________________
સુધા-વર્ષા.
૨૭૩. ગભીર-આત્માઓ દોષિત-આત્માઓનું અહિત થાય, તેવી રીતે દેશનું ઉચ્ચારણ
કરતાં જ નથી. ર૭૪. દેષિત છતાં દોષ છુપાવવાની અને નિર્દોષ બનવાની તાલાવેલી ભવભીરૂ-આત્માઓને
હેતી નથી. ૨૭૫. નિર્ગુણઆત્માઓ ગુણના ભંડાર–ગુણવા-આત્માઓને પિતાના સરખા ગણાવવા તૈયાર
- થાય, તે સમજવું જોઈએ કે સમ્યકત્વને રંગ હૃદયમાંથી ઉડી ગયો છે. ૨૭૬. “સંગોની જડમાં પુણ્ય પડેલું છે એવા આત્માઓને વાંકે વાળ કરનાર જગતમાં
કેઈ નથી. ૨૭૭. સંગોની જડમાં પાપ ઉભરાય છે, તે હજાર ખુશામત ખોરોની હાજરી છતાં ધારેલી - ધારણાઓ ધૂળમાં મળી જતાં વાર લાગવાની નથી. ૨૭૮, વર્તમાન-વિજ્ઞાનની વિશાળતા સ્વાર્થ-સિદ્ધિઓ માટે નિર્માણ થયેલી છે. ૨૭૯. આધુનિક વિજ્ઞાનવાદની વિશાળતામાં ઉપકારક-ભાવનાને લવલેશ નજરે પડતો નથી. ૨૮૦. જીવલેણ દવાઓ, રસાયણિક-ગેધ, ટેરપીડે, મશીનગનો, ઝેરી ગેસો, ઝેરી પાઉડર
અને એટમોની શોધ પાછળ જગને ઉપકાર કરવાની વાત તો હજી બાજુ
પર રહી છે, પણ અપકાર તે ડગલે પગલે આજની જનતા અનુભવી જ રહી છે.' ૨૮૧. શાસનની મલીનતા થાય તેવી પ્રવૃત્તિ મન-વચન કાયાથી કરવી જોઈએ નહિ. ૨૮૨. શાસનની મલીનતા ટાળવા માટે તન-મન-ધન અને સત્તાદિના જોરે પણ સર્વ પ્રયત્ન
કરવાની જરૂર છે. ૨૮૩. શાસનની મલીનતા કરવા જેવું એક પણ પાપ નથી, અને શાસનની પ્રભાવના કરવા
જેવું એક પણ પ્રકૃષ્ટ-પુણ્ય નથી. ૨૮૪. અજ્ઞાની-આત્માઓએ શાસન-સેવાના બહાને આજદિન સુધી શાસનની મશીનતા
કરવામાં બાકી રાખી નથી. ૨૮૫. ભાવના એકજ જીવનું કલ્યાણ કરી શકે છે, જ્યારે પ્રભાવના અનેકની ને કલ્યાણ
સન્મુખ કરી શકે છે એ એક જ અક્ષરમાં ચમત્કાર છે. ૨૮૬. પાપમય-પ્રવૃતિઓના પૂરમાં તણાતાં પ્રાણિયાને પુણ્ય-પાપ સમજાતાં નથી. ૨૮૭. પાપમય-પ્રવૃત્તિઓના પ્રબળ વેગને રોકનાર પ્રત્યાખ્યાન=પચ્ચખાણાદિનું પુરૂં સેવન
કરવાની જરૂર છે. ૨૮૮. પ્રવૃત્તિના અને નિવૃત્તિના લાભ-નુકશાન સમજ્યા વગરના છ ઈચ્છિત ફળને પામી
શકતા નથી.