Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 168
________________ સુધા-વર્ષા. ૩૩ પણું પામવું શ્રેયસ્કર છે. પરંતુ પ્રભુપૂજા, અને સુપાત્રદાનાદિને રંગ મને એવું લાગે છે કે તેના વગર ચેન જ પડતું નથી, આવા રંગથી રંગાયેલા આત્માઓએ આ સંગદેષથી અલગ થઈ ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ ગુણસ્થાનકના અનુષ્ઠાનમાં ઓત પ્રત થઈ જવું એ આરાધકે માટે આવશ્યક છે. ૪૪૮. આરંભેલી–ક્રિયાનો લાભ મેળવ્યા વગર બીજી ક્રિયાઓમાં હર્ષઘેલા થઈ અનુક્રમે એક પછી એક ક્રિયાને આરંભ કરનાર મુદ્દલ લાભ મેળવી શકતો નથી, તેવી રીતે સર્વજ્ઞ-શાસન-માન્ય-ક્રિયાનો આરંભ-કરનાર આરંભેલી-ક્રિયાને અનાદર કરે છે, ત્યારે તે આરંભેલા ઈષ્ટ-કાર્યને બાળનાર અંગારેષનું સેવન કરનારા છે; એમ સમજી અંગાર-દેષથી અવશ્યમેવ અલગ રહેવું એ આરાધકો માટે આવશ્યક છે. ૪૪૯. રોગી જેમ કુપનું સેવન કરી તંદુરસ્તીને ભયમાં મૂકે છે, તેવી રીતે રાગદેષથી ગ્રસિત થયેલા આત્માઓ અનારોગ્યરૂપ-શુધ્ધ-ક્રિયાને ઉછેદ કરીને અનુષ્ઠાનના યથાર્થ લાભને મેળવતેજ નથી; એમ સમજવું એ આરાધકો માટે આવશ્યક છે. - - ૪૫૦. ભેગી-આત્માને શરીર વગર ભેગ અને ભેગના સાધન તદ્દન નકામા છે, તેવી રીતે માનદોષથી દૂષિત થયેલા આત્માઓને કષાયના અભાવરૂપ–શાંત પણું અને ગંભીરતા વગર અનુષ્ઠાનનું અપૂર્વ પૂળ પ્રાપ્ત થઈ શકતાં નથી, એ શિખામણને ધ્યાનમાં લેવી એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૧. ખેદાદિ આઠ દેષને સમજીને, અને તે દેથી દૂર થઈને અમૃત ક્રિયાના પ્રથમ ચિહ્ન સમાન તર્ગતચિત્તમાં તદ્રુપ થવું એ આરાધકે માટે આવશ્યક છે. પર. ક્રિયાને શાસ્ત્રવિહિત સમય સાચવ એ આરાધ માટે આવશ્યક છે. ૪૫૩. ગુણગણના ભંડારરૂપ પંચપરમેષ્ઠિઓ અને વડીલે પ્રત્યે બહુમાનપુરસરનું ઔચિત્ય પ્રવર્તન કરવામાં કદાગ્રહને તિલાંજલિ દઈ આગમાનુસારિ પર પરાએ પ્રવર્તન અને નિવર્તન કરીને ભાવની વૃદ્ધિ કરવી એ આરાધકો માટે આવશ્યક છે. ૪૫૪. ભવભયથી ત્રાસ પામીને નિવેદના નિર્મળ ઝરણાને ઝીલીને સંસારરૂપ કારાગારથી છુટવાની ભાવનાને પુષ્ટ કરવી એ આરાધકે માટે આવશ્યક છે. ૪૫૫. સંસારના સર્વ–આશ્ચર્યોને ભૂલીને અનુષ્ઠાન કરવાને પ્રસંગે સૂત્ર, અર્થ અને રહસ્યમાં લીન થઈને આશ્ચર્યને આસ્વાદ લે એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૬. અનુષ્ઠાન સેવનના અનુપમ આશ્ચર્યના આવિર્ભાવથી રામરાજી વિકસ્વર થવારૂપ પુનીત પુલાક થે એ આરાધક માટે આવશ્યક છે. ૪૫૭. જન્માંધને નેત્ર, નિર્ધનને ધન, અને લડતા સૈનિકને જીતની પ્રાપ્તિથી જે પ્રમોદ થાય છે; તેથી પણ વિશેષ પ્રમેદ અનુષ્ઠાનથી ઉત્પન થવો એ આરાધકે માટે આવશ્યક છે.

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196