________________
१२४९ अनेकान्तजयपताका
પષ્ટ:
- > भेदस्तदेकैकापेक्षया सामग्रीभेदश्चेति शोभनमदुःस्थितत्वम् । (१०२) अभिन्नताव
વ્યરહ્યા છે. कार्यापेक्षयाऽङ्गीकृता । तथैकोपयोगित्वं विवक्षितनिर्भागैककार्यापेक्षमङ्गीकृतमेव । तथा कार्याणां निरंशता निर्भागैकरूपतया अनेकप्रतीत्यभावेऽपि, तथा प्रकटो जातिभेदः कार्याणामेव रूपादित्वेन तदेकैकापेक्षया कार्याण्यधिकृत्य सामग्रीभेदश्चेति शोभनमदुःस्थितत्वम्, उक्तदोषेभ्यो नादुःस्थितत्वमित्यर्थः । सकलपिण्डार्थमाह-अभिन्नतावत्स्वभावजत्वे-एकस्वभावानेकरूपादि
અનેકાંતરશ્મિ ............. ............... અનેક કાર્યોની ઉત્પત્તિ કહો, તો તેમાં અનેક દોષો આવે છે. તે આ પ્રમાણે -
(૧) સર્વેષાં સ્વાવતા... રૂપ, આલોક વગેરે તમામ કારણો નિરંશ-એકકાર્યજનનએકસ્વભાવી છે, એવું તમે પૂર્વે કહ્યું હતું. તે હવે સંગત થશે નહીં, કારણ કે તમે તો તેઓને સર્વજનનસ્વભાવી-અનેકજનનસ્વભાવી કહી દીધા...
(૨) ન તથ્રોપોત્વિમ્... રૂપ, આલોક વગેરે કારણો, નિરંશ-એકસ્વભાવી કાર્યને ઉત્પન્ન કરવામાં જ ઉપયુક્ત છે, એવું તમે કહ્યું હતું. પરંતુ હવે તે પણ અસંગત થાય છે, કારણ કે રૂપાદિને સર્વજનનસ્વભાવી કહીને, તેઓને અનેક કાર્યો વિશે ઉપયુક્ત માની લીધા... (ફલતઃ રૂપાદિનો એક વિશે જ ઉપયોગ ન રહ્યો...)
(૩) ન કર્યાનાં નિરંશતા... રૂપાદિ અનેક કારણોને આશ્રયીને પણ, નિરંશ એકરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ કાર્યની નિરંશતા તમને અભિપ્રેત છે. પણ હવે તે પણ સંગત થાય નહીં, કારણ કે કારણોને તમે સર્વજનનસ્વભાવી કહ્યા અને તો તેમનો નિરંશ-એકરૂપે કાર્ય કરવાનો સ્વભાવ વિલુપ્ત થઈ ગયો.) એટલે તો જુદા જુદા કારણોથી જુદા જુદા સ્વભાવના આધાનપૂર્વક તે કાર્યની ઉત્પત્તિ થશે. (ફલતઃ તે કાર્યની નિરંશતા નહીં રહે.)
(૪) પ્રટો નાતિમે... રૂપ, આલોક વગેરે કાર્યો જુદા જુદા છે, તેમની જાતિ જુદી જુદી છે, એવું અનુભવસિદ્ધ છે. પરંતુ હવે તે પણ નહીં રહે, કારણ કે જે રૂપના કારણો છે, તે જ આલોકાદિના કારણો છે, એવું સર્વને સર્વજનનસ્વભાવી કહેવાથી ફલિત થાય છે... હવે કારણો એક હોવાથી રૂપ-આલોકાદિ કાર્યો પણ એક થાય (અને તો તેમનો જાતિભેદ ન રહે.)
(૫) = તાપેક્ષા સામગ્રીમે... રૂપ, આલોક વગેરે જુદા જુદા કાર્યોને આશ્રયીને કારણસામગ્રી જુદી જુદી છે. (રૂપ વિશે રૂપ ઉપાદાન અને આલોકાદિ નિમિત્ત... આલોકાદિ વિશે આલોકાદિ ઉપાદાન અને રૂપાદિ નિમિત્ત – એમ કાર્યભેદને વિશે કારણસામગ્રીનો ભેદ છે) એવું તમને અભિપ્રેત છે. તે પણ સંગત થતું નથી, કારણ કે બધા કારણો બધા કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. (એટલે તો બધા કાર્યોની ઉત્પત્તિ, બધા કારણોથી થશે. જુદા જુદા કારણોથી જુદા જુદા કાર્યની ઉત્પત્તિ થાય એવું નહીં રહે.)
જ અહીં ખાસ યાદ રાખવું કે, પૂર્વેના સાત વિકલ્પોમાંથી ચોથા વિકલ્પને લઈને બૌદ્ધ પ્રતિજ્ઞા કરી હતી કે. અનેકથી એકની ઉત્પત્તિ થાય એવું અમે માનીશું... પણ એ પ્રતિજ્ઞાનો અહીં વિલોપ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org