________________
११९१
अनेकान्तजयपताका
विकलमेवोक्तवद् विशिष्टं तत्सामर्थ्यमिति यथोक्तदोषाभावः ।
( ४१ ) एतदप्यसमीचीनम्, प्रलापमात्रत्वात् । तथाहि - 'यदेव हि यदुत्पादने शक्तं तत एव तदुत्पादः, नान्यतः' इत्यत्र न सामर्थ्यप्रतिनियतिस्तदतिरेकेण, अपि तु तत्सत्ता
* व्याख्या
किञ्च क्रियमाणं कार्यमिति एवं व्यतिरिक्तावधिविकलमेव अभूतभवनतया उक्तवद् विशिष्टं हेतुपरम्परात एव तत्सामर्थ्यमिति एवं यथोक्तदोषाभावः । एतदप्यसमीचीनम् - अशोभनम् । कुत इत्याह-प्रलापमात्रत्वात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । यदेव हि यदुत्पादने शक्तं तत एव तदुत्पाद:, नान्यत इत्यत्र न सामर्थ्यप्रतिनियतिर्भवत्परिकल्पिता * અનેકાંતરશ્મિ
એટલે કારણને કાર્યસ્વભાવથી સંલગ્ન ન મનાય. (તો જ કાર્ય અનિષ્પન્ન રહેશે અને તેને ક૨વાથી જ કારણનો કારણરૂપે વ્યપદેશ થઈ શકશે.)
વળી, ‘કરાતું હોય તે કાર્ય કહેવાય' આ કાર્યની વ્યુત્પત્તિ છે.
એટલે તે કાર્ય, અભૂતભવનરૂપ હોવાથી (અર્થાત્ નહોતું અને થતું હોવાથી) વ્યતિરિક્ત-કાર્યથી ભિન્ન (એવી પૂર્વક્ષણગત કારણનિષ્ઠ) શક્તિથી રહિત જ હોય છે. એટલે કાર્યશક્તિ જેવું કંઈ હોતું જ નથી એટલે કહ્યા મુજબ હેતુપરંપરાથી જ કાર્યજનનસામર્થ્ય કારણમાં આવે છે. (અને તેવા સામર્થ્યના આધારે પ્રતિનિયત કાર્યની ઉત્પત્તિ પણ નિબંધ સંગત થઈ જાય.)
( 8: -or>
કાર્ય તો અભૂતભવનરૂપે જ ઉત્પન્ન થાય છે, અર્થાત્ પૂર્વે (અભૂત=) ન હતું અને હમણાં (ભવન=) ઉત્પન્ન થાય છે. (એટલે આવા કાર્યનું પૂર્વક્ષણમાં કોઈપણ રીતે અસ્તિત્વ ન હોય.)
તો તેનાથી પ્રતિનિયત કાર્ય કેમ થાય છે ? (અર્થાત્ જો તે કાર્યરૂપ અવિધથી સર્વથા વિકલ હોય, તો તેનાથી બીજા કાર્યો ન થાય ને અમુક પ્રતિનિયત કાર્ય જ થાય - એવું નિયમન શેના આધારે ?) તો તેનું સમાધાન એ કે, કારણનું સામર્થ્ય, પોતાની હેતુપરંપરાથી જ તેવું વિશિષ્ટ થયું છે કે જેથી તે અમુક જ કાર્યજનનસ્વભાવી છે.
એટલે તમે કહેલ કોઈ દોષનો અવકાશ રહેતો નથી. (આમ, પ્રતિક્ષણ નિરન્વય નશ્વરમતે પણ પ્રતિનિયત કાર્ય-કારણભાવ સંગત જ છે.)
૨. દ્રવ્યે ૧૮૮-૧૬૮૬તમે છે ।
* બૌદ્ધવક્તવ્યની પ્રલાપમાત્રતા
(૪૧) ઉત્તરપક્ષ ઃ (સ્યાદ્વાદી :) તમારું આ કથન પણ પ્રલાપ પૂરતું હોવાથી અસમીચીન (=અશોભન) જણાઈ આવે છે. તે આ પ્રમાણે –
‘જે કારણ જે કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ હોય, તે કારણથી જ તે કાર્યની ઉત્પત્તિ થાય, બીજાથી નહીં’ - આવું તમે જે કહ્યું, તેમાં જે સામર્થ્યપ્રતિનિયતિ તમે માનો છો, તે પ્રતિનિયતિ, કારણ કરતાં
Jain Education International
૨. ‘પ્રતિનિયતમસ્તવૃતિ॰' કૃતિ -પાટ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org