________________
अनेकान्तजयपताका
नुग्रहादित्यन्वयिन्येव संयोगोपचयात् परिणामसिद्धिः । (१९२ ) अन्तक्षयेक्षणमप्यत
१३३९
( 8:
*વ્યાછા
संस्थानादौ मृद्भावोपलब्धेः तदतादवस्थ्यात् - अधिकृतमृत्पिण्डातादवस्थ्यात् अन्यथा तदसिद्धेः-अभवनभवनमात्रापत्त्या अतादवस्थ्यासिद्धेः वस्तुधर्मत्वादतादवस्थ्यस्य निबन्धनोपपत्तेः वस्तुधर्मत्व एव । एनामेवाह-प्रतीत्यनुग्रहात् तत्रातादवस्थ्यसंवित्त्या । इति - एवमन्वयिन्येव वस्तुनि संयोगोपचयात् कारणात् परिणामसिद्धिः अन्यथोक्तवदयोगादिति । अन्तक्षयेक्षणमपि * અનેકાંતરશ્મિ
<d–
*
ઉત્તરપક્ષ :- ના, કારણ કે સંસ્થાન માટે નૃષિંડની અપેક્ષા રહે છે. વ્યાખ્યાકારશ્રીનો આશય અમે સમજી શકતા નથી, કારણ કે અસત્ તો તુચ્છ છે, તેનો અનુવેધ શી રીતે હોઈ શકે ?)
(૩) સંસ્થાનાદિમાં માટીનું અસ્તિત્વ ઉપલબ્ધ થાય છે - એ પરથી માટી જ સંસ્થાનરૂપે (=તેવા આકારે) પરિણમી છે, એવું જણાઈ આવે છે.
=
(૪) સંસ્થાનાદિ થયા પછી, માટીનું દળ તદવસ્થ નથી રહેતું - તેની આકૃતિ વગેરેમાં ફેરફાર થઈ જાય છે - એ પરથી પણ, માટી જ તેના જુદા સંસ્થાનરૂપે પરિણમી છે, એવું જણાય છે.
અન્યથા એ માટીનું અતદવસ્થપણું સિદ્ધ થશે નહીં. તાત્પર્ય : જો માટી સંસ્થાનરૂપે નહીં પરિણમે, તો સંસ્થાન જેવી અસત્ વસ્તુ સત્ થઈ એવું માનવું પડશે અને તેવા અસન્ના થવાથી તો માટીમાં કોઈ જ ફેરફાર ન થાય.. એટલે તો માટીનું અતદવસ્થપણું (–જુદા આકારે થવાપણું) અસિદ્ધ જ રહે.
(૧૯૧) અને એ અતદવસ્થપણું વસ્તુનો ધર્મ છે, એટલે તેનું કોઈક ને કોઈક કારણ તો હોવું જ જોઈએ (વસ્તુના કોઈપણ ધર્મો નિર્નિમિત્ત ના હોય) અને એને વસ્તુનો ધર્મ એટલા માટે કહીએ છીએ કે વસ્તુમાં એ અતદવસ્થપણાની સ્પષ્ટ પ્રતીતિ થાય છે (માટીમાં અતદવસ્થપણું સંવેદનસિદ્ધ છે.)
Jain Education International
તો એ માટીમાં રહેલ અતદવસ્થપણાનું (=ફેરફાર થવાનું) કારણ શું ? કારણ એ જ કે, એ માટી ઘટના સંસ્થાનાદિરૂપે પરિણમે છે અને એટલે જ તેની આકૃતિમાં ફેરફાર થઈ જાય છે.
એ બધા કારણોથી સિદ્ધ થાય છે કે, સંસ્થાનાદિ પૂર્વે અસત્ હતા ને તેમનું ભવન થાય છે એવું નથી જ... એટલે ભવન કથંચિદ્ સ જ થાય એવું ફલિત થયું.
નિષ્કર્ષ ઃ એટલે અન્વયી વસ્તુમાં જ સંયોગના ઉપચયથી ‘પરિણામ’ સિદ્ધ થઈ શકે, અન્યથા ઉપર કહ્યા મુજબ પરિણામ સંગત થાય નહીં.
(ભાવ એ કે, વસ્તુ અન્વયશીલ હોય, તો પૂર્વ-પૂર્વની ક્ષણોનું ઉત્તરોત્તરરૂપે પરિણમન થાય અને તો ઉત્તરોત્તર ક્ષણોમાં દળની પુષ્ટિ પણ મળી રહે... પણ પરિણમન ન માનો, તો ઉપર કહ્યા મુજબ ઘટનું થવું (=ઘટનો પરિણામ) સંગત થાય નહીં.)
એટલે એ પરિણામની સંગતિ માટે પણ વસ્તુને અન્વયશીલ જ માનવી રહી, ક્ષણિક નહીં.
For Personal & Private Use Only
www.jainelibrary.org