________________
કી શ્રધ્ધાદિ-પોષક-સુધાબ્ધિ
નેધ -જૈનશાસનના સિક-આત્માઓને રત્રચિની આરાધના અખલિત-વેગવંતી બને તે હેતુથી
શ્રી સિદ્ધચાને પ્રથમત-પાક્ષિકપણે અને પશ્ચાતું માસિકપણે શાસન-માન્ય વર્ગમાં ખૂબખૂબ પ્રચાર થયો તે, થાય છે, અને થશે એ નિઃશંક બીના છે. આ શ્રી સિદ્ધચક્રના ટાઈટલ પેઈને પર પ્રસંગે પ્રસંગે ૫. પૂ. પંન્યાસ-પ્રવર-કીચન્દ્રસાગરજી ગણી જુદા જુદા વિષય પર હું આલેખન કરીને વાંચકોના વાંચનમાં અનેરૂં અમૃત સીંચ્યું છે. પરંતુ એકજ
સ્થળે તેઓશ્રીના અનુભવનું આસ્વાદન કરી શકાય તે માટે સંચયરૂપે અહિં દરેક ટાઈટલ પિનાદિના બાલેખને આ ગ્રંથમાં આલેખાય છે.
લિ. પ્રકાશક,
૧. શાસન-મહેલની સીટી.
હું જૈન છું, અને જૈનત્વ પામ્યો છું એવી માન્યતામાં મગરૂર બનવા પહેલાં, જેન-શાસનની કીડ યાને રહસ્યના ઉંડાણને અવલોકવાની જરૂર છે !!! જૈનશાસનની કીટ યાને રહસ્ય.
જે છ જગતના સર્વ પદાર્થો પ્રત્યે જે પ્રેમ રાખે છે, તે જ પ્રેમ નિગ્રંથ (ત્યાગમય) પ્રવચન પ્રત્યે રાખે તે શાસનમહેલના પ્રથમ અર્થ નામના પગથીઆ પર ચહેલાં છે. '
જે છ જગતના કલ્પવૃક્ષ, ચિન્તામણિ, ચિત્રાવેલી વિગેરે સર્વોત્તમ પદાર્થો કરતાં પણ નિગ્રંથ(ત્યાગમય) પ્રવચનને અધિકપણે અગીકૃત કરે, અને વર્તે તે પરમાર્થ નામનાં બીજા પગથીઆ ૫ર ચલા છે.
નિગ્રંથપ્રવચન સિવાય વિશ્વમાં વિખ્યાત પામેલા સર્વ પદાર્થો જેવાં કે સ્ત્રી, મા, બાપ, ભાઈ, ભાંડુ, ધન, ધાન્ય, કુટુંબ, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, રાજ, મહારાજા, ચાવર્તીપણું, યાવત્ ઈપણું) એ