________________
સુધા-વર્ષા.
૫૩
હોય છે, અને તે પરોપકારાશ્રિત-જીવન-જીવનારાઓ તે પરોપકારને પ્રાણુતે વિસર જ નહિં, તેની તાલાવેલીમાં તલ્લીન બનેલા હોય છે; આથીજ પૃથ્વીને ધારણ
કરનારા આ બેજ પુણ્યાત્માઓ છે-“વારે નરસ મ, ૩યાર કો ન વિસરુ” ૬૮૯ જેણે દુઃખ પ્રાપ્ત થયું નથી, જેણે પ્રાપ્ત થયેલા દુઃખના ડુંગરાઓમાંથી પસાર થતાં
આવડતું નથી, અને જેણે બીજાના દુઃખ દેખીને વાસ્તવિક દુઃખ અનુભવાતું નથી,
આવા આત્માઓ પાસે દુઃખી-આત્માએ દુઃખને કહેવું તે અરણ્ય-રુદન જેવું છે. ૬૯૦. જેણે દુઃખ પ્રાપ્ત કર્યું છે, જેણે પ્રાપ્ત થયેલા દુઃખને દૂર કરવા અનેકવિધ ઉપાયોથી
વીર્ય ફેરવ્યું છે, અને જેણે બીજાના દુઃખો દેખીને પિતાના હૃદયને વાસ્તવિક રીતિએ દયાદ્રિ બનાવીનેને દુઃખને અનુભવ્યું છે તેવા આત્માઓ પાસે વિનીત-ભાવે દુઃખને કહી દેવું, એ
દુઃખના ભારમાંથી મુકત થવાને અમોઘ રાજમાર્ગ છે. ૬૧. કપડાંની ગાંઠ, સુતરના દેરાની ગાંઠ; રેશમના દેરાની ગાંઠ, અને તેલથી ભીંજાયેલ રેશ
મના દેરાની ગાંઠ છોડવી હોય તે તે અનુક્રમે કંઈક સરળ અને કઠીન અનુભવાય, પરંતુ અંતઃકરણમાં અદ્રશ્યપણે રહેલી અનેકવિધ-આંટીગુંટીઓથી ગુંચવાયેલી ગૂઢ–ગાંઠ છોડવી
એ અતિ-કઠિન-મુશ્કેલ વિષય છે. ૬૨. અંત:કરણમાં અદ્રશ્ય--ગૂઢ બનેલી ગાંઠને છેડયા વગર માનસિક બોજો ઓછોજ થત
નથી, માટે જ સદ્દગુરૂવર્યોની સાન્નિધ્યમાં સદાગમની સેવના નિરંતર કરીને ગૂઢ
ગાંઠને છેડતાં શીખો. ૬૯૩. અંતકરણમાં અદ્રશ્ય--ગૃઢ બનેલી ગાંઠ છેડવાને બદલે તે ગાંઠ વધુ ગૂઢ, ગહન; અને
ગુંચવણ ભરેલી બને છે, તેમાં વાસ્તવિક-કારણ માયાનું સામ્રાજ્ય છે. ૬૯૪. વિચાર-ધર્મનું માપ કાઢવા માટે દરેક આત્માએ આસ્તિક્યાદિ-પાંચ લક્ષણોનું
બારીકાઈથી અવલોકન કરવું જરૂરીનું છે. ૬૫. સર્વજ્ઞ-કથિત-સિદ્ધાંત પર અખ્ખલિત અતૂટ શ્રદ્ધાના દ્રઢ રંગથી જે આત્માઓ
રંગાયા નથી, તેઓ આસ્તિકય રૂપ વિચાર ધર્મની પ્રથમ-ભૂમિકાને સ્પર્યાજ નથી. ૬૯૬. આસ્તિક્યતાના અખલિત-આંદોલનથી આનંદિત થયેલે આત્મા વિચાર ધર્મની
દ્વિતીય ભૂમિકારૂપ અનુકંપાનું આસ્વાદન કરે છે. ૬૯૭. “ધર્મ–ધન વગરને કહેવાતો ધનવાન નિધન છે, અને ધર્મ-ધનવાળે નિર્ધન છતાં
પણ ધનવાન છે” આ વિચારોના તરંગોથી તરંગિત થયેલો આત્મા ભાવ-અનુકંપાથી
ભાવિત થાય છે. દ૯૮. જેના હૃદય મંદિરમાં ભાવ અનુંપાની ભરતી જ્યારે એટ વગરની આવિર્ભાવ થાય છે,
ત્યારે તે આત્મા નિર્વેદરૂપ નિર્મળ નીરનું પાન કરીને અનાદિની તૃષા શાન્ત કરે છે.