________________
મfધાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३०४ ऽनुपपत्तेः, (१५६) आकारस्य चानर्थकेष्वपि स्वप्नादिप्रत्ययेषु भाविनो वस्तुव्याप्त्यभावात्, स्थूलचित्राकाराणां चैकत्र विज्ञाने भावतः सम्भवायुक्तेरिति ॥
વ્યાધ્યા
. व्यवस्थाऽनुपपत्तेः । अर्थाकारता ह्येवं व्यवस्थानिबन्धनमिति द्वितीयं विकल्पमधिकृत्याहआकारस्य च ज्ञाने विषयरूपस्य अनर्थकेष्वपि स्वप्नादिप्रत्ययेषु भाविनः-सतः । किमित्याह-वस्तुव्याप्त्यभावात्-वस्तुना सह व्याप्त्यभावात् । उपचयमाह-स्थूलचित्राकाराणां च एकत्र विज्ञाने सूक्ष्मैकस्वभावे भावतः-परमार्थेन सम्भवायुक्तेरिति इतश्चैतदेवम् ।।
- અનેકાંતરશ્મિ છે વ્યવસ્થા અનુપપન્ન બને. (જ્ઞાનમાં ઘટનો આકાર ન આવે, તો આ જ્ઞાન ઘટતું જ છે, પટનું નહીં – એવી કલ્પનામાં આધાર શું? એટલે પ્રતિનિયત વ્યવસ્થા અનુપપન્ન બને.)
વિષયાકાર વિના અર્થપ્રયાસત્તિરૂપ કારણ ન હોવાથી વ્યવસ્થાની અનુપપત્તિ.... એવો અર્થ છે. તેનો ભાવ એ કે, જો જ્ઞાનમાં વિષયકૃત આકાર ન હોય, તો ૬ પટજ્ઞાન' એવી વ્યવસ્થાના કારણભૂત અર્થપ્રત્યાત્તિ જ જ્ઞાનમાં નથી. એટલે પ્રતિનિયત વિષયવ્યવસ્થાની ઉપપત્તિ ન થાય.
એટલે પ્રત્યક્ષ-અનુપલંભને નિરાકાર માનવું જરાય ઉચિત નથી. (તેમાં વ્યવસ્થા અનુપપન્ન
(૨) સાકારતા - પ્રત્યક્ષ અનુલંભમાં અર્થનો આકાર માનીએ અને તેના આધારે પ્રતિનિયત વસ્તુસંવેદનની વ્યવસ્થા માનીએ – એવું પણ ન કહેવાય, કારણ કે અર્થનો આકાર તો અર્થવિહોણા સ્વપ્ન વગેરે જ્ઞાનમાં પણ આવે છે જ... તે છતાં તે આકારની વસ્તુ સાથે વ્યાપ્તિ નથી જ (સ્વપ્નમાં, પોતે મોટા મહેલમાં બેસી રાજશાસન કરતો દેખાય, પણ એ બધો આકાર, હકીકતમાં વસ્તુસંલગ્ન નથી.)
એટલે પ્રત્યક્ષ-અનુપલંભમાં કાર્ય-કારણભાવનો આકાર દેખાય, તેટલા માત્રથી વાસ્તવિક કાર્યકારણભાવ માની લેવાની ગેરસમજ ન કરાય (સ્વપ્નપ્રતિબિંબિત આકારની જેમ તે કદાચ અન્યથા પણ હોય.)
(૧૫૬) એ વાતમાં હજી એક પુષ્ટિ એ કે, તમે તો જ્ઞાનને સૂક્ષ્મ (=નિરંશ) એકસ્વભાવી કહો છો અને ઘડા વગેરેના આકારો તો સ્થૂળ અને અલગ-અલગ પ્રકારે છે, કારણ કે સ્થૂળ અને વિચિત્રાકારે જ તેમની પ્રતીતિ થાય છે... હવે નિરંશ-એકસ્વભાવી જ્ઞાનમાં, આવા સ્થળ અને વિચિત્ર આકારો પરમાર્થથી થઈ શકે જ નહીં...
" વિવરમ્ .... 62. स्थूलचित्राकाराणां चेति । घटाद्याकारा हि स्थूलास्तथैव प्रतीयमानत्वात् चित्राश्च-नानाप्रकारा अत: कथमेकस्मिन् ज्ञाने सूक्ष्मस्वभावे ते भवेयुरिति ? ।।
૨. ‘ધૂર્તવિવિત્રા' રૂતિ -પાત:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org