________________
४४
૪૪
સુધા-વર્ષા.
૫૮૪. કહેવાતા મહાપુરૂષ મહાવ્યસનમાં મુંઝાયેલા હોય છે, તે પછી વ્યસની બનેલાઓને,
અને વ્યસનમાં ડૂબેલા-આશ્રિતને તારનાર કોણ?, અર્થાત્ તારનારજ નથી. ૫૮૫. આશ્રયના અતિદૌર્બલ્યપણાથી આશ્રિત પરભવ પામે છે, એ કલિકાલ–સર્વજ્ઞના
વચન વિવેકી માટે જરૂર વિચારણીય છે. પ૮૬. કીડીને પાંખો આવે છે ત્યારે મરણ પામવાની આગાહી કરાય છે, તેવી જ રીતે
સામાન્ય માનવીઓને સંપત્તિ આદિ મદના અતિરેકમાં વિપત્તિઓના વાદળો આવિર્ભાવ
પામશે એવી આગાહી કરાય છે. ૫૮૭. માનવીઓ ઉપર કઠોર કર્મને ઉદય વર્તતે હોય છે, ત્યારે કહેવાતા પ્રભાવશાલિ
પુરૂષેની બુદ્ધિમાં જરૂર બગાડ થાય છે. ૫૮૮. વિચારશાલિ-વિવેકીઓને ઉત્પન્ન થયેલે ક્રોધ પ્રશાન્તપણાને પામે છે, એજ વિશુદ્ધ
વિચારણાને વિજય છે. ૫૮૯, ક્રોધને ઉદય થવો એ સહેલી વાત છે, પણ કેધને આધીન બનીને કંધના ફળ
ચાખવા જેવી પ્રવૃત્તિમાંથી બચી જવું એજ પુણ્યવતની ખરી મુશ્કેલી, અને કાર્ય
કુશળતા છે. ૫૯૦, વિવેક વગરના મહાન-સમારે, અને મડાન-સમારંભે મહાન-આપત્તિમાં પલટાઈ
જાય છે, આ વાકયના પરમાર્થનું આસ્વાદન કરે. પ૯૧ પરનિદાદિ-પાપમય-વિચારથી પરાડમુખ થઈને હદ-હૃદય-કમલને વિષે અરિ
હંતાદિ-નવપદનું ધ્યાન ધરે. ૫૯. જે દેશમાં શ્રી વીરવિભુનું તીર્થ ઉત્પન થયું, અને જગના જે દેશમાં વિસ્તાર
પામ્યું તે દેશને ગીતાર્થ–ભગવતે વિશેષપણે તીર્થ કહે છે. ૫૩. શ્રેણિક જે સેવક વર્તમાન શાસનમાં થયું નથી; અને થવાનો નથી, કે જેણે
શ્રીવીરવિભુના ચરણકમલની વિધિપૂર્વક ઉપાસના કરીને સમાન-સંપત્તિને
અનુકુળ-એવું તીર્થર નામ કમ ઉપાર્જન કર્યું. . ૫૯૪. “શાસનના માલિક–પ્રથમ-ગણધર–ભગવંત-શ્રીગૌતમ-સ્વામિજીનું આગમન શ્રવણ
કરીને શાશનરસિક-શિરોમણિ-શ્રેણિક–મહારાજા સકલક્વિથી પરિવરેલા પરિવાર સાથે, અને પિત પિતાની ઋદ્ધિ અનુસાર તૈયાર થયેલા જનસમુદાય સાથે વગર વિલંબે આવી પહોંચે છે. આ પ્રસંગને અનેક વખત શ્રવણ કર્યા છતાં શાસન-સંચાલકોના આગમનાદિ શ્રવણ કરીને પણ આલસ્યાદિમાં ઓત-પ્રેત-થનારાઓ ધર્મની, ધમિની કે ધર્મના, સાધનની વાસ્તવિક-કિમત હજુ સુધી પણ સમજી શક્યા જ નથી, એ કહેવું અત્ર પ્રાસંગિક છે.