________________
સુધા-વર્ષા.
કારક બને છે, પરંતુ મેલી–મુરાદેને પાર પાડવા માટે વિનયાદિ ગુણેને બાહા-આડેબર જોરદાર બને છે, ત્યારે તે સ્વ–પરહિતને વિઘાતક બને છે; તે બીના સર્વદા
સ્મૃતિ-પથમાં સ્થિર કરવા જેવી છે. ૬૭૯, વિનયાદિ ગુણમાં વિશેષતઃ વૃદ્ધિ પામેલે, અને વિનય--રત્નની પદવી-પામેલ વિનય
ઉદાયન રાજાનું કરપીણ ખૂન કરે છે, ત્યારે તેજ વિનયાદિ મર્યાદહીન અવસ્થાને
અનુસરીને સ્વ-પર હિતના વિઘાતક બને છે; એ વાત શાસ્ત્ર સુપ્રસિદ્ધ છે. ૬૮૦. ગુણવાનના અનેકાનેક ગુણામાંથી કે ઈપણ ગુણની અનુમોદના કરવી જ નહિં, કેવળ
ઈર્ષાદિકના પ્રબળ પ્રભાવે અધમ-વૃત્તિથી અવગુણ શોધવાની, જાહેર કરવાની, પ્રચાર કરવાની, અને અશિક અણુસમ અવગુણોને મેરૂ સમાન બતાવીને ગુણવાની અપબ્રાજના કરવી; તે ખરેખર માનવ જીવનમાં પાપમય પાશવતાને પૂરેપૂરો પ્રવેશ થયે
છે, એમ સમજવું યુતિ યુક્ત-સુસંગત છે. ૬૮૧. સર્વસ્વ-સમર્પણ કરવાની ભાવનાવાળા-ભાવુકેએ “સર્વસ્વ-સમર્પણ” એ આલેખન
પુરતું કે ઉચ્ચાર પુરતું ન રહે, તેની ખૂબ ખૂબ સાવધાની રખાય તે જ સર્વસ્વ
સમર્પણદ્વારાએ ઈષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય. ૬૮૨. સર્વસ્વ-સમર્પણ કરનાર શિષ્યાદિકે સ્વીકારનાર સદ્દગુરૂવર્યાદિ પ્રત્યે અનન્યભાવે
સર્વદા વતવા ઉદ્યમશીલ રહેવું. ૬૮૩. અવસરે ઉચ્ચારેલું વચન, અવસરે દીધેલું દાન, અને અવસરે થયેલી અલ્પવૃષ્ટિ
અચિન્ય ચિન્તામણિની જેમ ફલાયિ નીવડે છે. ૬૮૪. સદ્દગુરૂ પ્રતિ અનન્યભાવે જીવન જીવવાની અભિલાષાવાળા શિષ્યાદિકે બાલ્યભાવે,
૧. યથાર્થ કથન કરી દેવું, ૨. અવંચકભાવે ત્રિવિધ ગની પ્રવૃત્તિ કરવી, ૩. થયેલાં પાતકનું પ્રકટન કરવું, અને ૪. સારભૂત સર્ભાવથી શાસન-માન્ય-પ્રિય-મૈત્રીભાવે વર્તવું; એ ચારે પ્રકારે પુનીત જીવન જીવવા માટે શિષ્યાદિ કે આ જુવ્યવ
હારને સરળ વ્યવહારને અનુસરવા કટિબદ્ધ થવું. ૬૮૫. મહાત્માએ પ્રતિ થયેલાં અપરાધની વિશુદ્ધિ માટે હાર્દિક અંતઃકરણપૂર્વક નમી જવું
એ અમેઘ પ્રતિક્રિયા છે. ૬૮૬. ઉત્તમ-છ સંપત્તિકાલમાં અને આપત્તિકાલમાં એક સરખા સ્વભાવવાળાં જણાય છે. ૬૮૭. ઉત્તમ છે અંગીકાર કરેલા કાર્યને સ્વાભાવિક રીતિએ જીવન પર્યત નિભાવે છે,
અને આપત્તિકાલ આવે તે મૃત્યુને સ્વીકારે છે, પરંતુ ઉન્માર્ગમાં લવલેશ કદમ
ભરવાને વિચાર સરખેએ કરતાજ નથી. ૬૮૮. પોપકાર-પરાયણ-પુણ્યાત્માએ પરોપકાર કરવાની પુનિત-તાલાવેલીમાં તલ્લીન બનેલા