Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 194
________________ સુધા-વર્ષા. ૭૫૩. વ્રત લેવાં અને વ્રત પાળવાં એ મુશ્કેલ છે, છતાં એ બંનેની કાર્યવાહી હેલી અને સરળ છે, પરંતુ કટીના પરીક્ષણ--કાળમાં પરિસહ-ઉપસર્ગોની સામે અડગ રહીને ટકી રહેવું એજ માનવ જીવનની સફલતા છે. ૭૫૪. મડામોહ-અનિદ્રાધીન થઈને પ્રમાદરૂપ પલંગ પર પોઢેલાઓને જગાડનાર વીતરાગ-કથિત સદુપદેશ છે. ' ૭૫૫. વિનય-ભક્તિ-સેવાદિ આદર-બહુમાનપૂર્વક કરવી એ વાસ્તવિક કૃતજ્ઞતા સુવિનીત-- શિષ્યાદિકમાં પરિણમી છે તેનું યથાર્થ દિગ્દર્શન છે. ૭૫૬. શ્રમણોપાસક પશુના અનુષ્ઠાનને નિરંતર અભ્યાસિ આત્મા આ ભવે કે પરભવે પણ ચારિત્રના પરિણામની પ્રાપ્તિ કરે છે. ૭૫૭. વાસ્તવિક-રીતિએ વિચારીએ તો જૈનશાસનના સઘળાંએ સિદ્ધાન્ત, અને સઘળીએ ક્રિયાઓ એ સંસારના ઉછેદન માટેજ છે. ૭૫૮. સારાં શબ્દ શ્રવણ કરવા બધાને ગમે છે, પણ તેની વાસ્તવિક કિંમત ચુકાવીને સ્વસ્વ-જીવન સમર્પણ કરાય છે, ત્યારે જ સારાં વિશેષણો વગર માંગે મળી આવે છે એ યાદ રાખો. ૭૫૯. કર્મને શત્રુ ગણ્યા વગર, અને શત્રુ સામે મોરચો માંડ્યા વગર ભવ્યનું ભવ્યત્વ વિકસિત થતું જ નથી. ૭૬. “ત્યાગી થવું, અને ત્યાગી છે એની જાહેરાત કરાવવી કે થવી પણ સહેલી છે, પરંતુ શાસનમાન્ય–ત્યાગીપણું જીવનમાં ઓતપ્રેત થવું એ સહેલું નથી, પણ અતિ અત્યંત-મુશ્કેલ છે. ૭૬૧ કેવળ-કલ્પનાના ઘોડા ઉપર દડધામ કરનારું આ જૈન-શાસન નથી.. ૭૬૨. સજજને બગાડયું છે એ ધારીને દુર્જન દુર્જનપણું કરતું નથી, કારણકે દુજેને દુષ્ટ– ' વિચારોથી વાસિત થઈ સ્વ-પર નુકશાનકારક--દુર્ભેદ્ય-દિવાલેના દિવાનખાનામાં હંમેશા દીવાનો બને છે, અને બને છે. ૭૬૩. સજ્જનનું બગાડવું એ દુર્જનનો સ્વભાવ છે, અને તે સ્વભાવને જન્મસિદ્ધ-હક્ક માનીને, અને પિતાનું સર્વસ્વ બગાડીને પણ સજ્જનને નુકશાન કરવા તે હંમેશા કટીબદ્ધ બને છે, અને બને છે. ૭૬૪. આંખના અખલિત વેગને અંધારૂ રોકે છે, પરંતુ આંખે અંધારાનું શું બગાડયું છે કે અનુપમ ભાવોને અવલોકન કરવામાં અંધારૂ આડે આવે છે; માટે અહીંજ અંધકાર સાથે દુર્જનની ઘટના કરવી જરૂરીની છે. ૭૬૫. હે સજજન! તું બગાડે અને તે પછી તે દુર્જન બગાડે તે પછી તેને દુર્જન કહેશે કોણ?, કારણ કે વિના કારણે પણ દુર્જનતા કરવી એ તેને સ્વભાવ સિદ્ધજ છે.

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196