Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 181
________________ સુધા-વર્ષા. ૬૦૫. સર્વજ્ઞ--ભગવંત-જિનેશ્વરેએ સાલબન-ધ્યાનમાં શ્રીનવપદ-ધ્યાનને પ્રધાનતપણે ઉપદેશેલું છે. ૬૬. નવપદનો આરાધક નવપદના પરમાર્થ-પિયુષનું આસ્વાદન કરીને નવપદપણું જ્યાં જ્યાં ભાસમાન થાય છે, ત્યાં ત્યાં દર્શન–વન્દન-પૂજન-સત્કાર-સન્માનાદિ કરવા ઉજમાળ થાય છે. ૬૦૭. નવપદનો આરાધક વ્યકિતના રાગમાં રંગાઈને નવપદમાંના કેઈપણ પદને પ્રાપ્ત કરેલા પુણ્યાત્મા પ્રત્યે અનાદર કે અરૂચી; અકકડતા કે વક્રતા બતાવી શકતા નથી. ૬૦૮. અરિહંતાદિન-પંચપરમેષ્ઠિઓના-પરમેષ્ઠિપણાની પૂરી પિછાણ કરીને તે તે પરમેષ્ઠિ ભગવતેનું ધ્યાન ધરે, એમ શ્રી વિજયરત્નશખસૂરીશ્વરજી ફરમાવે છે. ૬૦૯ સુવર્ણ અથી કશ-તાપ-છેદપૂર્વક સુવર્ણને તપાસે છે, અને પરીક્ષા કરી-કરાવીને લે છે; પરંતુ કયા ગામનું સુવર્ણ છે ?, કનું સુવર્ણ છે?, ઈત્યાદિ પ્રશ્નને અવકાશજ નથી, તેવી જ રીતે પરમેષ્ઠિપણાની પિછાણ થયા પછી વન્દન દર્શનાદિ ક્રિયાને બદલે કેણ છે ?, કયા ગામના છે?, કેના શિષ્ય છો; ઈત્યાદિ પ્રશ્નોની ગુંચવણમાં પડનારાઓ ખરેખર પરમેષ્ઠિપણાની પિછાણ વગરના છે એમ કહેવું સુસંગત છે. ૬૧૦ નવે દિવસની આરાધનામાં આવતાં નવે પદોનું ધ્યાન ધરનારાઓને, અને બબે હજાર જાપ કરનારાઓને ધ્યાન રાખવું જરૂરી છે કે અરિહંત-સિદ્ધાદિપદેથી એક વ્યક્તિનું આરાધન નથી, પરંતુ ત્રિકાળવતિ સકળ-ક્ષેત્રવતિ અરિહંત-સિદ્ધાદિની આરાધના કરવા કરાવવાના આ અમેઘશાશ્વત-દિવસે છે, અને આ અમેઘશાશ્વત આરાધના છે. ૬૧૧. અઢાર દેષથી મુક્ત થવાની સાથે કેવળજ્ઞાનને પ્રગટ કરનારા તીર્થકરે વિશ્વભરને પામવા લાયક વસ્તુને પમાડવા તત્વમય ઉપદેશ દે છે. ૬૧૨. મનુષ્યજન્મમાં પામવા લાયકની વસ્તુ પામ્યા છતાં, અન્ય જીવોને પમાડવા માટે પ્રબળ પ્રયત્નવન્ત થવું એજ વિનિયેગનું સેવન છે. ૧૩. , વિનિયોગના વિશાળ-આશયને અનુસરનો આત્માજ અન્ય જીવોને પામવા લાયકના પદાર્થોની પ્રાપ્તિ કરાવવા માટે ભગીરથ પ્રયત્ન કરે છે. • ૬૧૪. નિયમા ઘનઘાતીને તેડનારા, નિયમ કેવળજ્ઞાન પ્રગટ કરનારા, અને સર્વ કર્મને ક્ષય કરીને નિયમો મોક્ષે જનાર હોવા છતાં પણ વિશ્વવન્ત-તીર્થકર-ભગવતેનું તીર્થ કરપણું વિનિયેગને અનુસરીને વિશ્વભરને લાભદાયિ નિવડે છે. ૬૧પ. વિશ્વભરને પામવા લાયકની વસ્તુઓ પમાડવાની પૂર્ણ તાલાવેલી ત્રણ ત્રણ ભવથી કરેલી છે, અને તે માટે તીર્થકરનો મકર્મની નિકાચના કરીને જ તીર્થકર થયા છે. ૧૬. જિનેશ્વર-ભગવતેને અને જિનેશ્વરભગવંના શાસનને મૌલિક-આદર્શ સિપણને

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196