________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२४६ (९८) न च रूपं येन स्वभावेन सभागक्षणं जनयति तेनैव विसभागक्षणमालोकादि, एकस्यानेकजनकत्वायोगात्, योगेऽपि तत्तुल्यापत्तेः, अतुल्याश्च रूपालोकादयः । (९९)
" ચાલ્યા
- त्यादि । न च रूपं येन स्वभावेन सभागक्षणं-रूपक्षणमेव जनयति तेनैव विसभागक्षणमालोकादि । 'आदि'शब्दात् चक्षुरादिग्रहः । कुतो नेत्याह-एकस्य-कारणभेदस्य अनेकजनकत्वविरोधात् एकस्वभावतया । योगेऽपीत्यादि । योगेऽप्यनेकजनकत्वस्य किमित्याहतत्तुल्यतापत्तेः-अनेकतुल्यतापत्तेर्हेत्वभेदादित्यर्थः । अतुल्याश्च रूपालोकादयोऽनेके । न
અનેકાંતરશ્મિ . પ્રશ્ન : વિવક્ષિત-એકરૂપ કાર્ય સિવાય, શું તેઓથી બીજા પણ કાર્યો થાય છે?
ઉત્તર : (ત વાય) હા, થાય છે જ. કારણ કે તે ઇન્દ્રિય, રૂપ, આલોક વગેરે કારણોથી, વિવક્ષિત-જ્ઞાનરૂપ કાર્ય સિવાય, પોતાની સંતાનપરંપરામાં ચક્ષુ-આદિની ઉત્પત્તિ થાય છે જ. (રૂપ, આલોક વગેરે કારણો જ્ઞાનને તો ઉત્પન્ન કરે છે જ, તે ઉપરાંત પોતાની ઉત્તરોત્તર ક્ષણપરંપરામાં, રૂપ રૂપક્ષણને, ચક્ષુ ચક્ષુક્ષણને એમ બધા અલગ અલગ કાર્યને ઉત્પન્ન કરે છે. પણ તેઓને નિરંશએકકાર્યજનનસ્વભાવી કહો, તો તેઓથી આ બધા કાર્યોની ઉત્પત્તિ સંગત થાય નંહીં.)
(૯૮) બૌદ્ધઃ તે રૂપ; જે સ્વભાવે પોતાની સજાતીય-રૂપલણને ઉત્પન્ન કરે છે, તે જ સ્વભાવે પોતાથી વિજાતીય જ્ઞાન-આલોકાદિ ક્ષણને પણ ઉત્પન્ન કરે, એવું માની લઈએ તો? (એમ ચક્ષુ વગેરેમાં પણ સમજવું. અર્થાત્ ચક્ષુ, ઇન્દ્રિય વગેરે એક જ સ્વભાવે સજાતીયવિજાતીય કાર્યો કરી લે, એવું માનીએ તો?).
સ્યાદ્વાદી: પણ એવું ન મનાય, કારણ કે એક જ કારણ એક જ સ્વભાવે જુદા જુદા અનેક કાર્યો ન જ કરી શકે. (રૂપ, એક જ સ્વભાવે રૂપ-આલોક-જ્ઞાનાદિ જુદા જુદા અનેક કાર્યો ન જ કરી શકે.)
(વાડપિ=) એક જ કારણને, જુદા જુદા અનેક કાર્યના જનક તરીકે માની લો, તો પણ, તેનાથી જન્ય તે તમામ કાર્યો તુલ્ય માનવા પડશે ! (અર્થાત્ રૂપથી જન્ય રૂપ, આલોક, જ્ઞાન વગેરે તમામ કાર્યો સરખા માનવા પડશે..) કારણ કે તે તમામનો હેતુ એક-અભિન્ન છે. હવે રૂપ, આલોક વગેરે કારણો તુલ્ય હોય એવું તો નથી જ, તે બધા (અતુલ્ય=) જુદા જુદા છે.
જ અહીં ધ્યાન રાખવું કે, બૌદ્ધ “અનેકથી એક કાર્ય ઉત્પન્ન થાય' એ પક્ષ માન્યો છે. તેમાં ગ્રંથકારશ્રીએ આપત્તિ એ આપી કે, તો તો તે રૂપાદિથી માત્ર એક જ્ઞાન જ ઉત્પન્ન થશે, તે સિવાય રૂ૫ક્ષણ-આદિની ઉત્પત્તિ સંગત થશે નહીં.
* રૂપ, આલોક વગેરે કારણોથી અનેક કાર્યો માનવા જ છે. હવે તેઓની ઉત્પત્તિ, જો જુદા જુદા સ્વભાવે મનાય, તો તેઓના કારણરૂપ રૂપાદિમાં જુદા જુદા અનેક સ્વભાવ માનવા પડે. જે બૌદ્ધને બિલકુલ ઇષ્ટ નથી. એટલે તે એક જ સ્વભાવે જુદા જુદા અનેક કાર્યોની ઉત્પત્તિ સંગત કરવા જઈ રહ્યો છે. તેમાં સ્પષ્ટ વિરોધ છે.
૨. 'વિમા ક્ષo' તિ -પાટ: I ૨. ‘ત્રામોત્' રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org