Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 190
________________ સુધા-વર્ષા. ૫૫ '૭૦૯ “સંયોગ અને સાધનના ફેરફાર સાથે વર્તમાન-લાભની લાલચમાં પડેલાએ પારમાર્થિક લાભથી બનશીબ બને છે” એ બીનાને સ્મૃતિપટમાં ખૂબ ખૂબ સ્થિર કરવી જરૂરીની છે. ૭૧૦. પ્રતિજ્ઞાઓના બાહ્ય-અત્યંતર સ્વરૂપને, અને વર્તમાન-લાભને પરિણામે થનારા લાભને જા કે જે નથી, અગર જેને તે સંબંધિ દઢ નિશ્ચય કર્યોજ નથી; તેવાઓ ચંચળ-વૃત્તિથી પારમાર્થિક-પ્રતિજ્ઞાઓને તિલાંજલિ આપવામાં વિલંબ કરતાં જ નથી. ૭૧૧. સદ્દગુર્વાસાભંગ-ભરૂ--આત્માઓજ સમર્પણના ભાવને સમજે છે, સાચી સમજને અનુસાર તેજ ભાવે જીવન જીવે છે, ઉત્તરોત્તર-કલ્યાણની પરંપરા પામવા ભાગ્યશોળી થાય છે; અને પામવા લાયક પુનિત-સ્થાનને પામીને શાશ્વત સુખના ભાગીદાર બને છે. ૭૧૨ મહાત્માઓની પ્રશંસા કરવી, તેઓના ગુણોનું યશોગાન ગાવું, અને ત્રિવિધ યોગ દ્વારા થતી અગર થનારી અણુસમ-હિતકર-પ્રવૃત્તિઓનું કલ્યાણકારિ કીર્તન કરવું એજ સર્વોત્તમ શ્રેષ–સ્થાન પામવાને અમેઘ-ઉપાય છે. ૭૧૩. હા! ખેદની વાત છે કે જડનો ઉદય થયે છતે વિવેક કે હોય?, અર્થાત્ અજ્ઞાનિ એના ઉદયકાળમાં વિવેકની લેશભર હાજરી હતી જ નથી. આથી કલિકાલસર્વજ્ઞ જણાવે છે કે – નફાનામુઢ હત્ત ! વિવેકઃ શો મત’ || ૭૧૪. શાસન-માન્ય દેશ-કાલ–ઉચિત-કિયાને અનુસરનારાઓ ખેદ પામતાજ નથી. ૭૧૫. અતિ–અત્યંત-દુઃખના ડુંગરાઓ ખડકાઈ ગયા હોય, અને લેશભર-ચિન્તા રહિતપણે આનંદ-શાન્તિ-સુખ-વર્ધક-સામગ્રી--સાધન-સંગો નજરે નિહાળતાં હોય; તે બન્ને પ્રસંગોના અનુભવિઓ વધુને વધુ નિદ્રાદેવીની ઉપાસના કરતા નજરે પડે છે. ૭૧૬. વાસ્તવિક-કારણને અનુકૂળ કાર્ય જગતમાં દેખાય છે, તે નવાઈ નથી. ૭૧૭. જે કાર્યના નિર્ણયમાં પ્રત્યક્ષ પ્રમાણની પ્રાપ્તિ હોય છે, તે કાર્યમાં અન્ય-પ્રમાણની અપેક્ષા રખાતી જ નથી. ૭૧૮. પૂર્વોપાર્જિત-પુણ્યવાનની પુણ્ય-સામગ્રી-સાધન-સંગોનું અને તદનુસાર આવિર્ભાવ થતાં અનુપમ-પૂલનું વર્ણન કરવું એ પણ બુદ્ધિમાનેને મુંઝવનાર પ્રસંગ છે. ૭૧૯ પુણ્ય પલાયન થયે છતે સર્વ સંયોગ, સાધનો અને સામગ્રીઓ વિપરીત પણાને પામે છે એ ભૂલવા જેવું નથી. ૭૨૦. વડીલેની સ્વ-પર હિતકારી ઇચ્છાઓ અગર આજ્ઞાઓ સજજન પુરૂષના ઉત્સાહના વેગને વધારી મુકે છે. ૭૨૧. ભાવિકાળે થનાર કાર્યને અનુસરતી વાણીને જ બોલનારાઓ બેલે છે, અગર બેલ નારાઓથી ભાવિકાળે થનારા કાર્યને અનુસરતી–વાણી બોલવાના અવસરે આકસ્મિક

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196