Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 191
________________ સુધા-વર્ષા. ઉછળે છે; એ ભાવિ કાર્યનું ભવ્ય પ્રદર્શન છે. ૭૨૨. સ્વ-પરહિતદાયક સ્વાર્થભ્રષ્ટતા એજ મહા મૂર્ખતા છે. ૭૨૩. કાંટાઓથી વ્યાપ્ત બેરડીના વૃક્ષ પાસે રહેલી કોમળ કદળી =કેળ આનંદ પામતી નથી, તેવી રીતે દૂર્જનની સમીપમાં સજજને લવલેશ સુખ-શાન્તિ-આનંદ પામી શકતાં જ નથી. ૭૨૪. જેવા પ્રકારને આહાર કર્યો હોય તે આહારને અનુસરતા ઓડકારની જેમ વાચિક પ્રયોગો દ્વારા વાણી વડે ભાવિ-ભાવનું અનુમાન કરાય છે, અને વસ્તુતઃ તે અનુમાન સત્ય સ્વરૂપે પ્રગટ થાય છે. ૭૨૫. પ્રાણાન્ત-આપત્તિમાં મુકાયેલા ધીર-શૂર-આત્માઓ નિન્દનીય-મોહમયી-પ્રવૃત્તિમાં લેશ ભર પગ પ્રવેશ કરતાં જ નથી. ૭૨૬. માનવ-જીવન સફળ કરનારને અનુકૂળતાવાળી સમગ્ર-સામગ્રીઓની અવશ્યમેવ જરૂર છે. ૭૨૭. આર્ય-દેશ, ઉત્તમ-કુળ, ઉત્તમ-જાતિ, દીર્ઘ આયુષ્ય, પંચેન્દ્રિયપણું, નિશગિતા, દેવગુરૂ ધર્મની જોગવાઈ. વીતરાગની વાણીનું શ્રવણ, વિવેક અને વિવેકપૂર્વક અમલ આ બધી સામગ્રીઓ પ્રબળ પુણ્યવાનોને પ્રાપ્ત થાય છે. ૭૨૮. વિવેકપૂર્વક જીવન-જીવનાર એવા પ્રત્યાખ્યાન-પ્રવૃતિ–સેવન-રસિકજનોના હૃદયમંદિ રમાં ભવવિરહના ભવ્ય તંરગે એટ વગરની ભરતીની જેમ ઉભરાતાં હોય, ત્યારે તેઓ સંવર-નિર્જરાનું સુંદર કાર્ય સફલ પણ કર્યા જ કરે છે. ૭૨૯. ભવવિરહના ભવ્ય-ભાવોથી ભાવિત કરી દેવાની વાસ્તવિક-શક્તિઓ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ-શાસ્ત્રાવતાર-શ્રીહરિભદ્રસૂરીશ્વરજી વિરચિત-ગ્રન્થ-રત્નોમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે, તે વિચારક-વાંચકોને, અને પ્રેમપૂર્વક પરિશીલન–કરનાર-અભ્યાસકોને સમજાવવું પડે તેમ નથી. ૩૦. ભવવિરહના ઉપનામથી શાસન-મશહૂર થયેલા પૂ-શ્રીહરિભદ્રસૂરીશ્વરજી પ્રત્યે વાંચક વિચારક-અભ્યાસ કે ઉરનાં અભિનંદને અખ્ખલિતપણે સમર્પણ કરે છે, અને કરશે; તેનું મુખ્ય કારણ એ છે કે તેઓશ્રીએ ભવવિરહના ઉપનામની પસંદગી કરીને તેના પરમાર્થ-પિયૂષનું હાદિકરીતિએ પરિપૂર્ણ આસ્વાદન કર્યું છે, અને કરાવ્યું છે. ૭૩૧. વર્તમાન-ભાવિ-હિત-વિઘાતક-વાતે શ્રવણ કરવામાં રસ ભર્યું જીવન જીવનારાઓ ઉભાગે જાય, અને દુઃખી થાય તેવાઓની ભાવદયા ચિંતવવી એજ સ્વ-પર હિત ચિંતકો માટે લાભદાયિ-માર્ગ છે. ૭૩૨. પિતાની પહાડ જેવી ભૂલેને નહિં જેનારાઓ સ્વ-પર—હિત-ઘાતક-પ્રવૃત્તિઓ કરીને હરખાય છે, ખરેખર-એવા આત્માઓએ મેહ-મદિરાનું પાન કર્યું છે તે કહેવું યુકિત-યુકત છે.

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196