________________
११८१ अनेकान्तजयपताका
(પષ્ટ:
-૭ तच्चाविनष्टमेव तदा । स हि तस्य स्वसत्तायाः कालः, क्षणभावित्वात् तु तत् फलकाले निवर्त्तते, अनुवृत्तावपि तस्य नैरर्थक्यं निष्पत्तेस्तदानीं कार्यस्य, तदित्थं कारणक्षणानन्तरभावित्वात् कार्यस्य अविनष्टाच्च हेतोरुत्पादः, न च योगपद्यप्रसङ्ग इति । (३३) एतदप्यचारु, स्वतन्त्रविरोधात्, कारणभावाविच्छेदित्वेन कार्यभावस्यान्वयापत्तेः, भावा
વ્યારા ... किम्भूतेत्याह-उत्पादात्मिका । प्रथमे तु क्षणे कारणं जातम् । तच्च कारणमविनष्टमेव तदास्वक्षणे । किमित्यत आह-स यस्मात् तस्य-कारणस्य स्वसत्तायाः कालो वर्त्तते क्षणभावित्वात् तु तत्-कारणं फलकाले निवर्त्तते, द्वितीयक्षण इत्यर्थः । अनुवृत्तावपि तस्यकारणस्य फलकाले नैरर्थक्यं निष्पत्तेः कारणात् तदानीं-द्वितीयक्षणे कार्यस्य, तदित्थं कारणक्षणानन्तरभावित्वात् कार्यस्य । किमित्याह-अविनष्टाच्च हेतोरुत्पादः कार्यस्य न च यौगपद्यप्रसङ्गो हेतु-फलयोरिति । एतदाशङ्कयाह-एतदप्यचारु । कुत इत्याह-स्वतन्त्रविरोधात् । एनमेवाह-कारणभावाविच्छेदित्वेन उक्तनीतेः कार्यभावस्य अन्वयापत्तेः ... અનેકાંતરશ્મિ
પર પહેલી ક્ષણે ઉત્પન્ન થયું છે અને તે કારણે પોતાની પહેલી ક્ષણે તો અવિનષ્ટ જ રહે છે. એટલે હવે તે કારણની પોતાની સત્તાનો કાળ ક્ષણિક હોવાથી, તે માત્ર પહેલી ક્ષણે જ રહે છે, ફળકાળે (અર્થાતુ બીજી ક્ષણે) તો તે નિવૃત્ત થઈ જાય છે.
(આશય એ કે, કારણ પહેલી ક્ષણે અને કાર્ય બીજી ક્ષણે... હવે કારણનો સ્વસત્તાકાળ ક્ષણિક હોવાથી, તેનું બીજી ક્ષણે અસ્તિત્વ રહેતું નથી.)
જો તે કારણની બીજી ક્ષણે (°ફળકાળે) અનુવૃત્તિ માનો, તો પણ તે નિરર્થક જ છે. કારણ કે કાર્ય તો બીજી ક્ષણે થઈ જ ગયું છે એટલે હવે તે ક્ષણે કારણનું હોવું કંઈ જરૂરી નથી. હા, પૂર્વક્ષણે તેનું અસ્તિત્વ જરૂર હોવું જોઈએ.)
આ પ્રમાણે કાર્ય, કારણ પછી થતું હોવાથી, (પોતાની પૂર્વેક્ષણમાં) અવિનષ્ટ એવાં કારણથી, બીજી ક્ષણે કાર્યનો ઉત્પાદ થવો અવિરુદ્ધ છે. (અર્થાત્ આમ પૂર્વાપરભાવે કાર્ય-કારણભાવ સંગત જ છે.)
અને આમાં હેતુ-ફળને યુગપત માનવાનો પ્રસંગ પણ રહેતો નથી. (કારણ કે હેતુ પૂર્વક્ષણે છે અને ફળ ઉત્તરક્ષણે છે - એમ બંને અયુગપત જુદી-જુદી ક્ષણે છે.)
(૩૩) ઉત્તરપક્ષ (સ્યાદ્વાદી) : તમારું આ કથન પણ સુંદર નથી, કારણ કે આમાં તો તમારા પોતાના સિદ્ધાંતનો જ વિરોધ આવે છે. (તમારા મતમાં, પૂર્વ-પૂર્વ ક્ષણનો ઉત્તરોત્તર ક્ષણમાં અન્વય મનાતો નથી. પણ હવે તે માનવો પડશે.) જુઓ -
4 "''' ૨. ‘વિઝેક્વાન્વય' તિ -પાઠ:
૨. ‘સ્વતી ' તિ દુપટ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org