________________
મધર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२५४
क्षणानन्तरं तत्कालभावि सर्वमेव भुवनोदरगतं क्षणजातमुत्पद्यते, ततस्तत्स्वरूपाद्यननुवेधतुल्यतायामयमेवास्य हेतुरिदमेव चास्य फलमिति कुतोऽयं नियमः ? । विधूय मोह
વ્યાડ્યા ... तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । विवक्षितहेतुक्षणानन्तरं तत्कालभावि सर्वमेव भुवनोदरगतं क्षणजातमुत्पद्यते, अन्यथा सर्वं क्षणिकमिति प्रतिज्ञाव्याघातः । ततः-एवं व्यवस्थिते सति तत्स्वरूपाद्यननुवेधतुल्यतायां सत्यामयमेवास्य हेतुः तथा इदमेव चास्य फलमिति कुतोऽयं नियमः ? न कुतश्चिदित्यर्थः । विधूय मोहतिमिरमालोच्यतामेतदिति । आह
... અનેકાંતરશ્મિ ... નહીં. કારણ કે તેમાં નિયમન કરનારું કોઈ કારણ રહેતું નથી.
(૧૦૭) આ જ વાતને સ્પષ્ટ કરવા તેનો ભાવાર્થ કહે છે - હમણાં વિવક્ષિત હેતુની સત્તા છે અને હવે તે પછીની અનંતરક્ષણે તે કાળે થનારી ત્રણ ભુવનની સમસ્ત પદાર્થક્ષણો ઉત્પન્ન થાય છે.
(આશય એ કે, તમારા મતે દરેક પદાર્થો ક્ષણિક છે. એટલે હેતુષણ વખતે રહેનારા તમામ પદાર્થો બીજી ક્ષણે નષ્ટ થઈ જશે... હવે એ હેતુક્ષણ પછી; જે ક્ષણે કાર્યનો ઉદય થાય છે, તે વખતે જગતમાં બીજા પણ પદાર્થો ઉત્પન્ન થાય છે જ અને તો આ તમામ પદાર્થો પણ હેતુક્ષણના અનંતરભાવી છે જ, તો તેઓ પણ કાર્ય કેમ ન બંને? વિવક્ષિત કાર્ય જ “કાર્ય બને – એવું કેમ ?)
પ્રશ્ન : પણ હેતુષણ પછી, શું વિશ્વગત તમામ પદાર્થો નવા જ ઉત્પન્ન થાય છે ?
ઉત્તર : હા, જરૂર... જો નવા ઉત્પન્ન ન થાય તો પૂર્વેના પદાર્થો જ હમણાં રહ્યા છે – એવું માનવું પડશે અને તો “સર્વ ક્ષણમ્' એ પ્રતિજ્ઞાનો વ્યાઘાત થશે... એટલે હેતુક્ષણ પછી વિશ્વગત તમામ પદાર્થો નવા ઉત્પન્ન થાય છે, એવું માનવું જ રહ્યું.
હવે હેતુનાં સ્વરૂપનો અનુવેધ તો, તે તમામ ક્ષણોમાં (કાર્યક્ષણમાં પણ) નથી થતો; એ રૂપે તો વિશ્વગત તમામ ક્ષણો સરખી છે અને તે તમામ ક્ષણો, વિવક્ષિત હેતુની અનંતર થનારી પણ છે જ. તો પછી (૧) આ કાર્યનું આ જ કારણ છે, (૨) આ કારણનું આ જ કાર્ય છે – એવો પ્રતિનિયત હેતુ-ફળભાવનો નિયમ શેના આધારે ?
ભાવાર્થ પ્રતિનિયત હેતુના સ્વરૂપનું પ્રતિનિયત કાર્યમાં અનુસરણ થાય એવું તો તમને માનવું નથી. (૧) હવે પૂર્વેક્ષણરૂપે તો વિશ્વગત તમામ પદાર્થો રહેલા છે, તો તેમાંથી અમુક પ્રતિનિયત જ પદાર્થ કારણ બને, એવી કલ્પના કરવામાં આધાર શું? અને (૨) અનંતરસ્વભાવી - ઉત્તરક્ષણરૂપે પણ વિશ્વગત તમામ પદાર્થો ઉત્પન્ન થાય છે, તો તેમાંથી અમુક પ્રતિનિયત પદાર્થ જ વિવક્ષિતહેતુનું કાર્ય બને, એવું કેમ ? આવી સમસ્યાઓનું કોઈ સમાધાન ન હોવાથી, તમારા મતે પ્રતિનિયત હેતુફળભાવની વ્યવસ્થા સંગત થતી નથી.
છે જે અનંતરભાવી હોય તે કાર્ય કહેવાય, એવું બૌદ્ધ માને છે. હવે અનંતરભાવી તો, તે વખતે થનારી વિશ્વગત તમામ ક્ષણો છે. (માત્ર વિવક્ષિત કાર્યક્ષણ જ નહીં.) તો તેઓ પણ વિવક્ષિત હેતુનું કાર્ય કેમ ન બને ? એનું સચોટ સમાધાન, બૌદ્ધ પાસે નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org