________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિઃ
૩૧
આરાધ્ય-ભગવંતના દર્શન, વંદન નમન, સ્તવન, સત્કાર. સન્માન, સેવાના, ઉપાસના; અને ભાવનાની ત્રિકરણ-ગે વારંવાર પ્રવૃત્તિ કરવી એજ આરાધનાને અખંડ-અભ્યાસ છે.
આરાધનાના અખંડ-અભ્યાસિઓ આરાધ્ય પદમાં પ્રવેશીને આરાધ્ય પદમાં સ્થિત થાય છે, અર્થાતુ. શાશ્વત-ધામમાં સર્વાદ સ્થિત થાય છે. એજ આરાધનાને અમેધ વિજય છે, માટે આરાધનાના અખંડ અભ્યાસમાં તત્પર બને. '
૪૦-અંતિમ-સાધ્યને નિસ્વ.
પૃથ્વી પરના પ્રાણી માત્રને હરકોઈ સાધ્ય-સિદ્ધિ કરવાને અંતરંગ આશય આવિર્ભાવ થાય છે, ત્યારે સાધ્યને નિર્ણય તેને પ્રથમ કરજ પડે છે.
વર્તમાનકાલીન કહેવાતા સંશોધકોએ શોધી કાઢેલી સૃષ્ટિ -ભરને માનવસમૂહ અઢી અબજના અંતે અંકિત થયેલ છે. તે માનવસમૂહ પૈકી મનુષ્ય માત્રના મનમંદિરમાં સ્વયમેવ ઉઠતાં સંકલ્પ, સંગ-વિયોગ. વર્ધિત-વિચિત્ર કલ્પનાઓ, ઉદ્ભવતી-ઈચ્છાએ, મનમાન્ય છતાં મનને મુંઝાવનારા મનોરથ, અકળાયા કરાવનારી આશાઓ, અવિર્ભાવ થતી અભિલાષાઓ, સફળ થતી -નિષ્ફળ થતી નિર્મળ-સમળ ધારણાઓ: અને વિચિત્ર-વિચાર--વાયુથી વૃદ્ધિ પામતા, અને વિસરાઈ પામતા વિવિધ-વિકલ્પનું વિવેક પૂર્વક નિરીક્ષણ પીસ વર્ગીકરણ કરવામાં આવે તે સર્વે સંકલ્પાદિને ૧ ધમ સાધ્ય મૂલક, ૨ અર્થ સાધ્ય મૂષક, ૩ કામ સાધ્ય મૂલક; અને મોક્ષ સાધ્ય મૂવક આ ચારે વિભાગમાં બહેચી શકાય તેમ છે.
ભયંકર ભવાટવીમાં ભૂલા પડેલા ભવ્યાત્માઓને ભવભવની ભૂલ ભૂલામણીમાં સર્વ શ્રેષ્ઠતમ-સાધ્યને અંતિમ નિર્ણય થતા જ નથી. અને તેથી જ એ નિર્ણયના અભાવે સફળ-પ્રવૃતિ-નિવૃતિ થઈ શકતી નથી, વિના વિકરાળ વાદળ વિખેરી શકતા નથી; અને અંતે “પુનરપિ ગમે પુનરપિ મર’ એ સર્વસામાન્ય સિદ્ધાંતને સ્વાદ હરક્રિાઈને ચાખજ પડે છે.
એટલુંજ નહિં પણ ધર્મ સાધ્ય-મૂલક- સંકલ્પાદિ પણ અર્થની--અંધાધુંધી પ્રતિ અને કામની કારમી કેડી તરફ ધસી પડનારાં હોય તો એ ધસી પડનારા--પડેલાંઓને અધમગતિના અધમ સાધનનું આસ્વાદન કરવજ પડે છે. અને એથીજ ઉ –એ ધર્મ સાધ્ય-મૂલક-સંકલ્પાદિ મેક્ષ સાધ્યની સિદ્ધિ કરવામાં અનુકળ થઈ જાય તે મુમુક્ષ-મહાત્માઓને નિસ્તરગોદધિક૯૫--સિદ્ધ અવસ્થાના અનુપમેય સુખનું આસ્વાદન કરવાનું અખલિત-અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અંતિમ-સાધ્ય-મોક્ષ-પ્રાપ્તિના નિર્ણય વગર પારાવાર પ્રવૃતિઓ, નિરંતર સેવેલ--નિવૃતિઓ. અને વિનિને વિવિધ રીતિએ કરેલા સ મનાઓ કાર્ય સાધક થયાં નથી, થતાં નથી અને થશે પણ નહિ; માટે ખાદરણીય-આંશિય૩૫ અંતિમ સાધ્યનો નિર્ણય અવશ્યમેવ કરવાની જરૂર છે.
૪૧-શ્રાવક શબ્દને અક્ષરાર્થ.
જેવી રીતે B, B. C. J. RLY. અક્ષરો વાંચીને બેઓ–બરડા-સેન્ટ્રલ ઇન્ડીયા રેલ્વે ઈંગ્લીશ ભાષાને જાણકાર નક્કી કરે છે. તેવી રીતે શ્રા-વ-ક આ શબ્દને પણ ત્રણ અક્ષરનો પરમાર્થ નીચે મુજબનું છે.