________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३०० पक्षेऽपि केवलधुमादिग्रहणेऽनलादिगतिरनिवारणीया, पारम्पर्येण तत्राप्यन्वयोपपत्तेरिति । (१५१) नानिवारणीया, न ह्यसावन्वयमात्रनिबन्धनैव, अपि तु आगमादिजविशिष्टक्षयोपशमनिबन्धनाऽपि, तमन्तरेणानन्तर्यत उभयदर्शिनोऽपि तदनुपपत्तेः, क्वचित्
વ્યારહ્યા છે ... ... ... ... पक्षेऽपि सति केवलधूमादिग्रहणे । किमित्याह-अनलादिगतिरनिवारणीया । कुत इत्याहपारम्पर्येण तत्रापि-केवलानलग्राहि'नालिकेर'द्वीपवासिनि अन्वयोपपत्तेरिति । एतदाशङ्कयाहन अनिवारणीया न, न ह्यसौ-न यस्मात् असौ अनलादिगतिः अन्वयमात्रनिबन्धनैव; अपि तु-किं तर्हि आगमादिजश्चासौ, 'आदि'शब्दात् तपोविनयादिग्रहः, विशिष्टक्षयोपशमश्च तन्निब- અનેકાંતરશ્મિ
જ ગ્રહણ થઈ જશે, એ આપત્તિ અનિવારણીય રહેશે. તેનું કારણ એ કે, પરંપરાએ ત્યાં પણ અન્વયની ઉપપત્તિ થઈ જ શકે છે.
ભાવાર્થ કેવળ-અનલગ્રાહી નાળિયેરદ્વીપવાસી વ્યક્તિ વિશે પણ (૧) વહ્નિનો ધૂમમાં, અથવા (૨) અગ્નિગ્રહણનો ધૂમગ્રહણમાં અન્વય થવો સંગત જ છે અને તો ધૂમના પ્રતિભાસ વખતે વદ્વિનો પ્રતિભાસ પણ થાય જ. તે આ રીતે – (૧) વહિ તે ધૂમરૂપે પરિણમે છે. એટલે નાળિયેરદ્વીપવાસીને ધૂમના ગ્રહણ વખતે તેની અંદર અનુગત વહ્નિનું ગ્રહણ પણ થાય જ, અથવા તો (૨) પૂર્વે થયેલું અગ્નિ ગ્રહણ પોતાની જ્ઞાનપરંપરામાં પરિણમતું-પરિણમતું હમણાંની ધૂમગ્રહણરૂપ જ્ઞાનક્ષણમાં પરિણમિત થાય છે, એટલે તે ધૂમગ્રહણની પછીની ક્ષણે અગ્નિગ્રહણ થશે જ.
એટલે એ આપત્તિ તો તમારા અન્વયવાદમાં પણ ઊભી જ રહી ને?
(૧૫૧) સ્યાદ્વાદી : પણ અમારા મતે એ આપત્તિ અનિવારણીય નથી, અર્થાત્ ધૂમના ગ્રહણમાત્રથી અનલનું પણ ગ્રહણ થઈ જાય એવું અનિવારણીય નથી. તેનું કારણ એ કે, અગ્નિબોધ માત્ર અન્વયમૂલક નથી, પણ આગમાદિથી જન્ય વિશિષ્ટક્ષયોપશમમૂલક પંણ છે..
(ભાવ એ કે, અગ્નિજ્ઞાન અન્વય હોવા માત્રથી ન થઈ જાય, તે માટે તો સંકેત, તપ, ચરણ, વિનય વગેરેથી ઉત્પન્ન થયેલ કર્મક્ષયોપશમ પણ જોઈએ, જે નાળિયેરદ્વીપવાસી વ્યક્તિમાં નથી.)
અહીં “પારપૂર્વેમાં તત્રાપ=વનાનતાહિતિદ્વીપસિન અન્વયપપઃ' એ વ્યાખ્યાની પંક્તિને લઈને અર્થ કર્યો છે, જો કે તે અર્થ બેસાડી તો શકાય છે જ... પણ વાસ્તવમાં વિચારતાં આવે અર્થ જણાઈ રહ્યો છે :
पारम्पर्येण उत्तरोत्तरक्षणप्रबन्धेन तत्रापि धूमलक्षणकार्येऽपि अन्वयोपपत्तेः वह्निलक्षणोपादानकारणस्यान्वयोपपत्तेः ।
अयमत्राभिप्रायः - अन्वयवादे हि वह्निर्धूमलक्षणकार्ये परिणमति, तेन च धूमस्य ग्रहणे तदनुगतवह्नेरपि नालिकेरद्वीपवासिनोऽपि ग्रहणं स्यादिति तुल्यमेव दोषतादवस्थ्यम्। (अथवा तत्रापि नालिकेरवासिसम्बन्धिधूमग्रहणेऽपि अनलग्रहणस्यान्वयोपपत्तिः । (इत्यर्थोऽस्माकं प्रतिभाति, विद्वांसो विचारयन्तु, सुगमत्वाच्च न विवृतोऽयमर्थः ।।)
જ આવું કહીને ગ્રંથકારશ્રીને છેલ્લે એ ફલિત કરવું છે કે, અગ્નિબોધ માટે અન્વય અને આગમાદિજન્ય વિશિષ્ટક્ષયોપશમ એ બધું જ જોઈએ અને નાળિયેરદ્વીપવાસીમાં એ બધું નથી (અન્વય હોવા છતાં વિશિષ્ટક્ષયોપશમ નથી) એટલે તેને અગ્નિબોધ ન થવો સંગત જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org