Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 180
________________ સુધા-વર્ષા. ૫૫. પંચવિધ–અભિગમ-સાચવીને, ત્રણ પ્રદક્ષિણા દેઈને; અને શાસન–માલિક-શ્રીગૌતમ સ્વામિજીના ચરણ કમલેને બહુમાનપૂર્વક–નમસ્કાર કરીને ઉચિત જગાએ શાસનરસિક-શિરોમણિ–શ્રેણિક બેસે છે. આ પ્રસંગનું પુનિત-પર્યાલન કરનાર વિધિ-વિધાન રસિકોને દેશના ભૂમિમાં પ્રવેશાદિની વિધિપુરસની પુનિત પ્રેરણા પ્રાપ્ત થાય છે. ૫૯. સંસારરસિક–આત્માઓના મગજમાં એક ખુમારી છે કે “પૈસાથી સંસારની સામગ્રીઓ મળે છે” આ વાતને, અને આ વાતની ખુમારીને તિલાંજલિ આપતાં શીખે, કારણકે ધનની પ્રાપ્તિ, પ્રાપ્ત થયેલા ધનનો ટકાવ, અને વૃદ્ધિ આદિ તે ધર્મની આરાધ નાથી ઉત્પન્ન થયેલા અખંડ પુણ્યથી જ થયેલ છે એ સમજતાં શીખો. ૫૭. “ધનથી બધું મળે છે એવું કહેનારાઓને કહી દેજે કે મનુષ્યભવની પ્રાપ્તિ, આર્ય દેશમાં જન્મ, દીર્ધાયુષ્યની પ્રાપ્તિ, પાંચ ઈન્દ્રિયની વાસ્તવિક શક્તિ સાથેની સંપૂર્ણ તાની સંપ્રાપ્તિ નિરગિપણની પ્રાપ્તિ, ઉત્તમ કુળમાં અને ઉત્તમ-જાતિમાં અવતરવાને અમેઘ લાભ, દેવ-ગુરૂ-ધમની જોગવાઈ મળી જવી, પંચપ્રમાદ રહિત વીતરાગ વાણીનું શ્રવણ થવું; અને ધર્મારાધનમાં ઉદ્યમવંત થવું આદિ સઘળી સામગ્રીઓ પુણ્યથીજ પ્રાપ્ત થાય છે. પ૯૮. મહા-કષ્ટદાયક–પંચ-પ્રમાદમાં પડેલાઓ, પડીને ઉંડા ઉતરી ગયેલાઓ, અને તેની પડખે ચઢેલા બિચારા પામરાત્માએ પરમાત્મા પ્રણત-ધર્મતત્વની સુંદર આરાધના કરી શકતાજ નથી. ૫૯૯ મહાકષ્ટદાયક-પંચ-પ્રમાદને પૂર્ણતયા પરિવર્જન કરીને પ્રબળ-પુણ્યાત્માએજ ધર્મ નુષ્ઠાનમાં ઉદ્યમવત થાય છે, એજ માનવજીવનની સફલતા છે. ૬૦૦. ભાવ વગરનું દાન મોક્ષસાધનાને અનુકૂળ થતું નથી, ભાવ વગરનું શિયળ યથાર્થ ફળને દઈ શકતું નથી, અને ભાવ વગરને તપધર્મ ભવની પરંપરાને ઘટાડી શકતજ નથી, માટે જ ભાવપૂર્વક દાન-શિયળ–તપાધર્મની આરાધના કરે. ૬૦૧. ભવધર્મની ઉત્પત્તિ-ટકાવ–વૃદ્ધિ કરવી હોય, અને ફલ પ્રાપ્તિ કરવી હોય તે અતિદુર્જય એવા મનને વશ કરતાં શીખે, કારણકે ભાવ-ધર્મની ઉત્પત્તિ આદિ મને વિષયક છે. ૬૦૨. મુમ્બાપુરીના મકટને મુમ્બાપુરી વિભાગના પ્રાંતના ગામે ગામમાં, અને નગરે નગરમાં ભમવું મુશ્કેલ પડેલ છે, પરંતુ મનમર્કટને તે દુનિયાપારના દેશપરદેશમાં પરિભ્રમણ કરવામાં એક પણ વિદત નડતું નથી, માટે જે અતિ ચંચળ-મનને વશ કરવું જરૂરી છે, અને તેથીજ શાસ્ત્રકારોએ તે મનને અતિ દુર્જય જણાવેલું છે. ૬૦૩. અતિ-દુર્જય-મનને વશ કરવા શાસનમાન્ય-સાલંબન-ધ્યાનને જરૂર આશ્રય કરે. ૬૦૪. શાસનમાન્ય-શાસ્ત્રોમાં અનેકવિધ–આલબને જણાવેલાં છે, છતાં તે સર્વ–આલબમાં શાસનના સારભૂત-શ્રીનવપદનું આલંબન શ્રેષ્ઠતમ સ્વીકારેલું છે.

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196