________________
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१३४६
तस्यैव तथाभवनादिति । ( १९९ ) यच्च इदमुक्तम्- 'तमस्य मन्दाः स्वभावमूर्ध्वं व्यवस्यन्ति' तदयुक्तम्, ऊर्ध्वं तदभावात् तस्यैव तत्त्वाध्यवसायायोगात्, निर्विषयत्वात् । ततश्चैतदप्यनालोचिताभिधानमेव 'न प्राग् दर्शनेऽपि', दर्शनस्यैव व्यवसायत्वात्, तद्याथात्म्यप्रतिभासनात्, ‘पाटवाभावात्' इत्यपि तदेकस्वभावत्वात् ग्राहकभेदायोगादिति,
अधिकार: )
–
> વ્યાધ્યા 8
तन्निवृत्तेः-अधिकृतभावनिवृत्तेः भावस्वभावत्वेन हेतुना विजातीयधर्मत्वाभ्युपगमे तस्यैव तथाभवनादिति अन्वयापत्तिः । एवं गुणोऽसद्दर्शनत्यागादितिं । यच्चेदमुक्तमिहैव-'तमस्य मन्दाः स्वभावमूर्ध्वं व्यवस्यन्ति' तदयुक्तम् । कथमित्याह - ऊर्ध्वं तदभावात्-अधिकृतभावाभावात् तस्यैव यस्योर्ध्वमभावः तत्त्वाध्यवसायायोगात् तद्भावस्तत्त्वं तदध्यवसायायोगात् । अयोगश्च निर्विषयत्वात् ऊर्ध्वं तदभावेन । यदा चैवं ततश्चैतदप्यनालोचिताभिधानमेव न प्राग् दर्शनेऽपीति । कथमित्याह - दर्शनस्यैव व्यवसायत्वात् कारणात् । एतदेव द्रढयन्नाह-तद्याथात्म्यप्रतिभासनाद् दर्शन एव । एवं पाटवाभावादित्यपि पूर्वोक्तं तदेकस्वभाव* અનેકાંતરશ્મિ
જ અને તો તમને ગુણ જ પ્રાપ્ત થવાના... (અર્થાત્ તમે પૂર્વે નાશને પૂર્વભાવરૂપ માન્યો અને અહીં ભાવરૂપ માન્યો, તેનાથી તમારી પૂર્વમાન્યતાનો ત્યાગ થઈ ગયો. એ અસદર્શનત્યાગ છે.)
(બૌદ્ધનું ઉપર બતાવેલું વચન પણ દોષભરપૂર છે, એવું ગ્રંથકારશ્રી જણાવે છે -)
(૧૯૯) તમે જે કહ્યું હતું કે – “મંદબુદ્ધિવાળા જીવો, વસ્તુના એ ક્ષણસ્થાયી સ્વભાવનો પાછળથી નિશ્ચય કરે છે.” – એ વાત પણ અયુક્ત છે, કારણ કે ક્ષણિક વસ્તુ પાછળ (ઉત્તરવર્તી ક્ષણોમાં) તો રહી જ નથી, તો તેના સ્વભાવનો પાછળથી નિશ્ચય થાય એવું શી રીતે ઘટે ? ન જ ઘટે. તેનું કારણ એ કે, વસ્તુ વિના પણ તેના સ્વભાવનો નિશ્ચય માનવામાં, તે નિશ્ચય ‘નિર્વિષયક’= વિષયભૂત વસ્તુ વિનાનો માનવો પડે, જે અનુભવસિદ્ધ નથી. એટલે પાછળથી નિશ્ચય થવાની વાત તમારા મતે ઘટતી નથી.
આવું હોવાથી, બીજું તમે જે કહ્યું હતું કે → “પૂર્વે એ વસ્તુનું દર્શન થવા છતાં પણ એના ક્ષણસ્થાયી સ્વભાવનો નિશ્ચય થતો નથી' – એ વાત પણ વિચાર્યા વિનાની જ ફલિત થાય છે, કારણ કે દર્શન જ તો નિશ્ચયરૂપ છે, તો વસ્તુના દર્શન વખતે એના ક્ષણસ્થાયી સ્વભાવનો નિશ્ચય કેમ ન થાય ?
આ જ વાતને દઢ કરવા કહે છે : દર્શનમાં વસ્તુનો યાથાત્મ્યરૂપે (=જેવું એ વસ્તુનું સ્વરૂપ હોય, એ રૂપે જ) પ્રતિભાસ થાય છે. એટલે દર્શનમાં જ વસ્તુનો ક્ષણસ્થાયી સ્વભાવે પ્રતિભાસ થઈ જાય છે. (તેથી દર્શન થવા છતાં પણ એના એ સ્વભાવનો નિશ્ચય ન થવાની વાત તર્કસંબદ્ધ નથી.)
૬. ૧૨૪૪તમે પૃષ્ઠ । . ‘તવેત્વસ્વભાવ॰' કૃતિ -પાઇ: । રૂ. દ્રષ્ટવ્યું ૨૩૪રૂતમં પૃષ્ઠમ્ । ૪. ગ્રૂ૪૪તમે પૃઃ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org