Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 195
________________ સુધા-વર્ષા. ૭૬૬. ભેગભગી, અને ભગના સાધન-સામગ્રી સંગાદિ પ્રત્યે લવલેશ પણ આદર થતાં ત્યાગીઓના હૃદયમાં પણ અવિવેકની આંધી શરૂ થાય છે. ૭૬૭. જેના હૃદયમાં ત્યાગ- ત્યાગીએ અને ત્યાગ પ્રત્યે આદર બહુમાન ઘટવા માંડે છે, અને ભોગ-ભેગી--અને ભેગના સાધન દેખીને વાત વાતમાં જે તે તરફ ઢળવા માંડે છે; તેઓ સમ્યકત્વ જેવાં સર્વોત્કૃષ્ટ-ચિંતામણિ-રત્નનું પણ સંરક્ષણ કરવા બેનશીબ નીવડે છે. ૭૬૮. જેઓ સામાયકના કાળમાં, દેશાવળાશિકના કાળમાં, અને પિષધના કાળમાં સંસાર ભૂલવાનું શિક્ષણ શીખી શકતા નથી, તેઓ દેશવિરતિપણામાં સર્વવિરતિના ધર્મનું અનુકરણ કરવા છતાં વર્તમાન કાળમાં કે ભાવિ-જીવનમાં સર્વવિરતિ-ધર્મનું અનુક્રમે સુંદર-સુંદરતમ અનુમોદન અને આસ્વાદન કેવી રીતે કરી શકશે ?; તે વિચારણીય છે.. ૭૬૯. માનવ જીવનને સફળ કરવાને બાલ્યકાળ જેવી મોસમ આ જીવને મળવાની નથી, કારણકે બાલ્યકાળ જેવા કેરા ઘડામાં ઈષ્ટ સિદ્ધિને વેગ્ય જે કાંઈ ભરવું હોય તે ભરવાથી ભાવિમાં ચિંતાને લવલેશ સ્થાન પ્રાપ્ત થતું નથી. ૭૭૦. યુવાનીમાં વિષય-વાસનાઓ સેવીને આવેલાઓને પૂવકાલીન વાસનાઓ ઉઠે છે, તેથી તે વાસનાઓને જડમૂળથી નાશ કરવા માટે તપશ્ચર્યાનું સેવન કરો; કારણકે તાડીના ઘડાને ભઠ્ઠી અગર નિભાડામાં મુક્યા વગર પૂર્વની વાસના દૂર થતી નથી. ૭૭૧. વિરતિ ધર્મ લે, અને પાળવે એ જેટલું સહેલું છે, અને સરળ , તેના કરતાં વિરતિ-ધર્મના રંગમાં રંગાઈ જવું અતિ-દુષ્કર છે, કારણ કે જ્યાં સુધી ભેગ-ભેગી અને ભગના સાધનોની સેવામાં ઉંડા ઉતરી ગયેલા પ્રત્યે ખૂબ ખૂબ ભાવ દયા ફરે નહિં, ત્યાંસુધી વિરતિ ધર્મને રંગ લાગ્યો નથી એમ સમજવું એ આવશ્યક છે. ૭૭૨. અવિરતિની અવિરત–આંધીમાં અટવાયેલાઓને વિરતિધરની અને વિરતિ-ધર્મની કિંમત લવલેશ સમજાતી નથી. ૭૭૩. વિચાર-વાણીની એક્યતાથી ચતુર્વિધ-સંઘને એકવિધ કહીએ તો વાંધા જેવું નથી. ૭૭૪. વિચારની અને વાણીની ઐકયતા પર ચતુર્વિધ સંઘ કમ્મર કસે તે એક છત્રરૂપે જૈન-સામ્રાજ્ય વર્તમાન-કલિયુગમાં પણ દેખી શકાય. . ૭૭૫. નિજ રાના અભિલાષિઓએ સંવરના દ્વારો પ્રતિ ખૂબ ખૂબ સૂક્ષ્માવકન પૂર્વક આગળ વધવું જરૂરીનું છે, કારણકે નિર્જરાના વાસ્તવિક લાભ ત્યારે જ પ્રાપ્ત થાય છે. ૭૭૬. સંવર-નિર્જરાની બન્ને કરણીઓ સાથેજ ચાલુ રહે, તે જ નિર્જરાનું વાસ્તવિક પૂળ પ્રાપ્ત થાય છે. ૭૭૭. ૬૪ કલાઓએ, અને ૭૨ કલાઓએ વિશ્વનું કલ્યાણ કરવામાં જે હિસ્સો આપે નથી, તે કલ્યાણ કરવામાં તે હિસ્સો વિશ્વને આપનાર એકજ ધર્મ કળા છે. સમાપ્ત.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196