________________
व्याख्या- विवरण - विवेचनसमन्विता
१२९२
अविनाभावग्रहणमन्तरेणापि धूमादिग्रहणादेवानलादिगतिरनिवारणीया । ( १४३ ) समनन्तरवैकल्यात् नेति चेत्, न क्वचित् तत्तुल्यतायामप्यभावात्, समुद्रदर्शनानन्तरं धूम
अधिकार: )
–
*ધ્યાહ્યા ..
विशिष्टग्रहणस्य। किमित्याह-सर्वत्र तथाग्रहणात् कारणात् अविनाभावग्रहणमन्तरेणापि । किमित्याह-धूमादिग्रहणादेव, 'आदि' शब्दाद् बेलाकादिग्रहः, अनलादिगतिरनिवारणीया । इहापि ‘आदि’शब्दात् जलादिग्रहः । समनन्तरेत्यादि । समनन्तरवैकल्यात् कारणान्नेति चेत् अविनाभावग्रहणमन्तरेणापि धूमादिग्रहणादेवानलादिगतिरिति । एतदाशङ्कयाह-नेत्यादि । नैतदेवम्, क्वचित्-न सर्वत्र तत्तुल्यतायामपि समनन्तरतुल्यतायामपि अभावात् अविनाभाव
I
* અનેકાંતરશ્મિ
જાય. એમ વહ્નિમાં રહેલ ધૂમજનનસ્વભાવ અંગે પણ સમજવું... એટલે અમારા મતે તાદશ સ્વભાવરૂપે ગ્રહણની ઉપપત્તિ છે જ.
સ્યાદ્વાદી : આ રીતે ઉપપત્તિ ભલે થાઓ, પણ એ રીતે તો સર્વત્ર વહ્નિ-ધૂમનું તે રૂપે જ ગ્રહણ થશે અને એટલે તો જેણે અવિનાભાવનું ગ્રહણ કર્યું નથી તેને પણ માત્ર ધૂમ-બલાકાના ગ્રહણથી જ વહ્નિ-જલનું અનુમાન થવા લાગશે ! જે કદી થતું નથી.
ભાવાર્થ : નાળિયેર દ્વીપવાસીઓએ વહ્નિ-ધૂમના અને જલ-બગલાના અવિનાભાવનું ગ્રહણ કદી કર્યું નથી અને એટલે જ તેઓને ધૂમ દેખાવાથી વહ્નિનું અનુમાન અને બગલા દેખવાથી જળનું અનુમાન કદી થતું નથી. એ વાત સ્પષ્ટ છે. પણ જો ઉપર કહ્યા મુજબ ધૂમ-વહ્નિનું તેના સ્વભાવરૂપે જ ગ્રહણ થતું હોય, તો ધૂમને જોવા માત્રથી જ નાળિયેર દ્વીપવાસીને પણ તેમાં રહેલ ‘વહ્નિજન્યસ્વભાવ’ જણાઈ જશે અને તો તેને ધૂમ દેખવાથી વહ્નિનું અનુમાન પણ થઈ જ જશે ! (તે જ રીતે બગલાને દેખવા માત્રથી જ, અવિનાભાવઅગૃહીત વ્યક્તિને પણ, જળનું અનુમાન થવા લાગશે !)
(૧૪૩) બૌદ્ધ : વહ્નિનું જ્ઞાન થવા માટે ‘સમનન્તર પ્રત્યય' જોઈએ. (સમનન્તરપ્રત્યય એટલે પૂર્વક્ષણવર્તી ઉપાદાનભૂત જ્ઞાનક્ષણ...) હવે આ ‘સમનન્તર’ નાળિયેરદ્વીપવાસીઓ પાસે નથી, એટલે જ તેઓને અવિનાભાવગ્રહણ વિના પણ કેવળ ધૂમના ગ્રહણથી જ વહ્નિનું ગ્રહણ થઈ જતું નથી... (જ્યારે આપણી પાસે સમનન્તર પ્રત્યય છે, એટલે ધૂમગ્રહણથી વહ્નિનું ગ્રહણ નિર્બાધ થાય
છે.)
સ્યાદ્વાદી : તમારી આ વાત પણ ખોટી છે. કારણ કે ક્યાંક વળી સમનન્તરની તુલ્યતામાં પણ અનલનું ગ્રહણ થતું નથી (આશય એ કે, બે વ્યક્તિ છે, બંને વ્યક્તિ ધૂમને ગ્રહણ કરે છે, બંનેનું સમનન્તર એક સરખું છે. તે છતાં અવિનાભાવગૃહીત વ્યક્તિને જ વહ્નિનું અનુમાન થાય છે, નાળિયેરદ્વીપવાસી વ્યક્તિને નહીં. હવે જો સમનન્તરથી જ વહ્નિનું જ્ઞાન થઈ જતું હોય, તો આવું કેમ થાય છે ? અવિનાભાવ-અગૃહીતને પણ કેવળ ધૂમગ્રહણથી જ વહ્નિનું ગ્રહણ થઈ જવું જોઈએ ને ?)
o. ‘ચિત્ તુલ્ય’ કૃતિ જ્ઞ-પાટ: I ૨. પૂર્વમુદ્રિત ‘વાલા' ત્યશુદ્ધપા:, અત્ર I-પ્રતેન શુદ્ધિ: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org