________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३७४ (२३०) स्वनिवृत्त्यपरजननस्वभावभेदाभेदयोस्तद्भेदाभेदाभ्यां विरोधान्वयापत्त्यादिदोषतोऽस्यैवायोगाच्च ॥
सिद्धेः-तावत्कालाजननभावासिद्धेः । दोषान्तरमाह स्वनिवृत्तीत्यादिना । स्वैनिवृत्तिश्चापरजननं च स्वनिवृत्त्यपरजनने, ते एव स्वभावौ तयोः भेदाभेदौ स्वनिवृत्त्यपरजननस्वभावभेदाभेदौ तयोः सतोः तद्भेदाभेदाभ्यां-अधिकृतवस्तुभेदाभेदाभ्यां यथासङ्ख्यं विरोधान्वयापत्त्यादिदोषतः अस्यैव-अधिकृतबोधमात्रस्य अयोगाच्च कारणाद् वचनमात्रत्वमिति क्रिया। भावार्थस्तु यदि
અનેકાંતરશ્મિ . (૨૩૦) અને માત્ર અજનનસ્વભાવી હોવામાં તો તેની અવસ્તુરૂપતા જ ફલિત થાર્ય.
હવે આ વાતમાં (=બુદ્ધજ્ઞાનને વસ્તુરૂપ માનવા જો તેમાં જનનવભાવ માનો, તો ) બીજો દોષ આવે છે, તે જણાવે છે –
- બુદ્ધજ્ઞાનમાં જનનસ્વભાવ માનવામાં વિરોધાદિ જો બુદ્ધજ્ઞાનને જનનસ્વભાવી માનો, તો તે પોતે નિવૃત્ત થશે અને બીજી ક્ષણને ઉત્પન્ન કરશે તો હવે અહીં વિકલ્પ છે કે, સ્વનિવૃત્તિ અને અપરજનનસ્વભાવ એ બેનો ભેદ છે કે અભેદ? (૧) ભેદ હોય તો વિરોધ' દોષ આવે, અને જો અભેદ હોય તો “અન્વય' માનવાની આપત્તિ આવે.
આમ, પુષ્કળ દોષો હોવાથી બુદ્ધજ્ઞાન ઘટતું જ નથી. (એટલે પણ પૂર્વપક્ષની વાત વચનમાત્ર રૂપ જણાઈ આવે છે, એમ ઉપરોક્ત પંક્તિનો આગળની સાથે અન્વય કરવો.)
આ પ્રમાણે ગ્રંથકારશ્રીએ બતાવેલા બીજા દોષનો આપણે શબ્દાર્થ જોયો. હવે વિસ્તારથી તેનો ભાવાર્થ સમજીએ -
ભાવાર્થ (વિસ્તાર) : બુદ્ધજ્ઞાનસંબંધી બોધ ક્ષણિક હોવાથી, પોતાને બીજા સમયે નિવૃત્ત કરે છે અને સ્વ-અનંતર બીજી જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે. એટલે એ બુદ્ધજ્ઞાનના બે સ્વભાવ થયાઃ (૧)
- વિવરમ્ 93. स्वनिवृत्तिश्चापरजननं चेत्यादेरयमभिप्राय:-एतदधिकृतबोधमात्रं बुद्धज्ञानसम्बन्धि क्षणिकत्वादात्मानं द्वितीयसमये निवर्त्तयति अपरं च क्षणं जनयतीति स्वभावद्वयमस्य स्वनिवृत्त्यपरजननलक्षणं वर्तते ।
બુદ્ધજ્ઞાનને વસ્તુરૂપ સિદ્ધ કરવા, એ જ્ઞાનમાં “જનનસ્વભાવની સાબિતી માટે બૌદ્ધ મથામણ કરી રહ્યો છે... પણ ગ્રંથકારશ્રી યુક્તિઓ દ્વારા એના જનસ્વભાવનો નિરાસ કરે છે. (૧) પહેલી યુક્તિ એ આપી કે, એ એકસ્વભાવી હોવાથી, અજનનસ્વભાવી એવા તેમાં જનનસ્વભાવ ન ઘટે, અને હવે (૨) બીજી યુક્તિ એ આપે છે કે, જનનસ્વભાવ માનવામાં તો “અન્વય માનવાની આપત્તિ' “વિરોધ’ વગેરે દોષો આવે છે.
૨. “નનનસ્વભાવ' રૂતિ ટુ-પાટિ: I ૨. દ્વિતીયસ્થ સમયે’ તિ -પઢિ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org