनाशो नाम ? किं हेतुस्वभाव एव हेतुविनाशो यथाऽऽहुः तार्किकचूडामणयः
ના અનેકાંતરશ્મિ - કે તેમાં નિચે વિરોધનું આપાદન થાય છે, અર્થાત્ અભ્યપગમવિરોધ આવે છે.
(જો કે, તેમાં અનુભવ કે અનુમાનનો જરાય વિરોધ નથી, કારણ કે પર્યાયની અપેક્ષાએ નષ્ટ અને દ્રવ્યની અપેક્ષાએ અનષ્ટ એવા હેતુથી કાર્ય થાય – એ તો અનુભવ-અનુમાન બંનેથી સિદ્ધ છે, પણ બૌદ્ધમતે તેવું સ્વીકૃત નથી. એટલે તેને માનવામાં અભ્યપગમવિરોધ આવે જ.)
વળી, કારણનું જ કાર્યરૂપે ભવન તો (તમારા મતે) જરાય ઘટતું નથી. જો કદાચ તેવા પરિણામસ્વભાવે, કારણનું કાર્યરૂપે પરિણમન માની પણ લો, તો પણ અભ્યપગમપ્રકોપ તો થશે જ. (કારણ કે તેવું બૌદ્ધમતે સ્વીકૃત નથી.)
એટલે ત્રીજો વિકલ્પ પણ યોગ્ય નથી.
(હવે બૌદ્ધ, કાર્ય-કારણભાવ ઘટાડવા અનેક દલીલો રજૂ કરે છે અને ગ્રંથકારશ્રી પણ તે એકેક દલીલોનું ક્રમશઃ નિરાકરણ કરે છે -)
(૩૦) બૌદ્ધ ઃ જેમ ત્રાજવામાં એક પાસુ ઉંચે જાય ત્યારે જ બીજું પાસુ નીચે આવે, છતાં તેમાં કાર્ય-કારણભાવ છે તેમ કાર્ય-કારણમાં પણ જયારે હેતુનો વિનાશ થાય, ત્યારે કાર્યનો ઉત્પાદ થાય છે.
(ભાવ એ કે, તુલાનું ઉન્નમન-અવનમન સાથે જ થાય છે, એક પછી એક નહીં... તેમ હેતુનાશ-કાર્યોત્પત્તિ સાથે જ થાય છે. એટલે નષ્ટ-અનખ વગેરે વિકલ્પોનો પ્રસંગ નહીં આવે.) એટલે અમારા મતે કાર્ય-કારણભાવની અસંગતિનો દોષ રહેતો નથી. આ પ્રમાણેનું અમારું સમાધાન છે.
સ્યાદ્વાદીઃ તમારું આ સમાધાન પણ બરાબર નથી. કારણ કે અહીં પણ વિકલ્પો ઊભા રહેવાથી તમારું કથન અસંગત જણાઈ આવે છે. તે આ પ્રમાણે -
- બૌદ્ધમાન્ય હેતુવિનાશ વિશે પૃચ્છા તમારે હેતુવિનાશ વખતે કાર્યનો ઉત્પાદ કહેવો છે, પણ આ વિશે અમારે એ પૂછવું છે કે, આ ‘હતુવિનાશ' શું છે? (તે તમે કહો.)
(૧) શું આ હેતુવિનાશ હેતુનો સ્વભાવ જ છે? જેમ કે તમારા તાર્કિકચૂડામણિ પૂર્વજે કહ્યું છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org